World

એક્સોપ્લેનેટમાંથી સીધા મળતા રેડિયો સિગ્નલ્સની શોધમાં ખગોળશાસ્ત્રીઓને સફળતા

By GS Team
24 Sep 20263 mins read
TukuTouch Logo
દક્ષિણ આફ્રિકામાં રેડિયો ટેલિસ્કોપ દ્વારા 63 પ્રકાશ વર્ષ દૂર આવેલા એક ગ્રહ પરથી રેડિયો સિગ્નલ મળ્યા છે. ખગોળશાસ્ત્રીઓને સોલર સિસ્ટમ બહારના ગ્રહ પરથી સિગ્નલ શોધવામાં સફળતા મળી. આ સિગ્નલ એલિયન્સના નહીં, પરંતુ એક્સોપ્લેનેટના ઔરોરાઓમાંથી આવી રહ્યા છે. આનાથી પરગ્રહના વાતાવરણ અને ચુંબકીય ક્ષેત્રના અભ્યાસનો માર્ગ મોકળો થયો છે, જે જીવનની સંભાવના શોધવામાં મદદ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

એક્સોપ્લેનેટમાંથી સીધા મળતા રેડિયો સિગ્નલ્સની શોધમાં ખગોળશાસ્ત્રીઓને સફળતા
  • દ.આફ્રિકામાં રેડિયો ટેલિસ્કોપ દ્વારા પરગ્રહમાંથી આવતા સિગ્નલનું અવલોકન કરાયું
  • એક્સોપ્લેનેટના મેગ્નેટિક વાતાવરણનો અભ્યાસ કરવાનો માર્ગ મોકળો : 63 પ્રકાશ વર્ષના અંતરે આવેલા એક સ્ટારના ગ્રહના ઔરોરાઓથી સર્જાયા રેડિયોર્બસ્ટસ

