એન્થ્રોપિકનું ઓપસ-5 લોન્ચ : ફેબલ 5 જેવી સ્માર્ટનેસ અડધી કિંમતે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- એઆઈમાં સસ્તા અને પાવરફૂલની રેસ
- સોફ્ટવેર ડેવલપર્સ, મોટી કંપનીઓ, રિસર્ચ, ફાઈનાન્સિયલ એનાલિસિસ, લિગલ વર્ક માટે બેસ્ટ હોવાનો દાવો
કેલિફોર્નિયા : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેક્ટરમાં સસ્તા અને પાવરફૂલ મોડલ બનાવવાની રેસ વધુ તીવ્ર બની છે. એન્થ્રોપિકે નવું એઆઈ મોડલ ક્લોડ ઓપસ ૫ લોન્ચ કર્યું છે. કંપનીનો દાવો છે કે, ઓપસ-૫ તેના અત્યાર સુધીના સૌથી શક્તિશાળી મોડલ ક્લોડ ફેબલ-૫ જેવી કામગીરી કરી શકે છે. પરંતુ, તેની કિંમત ૫૦ ટકા જેટલી ઓછી છે.
કંપનીના જણાવ્યા મુજબ, ઓપસ ૫ ઓફિસના રોજિંદા કામ, કોડિંગ, ડોક્યુમેન્ટ તૈયાર કરવા, ડેટા એનાલિસિસ અને એન્ટરપ્રાઇઝ વર્કફ્લો માટે બનાવવામાં આવ્યું છે. આ મોડલની કિંમત કંપનીના ફ્લેગશીપ મોડલ ફેબલ-૫ કરતા ૫૦ ટકા ઓછી હોવાથી તે મોટાભાગના યુઝર્સની પસંદ બની શકે છે. સામાન્ય રીતે, એઆઈ મોડલ એક જવાબ આપીને રોકાઈ જાય છે. જ્યારે, ઓપસ-૫ સતત કામ કર્યા કરે છે. તે પોતાની ભૂલ સુધારી શકે છે, સ્ટ્રેર્જીમાં બદલાવ કરી શકે છે અને માણસની જરૂરત વિના પ્રોજેક્ટ પૂરો કરી શકે છે.
તે દરેક સવાલ માટે કેટલો પાવર યુઝ કરવો તે પણ પોતાની જાતે નક્કી કરે છે. તેનો ફાસ્ટ મોડ સામાન્ય મોડ કરતા ૨.૫ ગણો ફાસ્ટ છે. જે કોડિંગ અને ઓફિસના ડેઈલી કામ માટે ઉપયોગી છે. તે અગાઉના ઓપસ ૪.૮ કરતા વધુ પ્રોડક્ટિવ છે. તેમાં અનેક સિક્યોરિટી ફીચર્સ ઉમેરાયા હોવાથી તે વધુ સુરક્ષિત છે. ઓપનએઆઈ, ગૂગલ, એક્સએઆઈ અને ચીનની એઆઈ કંપનીઓ વચ્ચે સસ્તા અને પાવરફૂલ મોડલ બનાવવાની સ્પર્ધા ચાલી રહી છે ત્યારે, એન્થ્રોપિકનું આ મોડલ આ તમામને ટક્કર આપવા સક્ષમ છે.




