World

સેના બનશે વધુ ઘાતક : સંરક્ષણ મંત્રાલયે આધુનિક ડ્રોન સિસ્ટમ માટે કર્યા રૂ. 1577 કરોડના કરાર

By GS Team
14 Aug 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હી ખાતે સંરક્ષણ મંત્રાલયે ભારતીય સેના માટે આધુનિક લોઇટર મ્યુનિશન સિસ્ટમ ખરીદવા ₹1,577 કરોડના કરાર કર્યા છે. આ ડીલ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ અને નાઇબ પ્રાઇવેટ લિમિટેડ સાથે થઈ છે. 'બાય ઇન્ડિયન' કેટેગરી હેઠળ થયેલ આ કરારથી સેનાને ઝડપથી આત્મઘાતી ડ્રોન મળશે, જે આર્ટિલરી રેજિમેન્ટની તાકાત વધારશે અને દુશ્મનના ઠેકાણાઓ પર સચોટ હુમલા કરી શકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સેના બનશે વધુ ઘાતક : સંરક્ષણ મંત્રાલયે આધુનિક ડ્રોન સિસ્ટમ માટે કર્યા રૂ. 1577 કરોડના કરાર
IMAGE SOURCE - @SpokespersonMoD

Ministry Of Defence Signs 1577 Crore Deal: ભારતીય સેનાને વધુ આધુનિક અને ઘાતક બનાવવાના હેતુથી સંરક્ષણ મંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે. સેના માટે આધુનિક લોઇટર મ્યુનિશન સિસ્ટમ (આકાશમાં હુમલો કરતા ડ્રોન/હથિયાર) ખરીદવા માટે મંત્રાલયે ₹1,577 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર ભારતની બે જાણીતી ખાનગી કંપની એવી ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ અને નાઇબ પ્રાઇવેટ લિમિટેડ સાથે કરવામાં આવ્યો છે. આ સોદો ભારતીય કંપનીઓ સાથે થયો હોવાથી દેશની સુરક્ષા મજબૂત થવાની સાથે ડિફેન્સ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાને પણ નવી તાકાત મળશે.

નવી દિલ્હીમાં રક્ષાસચિવની હાજરીમાં કરાર

આ મહત્વપૂર્ણ ડીલ નવી દિલ્હી ખાતે સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહની હાજરીમાં પૂર્ણ થઈ હતી. આ ડિફેન્સ સોદાની સૌથી ખાસ વાત એ છે કે, તેને 'બાય ઇન્ડિયન' (Buy Indian) કેટેગરી હેઠળ 'ફાસ્ટ ટ્રેક પ્રોસિજર'થી પૂરો કરવામાં આવ્યો છે, જેનો અર્થ એ છે કે, સેનાને આ આધુનિક હથિયાર વિના કોઈ વિલંબે ઝડપથી મળી જશે.

ભારતીય સેના અને આર્ટિલરીને શું ફાયદો થશે?

કામીકાઝ ડ્રોન (સુસાઇડ ડ્રોન): લોઇટર મ્યુનિશન એક પ્રકારનું 'સુસાઇડ ડ્રોન' છે, જે હવામાં લાંબા સમય સુધી મંડરાઈને દુશ્મનના ઠેકાણા કે વાહનની શોધ કરે છે, અને યોગ્ય નિશાન મળતાં જ તેની સાથે અથડાઈને તેને નષ્ટ કરી દે છે.

આર્ટિલરી રેજિમેન્ટની તાકાત વધશે: આ સિસ્ટમ ભારતીય સેનાની તોપખાના (Artillery) રેજિમેન્ટની ક્ષમતામાં અનેક ગણો વધારો કરશે.

સચોટ નિશાન: મુશ્કેલ અને પહાડી વિસ્તારોમાં દુશ્મનના છુપાવાના સ્થળોને અત્યંત સચોટતાથી નિશાન બનાવી શકાશે.

નિષ્ણાતોના મતે, ઘરઆંગણે ટાટા અને નાઇબ જેવી ખાનગી કંપનીઓને આટલો મોટો ઓર્ડર આપવો એ સ્પષ્ટ દર્શાવે છે કે, ભારતનું સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્ર હવે અત્યંત મજબૂત બની રહ્યું છે.