World

એપલનું AI એક્સરસાઈઝ કરાવશે જિમ ટ્રેનરની જરૂર જ નહીં રહે

By GS Team
2 Oct 20261 min read
TukuTouch Logo
કેલિફોર્નિયામાં એપલે AI આધારિત નવું ફિચર વિકસાવ્યું છે. આ AI કેમેરા દ્વારા કસરત દરમિયાન ખોટા મૂવમેન્ટની જાણ કરશે. તે ફ્લેક્સિબિલિટી, બેલેન્સ અને સ્ટ્રેન્થ પણ ચેક કરશે. આ સિસ્ટમ યુઝરના વીડિયો રેકોર્ડ કે શેર નહીં કરે, માત્ર એનાલિસિસ માટે જ ઉપયોગ કરશે. આ 'હેલ્થ એજ' ફિચર દ્વારા યુઝરની શારીરિક ઉંમર પણ જણાવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

એપલનું AI એક્સરસાઈઝ કરાવશે જિમ ટ્રેનરની જરૂર જ નહીં રહે
  • આઈફોન ખોટા મૂવમેન્ટની માહિતી આપશે
  • એઆઈ કેમેરાથી ફ્લેક્સિબિલીટી અને બેલેન્સ ચેક કરશે : ફિટનેસ પરથી 'હેલ્થ એજ'ની માહિતી આપશે

કેલિફોર્નિયા : એઆઈમાં નવી શોધ સાથે મોબાઈલ ફોન હવે સ્ટેપ કાઉન્ટર, હાર્ટ રેટ, ઊંઘના સમયની ગણતરીથી પણ આગળ વધી રહ્યા છે. કંપનીઓ અવનવા ફિટનેસ ફિચર્સ ઉમેરી રહી છે. આ શ્રેણીમાં એપલે એવું એઆઈ ડેવલપ કર્યું છે જે, એક્સરસાઈઝ કરાવશે અને જો વ્યક્તિ ખોટા મૂવમેન્ટ કરતો હશે તો તેને તે વિશે માહિતી આપશે. જિમ ટ્રેનરની પણ જરૂરત નહીં રહે.
એપલના જણાવ્યા અનુસાર, તેમના વિઝન બેઝ્ડ એઆઈ મોડલ્સ હિલચાલનું વિશ્લેષણ કરીને રીયલ ટાઈમ ઓડિયો તથા વિઝુઅલ ફીડબેક આપશે.
આ પ્રક્રિયામાં વ્યક્તિના વીડિયો રેકોર્ડ કે સ્ટોર કે શેર નહીં કરવામાં આવશે. વીડિયોનો ઉપયોગ ફક્ત એનાલિસીસ કરવા માટે જ કરાશે. તે કહેશે કે, અપર બોડીમાં ફ્લેક્સિબિલીટી છે કે નહીં. લોવર બોડી માટે કંઈ કસરત કરવાની જરૂર છે.
તેના બેલેન્સ ટેસ્ટમાં એક પગ પર ઊભા રહેવા જેવી કસરતનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે, શરીરની સ્ટ્રેન્થ જાણવા માટે પુશ-અપ્સ, પ્લેન્ક અને ચેર પર ઊભા થવા જેવી મૂવમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું હેલ્થ એજ ફીચર યુઝરના તમામ પાસાઓને ધ્યાને રાખીને કહેશે કે, વ્યક્તિની સાચી ઉંમરની સરખામણીમાં તેના શરીરનીં ઉંમર શું છે.