ન્યૂયોર્ક : સોલર સિસ્ટમની બહારના એક ગ્રહ પરથી સીધા આવી રહેલા રેડિયોસિગ્નલ શોધી કાઢવામાં ખગોળ ભૌતિક શાસ્ત્રીઓને સફળતા મળી છે. સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સ હાર્વડ એન્ડ સ્મિથસોનિયન અને યુનિવર્સિટી ઓફ ઓરેગાવની એક ટીમને આ સફળતા મળી છે.
ગ્રહો ધરાવતી સ્ટાર સિસ્ટમ્સમાંથી રેડિયોસિગનલ્સની અગાઉ નોંધ કરી શકાતી હતી પણ પ્રથમવાર એક સ્ટારની પ્રદક્ષિણા કરતા ગ્રહ પરથી આવતું રેડિયોસિગ્નલ શોધી શકાયું છે. શું એલિયન્સ સંકેત મોકલી રહ્યા છે તો પ્રશ્નનો જવાબ ના છે. એક્સોપ્લેનેટ (સોલર સિસ્ટમની બહારના અન્ય તારાની પ્રદક્ષિતા કરતો ગ્રહ)ના ઔરોરાઓ (ધુ્રવીય પ્રકાશ)માંથી સિગ્નલ આવી રહ્યા છે. પૃથ્વી પાસે પણ ઔરોરાઓ છે જેને નોર્ધન લાઇટસ અને સર્ધન લાઇટસ તરીકે જોઇ શકાય છે.
સંશોધનકારોએ અભ્યાસપેપરમાં લખ્યું કે ''સોલર સિસ્ટમના પ્લેનેટસમાં ઔરોરાઓથી થતા રેડિયોબર્સ્ટનું (રિડેયો સિગ્નલ્સનો વિસ્ફોટ) અવલોકન કરી શકાય છે પણ સ્ટારની પ્રદક્ષિણા કરતા પ્લેનેટ (એક્સોપ્લેનેટ)થી પ્રથમવાર રેડિયો સિગ્નલ્સની પરખ થઇ શકી છે. ઝડપી, વારંવાર અને સર્ક્યુલરલી પોલેરાઇઝડ બર્સ્ટસ ૦.૮૫ ગીગા હર્ટઝથી ૩.૫ ગીગા હટર્ઝ વચ્ચેના ફિકવન્સી બેન્ડમાં જોઇ શકાયા છે.''
દક્ષિણ આફ્રિકામાં ગોઠવાયેલા મીરકેટ (કાર્નાવોન શહેર પાસેના રેડિયો ટેલિસ્કોપ- જે ૬૪ ડિશ (એન્ટીનાડિશ) ધરાવે છે. રેડિયો ટેલિસ્કોપ સમૂહમાંથી અવલોકન કરાયું હતું. વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬માં ચાર જુદા સમયગાળા વચ્ચે આ શોધ થઇ હતી. ટેલિસ્કોપના જૂથનું ફોકસ સ્ટાર બીટા પિક્ટોરિસ પર અને તેની ગોળ ફરતા બીટા પિક્ટોરિસ બી, બીટા પિક્ટોરિસ સી અને બીટા પિક્ટોરિસ ડી પર હતું. સ્ટાર બીટા પિક્ટોરિસ પૃથ્વીથી લગભગ ૬૩૪ લાઇટ યર્સ (પ્રકાશ વર્ષ)ના અંતરે આવેલો છે.
પૃથ્વી અને ગુરુ (જ્યુપિટર) ગ્રહ પર જે પ્રક્રિયાથી ઔરારાઓ સર્જાય છે તે ઇલેક્ટ્રોન સાઇક્લોટ્રોન માસ્ટર ઇન્સ્ટેબિલિટી (ઇસીએમઆઇ)થી જ બીટા બી ગ્રહ પર ઔરોરાઓ સર્જાયા હતા. તે ગ્રહના મેગ્નેટિક ફીલ્ડ અંગેના સંકેત પણ ઇસીએમઆઇથી મળે છે. આ ગ્રહનું મેગ્નેટિક ફીલ્ડ પૃથ્વીના મેગ્નેટિક ફીલ્ડ કરતા હજારો ગુણા શક્તિશાળી છે. આ ગ્રહ ગોળ ફરવામાં ફક્ત ૮-૯ કલાકનો સમય લે છે અને આ ઝડપી રોટેશનથી ઔરોરલ રેડિયો એમિસનને ઉર્જા મળે છે. ૨૦૦૮માં બીટા પિક્ટોરિસ બીની શોધ થઇ હતી અને તે જ્યુપિટરના માસ (દળ) કરતા લગભગ ૧૦ ગણો વિરાટ છે.
ખગોળશાસ્ત્રીઓ હવે અન્ય એક્સોપ્લેનેટસ અંગે સંશોધન કરવા આતુર છે. નજીકના પાંચ સ્ટાર સિસ્ટમ્સના સાત જંગી એક્સોપ્લેનેટસનો અભ્યાસ કરવામાં આવશે. નેક્સટ જનરેશન રેડિયો ટેલિસ્કોપ્સ હાલની સરખામણીમાં પાંચથી સાત ગુણા વધુ સંવેદનશીલ હોવાથી આવા ડિટેક્શન્સ શક્ય બનશે તેવું સંશોધકો માને છે.
દૂરસુદૂરના વિશ્વમાના ગ્રહોમાં થતા ફિઝિકલ પ્રોસેસિસની સમજણ મેળવવાનો માર્ગ હવે મોકળો થયો છે. કેવી રીતે તેમની રચના થઇ હતી અને ભવિષ્યમાં તેમનું શું થશે તે અંગેની માહિતી ખગોળ શાસ્ત્રીઓને મળી શકશે. કોઇ ગ્રહના વાતાવરણને જે તે સંબંધિત સ્ટારના 'વિન્ડ'થી રક્ષણ મેગ્નેટિક ફીલ્ડ આપે છે. પ્લેનેટની અંદર લિકવિડ કોર છે કે વીજળીવાહક મટિરિયલનું લેયર છે તે માહિતી મેગ્નેટિક ફીલ્ડમાંથી મળી શકે છે.
સ્ટાર અને ગ્રહ વચ્ચેના ઇન્ટરેક્શન માટે મેગ્નેટિક ફીલ્ડસ જવાબદાર છે. આ ઇન્ટરેક્શનથી ઔરોરાઓ અને એનર્જી ટ્રાન્સફર જેવી ઘટના ઉદ્ભવે છે. શું એક્સોપ્લેનટેસમાં જીવન સંભવ છે કે તે શોધી કાઢવા એક્સોપ્લેનેટસના વાતાવરણ, મેગ્નેટિક ફીલ્ડનું મેપિંગ વિગેરે શોધખોળની નવી દિશાઓ ખુલી છે.