ગ્રેટર માંચેસ્ટરમાં મેયરપદે રહેલા એન્ડી બર્નહામ ઇંગ્લેન્ડના 59મા વડાપ્રધાન બનશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

લંડન: ધૈર્ય અને જોખમ લેવાની મિશ્ર તૈયારીઓ સાથે, બર્નહામ ઇંગ્લેન્ડમાં ટોપ પોસ્ટ પર પહોંચશે. તેઓ લેબર પાર્ટી સાથે ૨૦ વર્ષથી જોડાયેલા રહ્યા છે તેઓ પાર્ટીના એક પછી એક પગથિયા ચડતા ગયા તેઓ સંસદમાં ચૂંટાઈ આવ્યા.
કીર સ્ટારમેરનું ત્યાગપત્ર જ આંચકાજનક બની રહ્યું છે તે પાછળનું સાચું કારણ કદાચ પછીથી જાણવા મળશે પરંતુ સ્ટારમેરે પોતાનું ત્યાગપત્ર આપ્યા પછી પત્રકારોને કહ્યું હતું કે, તેઓએ પોતાના અંગત કારણોસર જ ત્યાગપત્ર આપ્યું છે.
એન્ડી બર્નહામ હજી સાંસદ તરીકે શપથ પણ લીધા ન હતા ત્યાં જ લેબર પાર્ટીએ તેઓને નેતા તરીકે ચૂંટી કાઢ્યા હતા. શપથવિધિ પછી તેઓ વડાપ્રધાનપદે આવશે. આગામી સોમવારે તેઓ બ્રિટનના ૫૯મા વડાપ્રધાન બની રહેશે.
માન્ચેસ્ટર ન્યૂઝ સાઇટ 'ધી મિલ'ના સ્થાપક ભારતવંશીય જોષી હરમાને બર્નહામ ઉપર છેલ્લા ૨૦ વર્ષથી 'નજર' રાખી રહ્યા છે. તેઓએ કહ્યું હતું કે, 'બર્નહામ વડાપ્રધાન બનશે તો અનેક લોકોની આશાઓ ઊંચી અને ઊંચી જતી રહેશે.'
બર્નહામ લીવરપુલમાં જન્મ્યા પરંતુ માન્ચેટરમાં પોતાની કારકિર્દી શરુ કરી હતી. તેમના પિતા ટેલિકોમ એન્જિનિયર હતા તેમના માતુશ્રી એક રિસેપ્સનિસ્ટ હતા. તેઓ એક કેથોલિક કુટુંબમાં ઉછર્યા તેઓએ કહ્યું હતું કે, 'હું કૈં બહુ ધાર્મિક નથી પરંતુ ધર્મને આદર આપું છું તે પ્રમાણે અનુસરૂ પણ છું.' બર્નહામ અને તેમના ભાઈઓએ પ્રતિષ્ઠિત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું છે. ગ્રેજ્યુએટ થયા પછી પત્રકાર તરીકે પણ કામ કર્યું. ટૉની બ્લેર અને ગોર્ડન બ્રાઉનની સરકારોમાં હતા. બ્રાઉન કેબિનેટમાં ૨૦૦૭થી ૨૦૧૦ સુધી તે ટ્રેઝરી સેક્રેટરી, કલ્ચરલ સેક્રેટરી તરીકે અને હેલ્થ સેક્રેટરી તરીકે કાર્યરત હતા.









