World

એન્થ્રોપિકનો ઐતિહાસિક IPO : 81.3 અબજ ડોલર એકત્ર કર્યા

By GS Team
20 Nov 20261 min read
TukuTouch Logo
ન્યૂ યોર્ક સ્થિત AI કંપની એન્થ્રોપિકે IPO દ્વારા 81.34 અબજ ડોલર એકત્ર કરીને વિશ્વનો સૌથી મોટો IPO રેકોર્ડ બનાવ્યો છે. ક્લોડ AI ચેટબોટ બનાવતી આ કંપનીનું વેલ્યુએશન 1.5 ટ્રિલિયન ડોલર થયું છે. તેણે ઈલોન મસ્કની સ્પેસએક્સનો 75 અબજ ડોલરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રોકાણકારોના પ્રચંડ પ્રતિસાદને પગલે, કંપનીએ 83 ડોલર પ્રતિ શેરના ભાવે 98 કરોડ શેર વેચ્યા. ખાનગી પ્લેસમેન્ટ સહિત કુલ 107.34 અબજ ડોલરનો સોદો થયો.

Summarized by AI; it may make mistakes. Check important info

એન્થ્રોપિકનો ઐતિહાસિક IPO : 81.3 અબજ ડોલર એકત્ર કર્યા
  • સ્પેસએક્સનો ૭૫ અબજ ડોલરના IPOનો રેકોર્ડ તોડયો
  • શેર વેચાણ અને પ્રાઈવેટ પ્લેસમેન્ટ મળીને ૧૦૭.૩૪ અબજ ડોલર ભેગા કર્યા : વેલ્યુએશન ૧.૫ ટ્રિલિયન ડોલર થયું

ન્યૂ યોર્ક : અમેરિકાની એઆઈ કંપની એન્થ્રોપિકે શેરબજારમાં આઈપીઓ લાવીને ૮૧.૩૪ અબજ ડોલર એકત્ર કર્યા છે. આ સાથે કંપનીએ વિશ્વના સૌથી મોટા આઈપીઓનો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે જ ક્લોડ એઆઈ ચેટબોટ બનાવતી આ કંપનીનું વેલ્યુએશન આશરે ૧.૫ ટ્રિલિયન ડોલર થયું છે. આઈપીઓના કદની દૃષ્ટિએ તેણે ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
એન્થ્રોપિકે આઈપીઓમાં એક શેરની કિંમત ૮૩ ડોલર નક્કી કરી હતી, જે અગાઉ નક્કી કરાયેલી ૭૦થી ૭૮ ડોલરની રેન્જ કરતાં વધારે હતી. રોકાણકારો તરફથી મળેલા સારા પ્રતિસાદને પગલે કંપનીએ વેચાણ માટેના શેરની સંખ્યા વધારીને ૯૮ કરોડ કરી હતી. તેમાંથી આશરે ૯૫.૬૪ કરોડ શેર કંપનીએ પોતે વેચ્યા હતા, જ્યારે બાકીના આશરે ૨.૩૬ કરોડ શેર જૂના શેરધારકોએ વેચ્યા હતા.
આ પહેલાં જૂન ૨૦૨૬માં સ્પેસએક્સે આઈપીઓ દ્વારા ૭૫ અબજ ડોલર એકત્ર કરીને રેકોર્ડ બનાવ્યો હતો. એન્થ્રોપિકના આઈપીઓ ઉપરાંત ૨૬ અબજ ડોલરનું પ્રાઈવેટ પ્લેસમેન્ટ પણ સામેલ છે. આમ, જાહેર શેર વેચાણ અને પ્રાઈવેટ પ્લેસમેન્ટ મળીને કુલ સોદો ૧૦૭.૩૪ અબજ ડોલરનો થયો છે.એન્થ્રોપિકનું વેલ્યુએશન શેર ઓપ્શન અને અન્ય શેર આધારિત લાભો સહિત આશરે ૧.૫ ટ્રિલિયન ડોલર છે. આ ગણતરી વગર કંપનીનું વેલ્યુએશન આશરે ૧.૧ ટ્રિલિયન ડોલર થાય છે.