World

યુક્રેન યુદ્ધ વચ્ચે પોલેન્ડમાં ઘૂસ્યું રશિયન સૈન્ય હેલિકોપ્ટર, યુરોપીયન દેશોમાં વધ્યું ટેન્શન

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
પોલેન્ડે બુધવારે જણાવ્યું કે, રશિયન સૈન્ય MI-8 હેલિકોપ્ટર ક્ષણભર માટે તેમના હવાઈ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી હતી. કાલિનિનગ્રાડથી આવેલું આ હેલિકોપ્ટર 42 સેકન્ડ સુધી 300 મીટર અંદર ઘૂસ્યું હતું. પોલિશ આર્મી ઓપરેશનલ કમાન્ડે તાત્કાલિક ફાઈટર જેટ્સ રવાના કર્યા. આ ઘટના રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પોલેન્ડની હવાઈ સુરક્ષા ચકાસવાનો પ્રયાસ હોવાનું મનાય છે, જેનાથી તણાવ વધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુક્રેન યુદ્ધ વચ્ચે પોલેન્ડમાં ઘૂસ્યું રશિયન સૈન્ય હેલિકોપ્ટર, યુરોપીયન દેશોમાં વધ્યું ટેન્શન

Russian Military Helicopter Poland Airspace: પોલેન્ડે બુધવારે એક ચોંકાવનારા સમાચાર આપ્યા છે. રશિયન સૈન્ય હેલિકોપ્ટરે ક્ષણભર માટે તેમના હવાઈ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી હતી. આ ઘટના કાલિનિનગ્રાડથી બની હતી, જે રશિયાનો અલગ વિસ્તાર છે. પોલિશ આર્મી ઓપરેશનલ કમાન્ડે જણાવ્યું કે, આ MI-8 હેલિકોપ્ટર માત્ર 42 સેકન્ડ માટે પોલિશ હવાઈ વિસ્તારમાં રહ્યું અને મહત્તમ 300 મીટર અંદર સુધી આવ્યું હતું. ઘટનાનું સ્વરૂપ જોતાં લાગે છે કે, રશિયા ફરી એકવાર પોલેન્ડની હવાઈ સુરક્ષાની તૈયારીઓ ચકાસી રહ્યું છે.

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે વધતી સતર્કતા

રશિયન હેલિકોપ્ટરના ઘૂસ્યા બાદ પોલિશ સેનાએ તાત્કાલિક ફાઈટર જેટ્સ રવાના કર્યા હતા. જમીન પર પણ સુરક્ષા દળો સ્ટેન્ડબાય રહ્યા હતા. આ નાની લાગતી ઘટના સમગ્ર વિસ્તારમાં તણાવ વધારી રહી છે. પોલેન્ડ પહેલેથી જ રશિયા-યુક્રેન યુદ્ધને લઈને હાઈ એલર્ટ પર છે. કોઈ પણ ઘૂસણખોરી, પછી તે ગમે તેટલી નાની હોય, યુરોપીયન દેશો માટે ગંભીર માનવામાં આવે છે. સેનાનું કહેવું છે કે, આવી ઘટનાઓ વારંવાર બની રહી છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે, રશિયા પાડોશી દેશોની પ્રતિક્રિયા ચકાસી રહ્યું છે.

પોલેન્ડ પણ જવાબ આપવા તૈયાર

ઘટના બાદ તુરંત જ પોલિશ વાયુસેના સક્રિય થઈ ગઈ હતી. જેટ વિમાનોએ હવામાં ઉડાન ભરી અને સમગ્ર વિસ્તારનું મોનિટરિંગ ઝડપી બનાવ્યું. સેનાએ સોશિયલ મીડિયા પર સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, સુરક્ષા દળોએ તાત્કાલિક જવાબ આપ્યો છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે, પોલેન્ડની તૈયારીઓ મજબૂત છે.

યુરોપના અનેક દેશો આ ઘટનાને લઈને ચિંતિત છે. નાટો (NATO) સીમા પાસે આવી નાની-નાની ઘટનાઓ તણાવ વધારતી રહે છે. પોલેન્ડ આ પહેલા પણ રશિયન ડ્રોન કે વિમાનોની ઘૂસણખોરી અંગે ફરિયાદો કરી ચૂક્યું છે. આ વખતે હેલિકોપ્ટરની એન્ટ્રીએ ફરી એકવાર સુરક્ષા ચિંતાઓ સપાટી પર લાવી દીધી છે.