Get The App

આસીમ મુનીરે ફરી ભારત સામે ઝેર ઓક્યું ધમકીઓ આપી, ધરાર જૂઠાણા ચલાવ્યા

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
આસીમ મુનીરે ફરી ભારત સામે ઝેર ઓક્યું ધમકીઓ આપી, ધરાર જૂઠાણા ચલાવ્યા 1 - image

- ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂરું થયું તેના ઉપલક્ષ્યમાં આયોજિત કાર્યક્રમમાં ફિલ્ડ માર્શલ મુનીરે ભારતને ધમકી આપી

રાવલપિંડી : પાકિસ્તાનની સેનાના વડા અને પોતાની મેળે જ ફીલ્ડ માર્શલ બની રહેલા આસીમ મુનીરે ફરી એકવાર ભારત સામે ઝેર ઓક્યું. 'ઓપરેશન સિંદૂર'ને એક વર્ષ પૂરું થતા સૈનિકોને કરેલા સંબોધનમાં આસીમ મુનીરે ભારતને ખોખલી ધમકી આપી હતી. 

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે અસીમ મુનીરે એક સમયે કરેલા ભડકાઉ ભાષણ પછી જમ્મુ કાશ્મીરમાં આવેલા પહેલગાંવમાં આતંકી હુમલો થયો હતો જેમાં એક નેપાળી ગાઇડ સહિત કુલ ૨૭ના પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ કુલ ૨૭ના જાન લીધા હતા તે (૬- ૭ મે, ૨૦૨૫) પછી ભારતે ૧૦મી મેના દિવસે ઑપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાનના પંજાબ સ્થિત ૪ આતંકી અડ્ડાઓ અને કહેવાતા આઝાદ કાશ્મીર સ્થિત પાંચ આતંકી અડ્ડાઓનો સફાયો કરી દીધો હતો. તે ઘટનાને એક વર્ષ પૂરું થતાં રાવલપિંડી નજીકના પાકિસ્તાનમાં જનરલ મીલીટરી હેડક્વાર્ટરમાં બોલતા મુનીરે આ પ્રમાણે કહેતા સાથે તેમ જણાવ્યું કે, પાકિસ્તાને ભારતને સણસણતો જવાબ આપી તેના કેટલાક યુદ્ધ વિમાનો પણ ધ્વસ્ત કર્યા હતા પરંતુ આ હળાહળ જૂઠાણાઓને પુષ્ટિ આપતું કોઈ પ્રમાણ દર્શાવી શક્યા ન હતા.