World

હોર્મુઝમાં UAEના જહાજ પર હુમલો, ઈરાને કહ્યું, 'જ્યાં સુધી US વલણ નહીં સુધારે, રસ્તો નહીં ખુલે'

By GS Team
8 Aug 20263 mins read
TukuTouch Logo
ઈરાને અમેરિકા સમક્ષ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા માટે કડક શરતો મૂકી છે. ઈરાને અમેરિકી હુમલા રોકવા, આર્થિક પ્રતિબંધો હટાવવા અને જપ્ત સંપત્તિ પરત કરવાની માંગ કરી છે. ઓમાનની મધ્યસ્થીથી વાટાઘાટો અંતિમ તબક્કામાં છે, પરંતુ ઈરાને સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી અમેરિકા પોતાનું વલણ નહીં સુધારે ત્યાં સુધી જળમાર્ગ સંપૂર્ણપણે ખુલશે નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝમાં UAEના જહાજ પર હુમલો, ઈરાને કહ્યું, 'જ્યાં સુધી US વલણ નહીં સુધારે, રસ્તો નહીં ખુલે'

Iran Lays Down Conditions For USA: ઈરાન અને ઓમાન વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) ને લઈને વાટાઘાટો અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. જોકે, ઈરાને સ્પષ્ટ કર્યું છે કે, માત્ર શિપિંગ રૂટ પર કરાર થવાથી આ રસ્તો સંપૂર્ણપણે ખુલશે નહીં. ઈરાને અમેરિકા સામે કડક શરતો રજૂ કરી છે, જેમાં અમેરિકી હુમલા રોકવા, આર્થિક પ્રતિબંધો હટાવવા, વિદેશી દળોની વાપસી, જપ્ત કરાયેલી ઈરાની સંપત્તિ પરત કરવી અને યુદ્ધ તથા મોંઘવારીથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવાની માંગણીઓ સામેલ છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે જણાવ્યું છે કે જ્યાં સુધી અમેરિકા પોતાનું વલણ નહીં સુધારે ત્યાં સુધી આ જળમાર્ગ ખોલવામાં આવશે નહીં.

ઈરાનના સર્વોચ્ચ સુરક્ષા અધિકારી મોહમ્મદ બાગેર જોલગદ્રે અમેરિકા સામે નીચે મુજબની માંગણીઓ રજૂ કરી છે.

લશ્કરી કાર્યવાહી અને ધમકીઓનો અંત: અમેરિકા ભવિષ્યમાં ઈરાન કે તેના પ્રાદેશિક સહયોગી જૂથો વિરુદ્ધ કોઈ સૈન્ય કાર્યવાહી નહીં કરે અને ધમકી આપવાનું બંધ કરશે.

દરિયાઈ નાકાબંધી અને સેનાની વાપસી: ઈરાની બંદરો પરથી નૌકાદળની નાકાબંધી તાત્કાલિક હટાવવામાં આવે અને આ વિસ્તારમાંથી અમેરિકી સૈન્યને પાછું ખેંચવામાં આવે.

યુદ્ધ ક્ષતિપૂર્તિ અને સંપત્તિ મુક્ત કરવી: યુદ્ધથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવામાં આવે, ઈરાન પરના તમામ આર્થિક પ્રતિબંધો હટાવવામાં આવે અને ફ્રીઝ કરાયેલી ઈરાની સંપત્તિઓને બિનશરતી જારી કરવામાં આવે.

ઓમાનની મધ્યસ્થતા અને જહાજો પર હુમલા

ઈરાન આ જળમાર્ગના સંચાલન અંગે મધ્યસ્થ દેશ ઓમાન સાથે કરાર કરવાની ખૂબ નજીક પહોંચી ગયું છે. ઓમાને બંને પક્ષો વચ્ચેની વાટાઘાટોને સાનુકૂળ ગણાવી છે.

જહાજ પર હુમલો અને ઓમાનની પ્રતિક્રિયા

આ વાટાઘાટો વચ્ચે સંયુક્ત અરબ અમિરાત (UAE) એ દાવો કર્યો હતો કે, ઈરાને તેની નેશનલ ઓઈલ કંપની સાથે જોડાયેલા એક જહાજ પર મિસાઈલ હુમલો કર્યો છે, જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બ્રિટનની મેરીટાઈમ એજન્સી UKMTO એ પણ એક જહાજમાં આગ લાગવાની ઘટનાની પુષ્ટિ કરી હતી, જેને બાદમાં કાબૂમાં લેવામાં આવી હતી. મધ્યસ્થતા કરી રહેલા ઓમાને દરિયાઈ જહાજો પર થઈ રહેલા હુમલાઓની સખત નિંદી કરી છે.

અમેરિકા અને રિવોલ્યુશનરી ગાર્ડ્સનું વલણ

ઈરાનના સુપ્રીમ લીડરના સલાહકાર અલી અકબર વેલાયતી અને રિવોલ્યુશનરી ગાર્ડ્સે સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી અમેરિકા તેમની શરતો નહીં માને ત્યાં સુધી જળમાર્ગ સંપૂર્ણ રીતે ખુલશે નહીં.
બીજી તરફ, અમેરિકી વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે જણાવ્યું કે, અમેરિકા કૂટનીતિક, આર્થિક અને સૈન્ય તમામ વિકલ્પો પર કામ કરી રહ્યું છે, અને હોર્મુઝમાં જહાજોની સુરક્ષિત અવરજવર માટે માર્ગ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકાનું કહેવું છે કે, કરાર થતાં જ ઈરાની બંદરો પરથી નાકાબંધી હટાવી લેવામાં આવશે.

હોર્મુઝમાં હુમલાઓ યથાવત્

બીજી તરફ, આ જળમાર્ગ પર જહાજો પરના હુમલાઓ સતત ચાલુ છે. અબુ ધાબીની સરકારી તેલ કંપની ADNOC ના એક જહાજ પર ઈરાની મિસાઈલ હુમલો થયો હતો, તેમજ યુકે મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન્સ કંટ્રોલ મુજબ ઓમાન નજીક એક જહાજ પર રોકેટથી હુમલો થયો હતો, જેમાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.