નેપાળ ત્રાસદી વચ્ચે ચીન અસલ જાણકારી છુપાવી રહ્યું છે, તિબેટીયનોના મોઢે પણ તાળા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nepal Flash Floods: નેપાળમાં તાજેતરમાં સર્જાયેલી ભીષણ પૂર હોનારતના કારણે મૃત્યુઆંક વધીને 579 થઈ ગયો છે, જ્યારે દુર્ઘટનાનો ભોગ બનેલા લગભગ 2 હજાર લોકો વિશે કોઈ માહિતી નથી મળી શકી. ભારતના પણ સેંકડો લોકો સાથે સંપર્ક નથી થઈ રહ્યો. આ ત્રાસદી ચીન તરફથી જ આવી હતી, પરંતુ ચીને અત્યાર સુધી માત્ર 5 લોકોના મોત થયા હોવાનું જણાવ્યું છે. ચીન ત્રાસદી કરતાં વધુ માહિતી પર નિયંત્રણ કરી રહ્યું છે. તેણે અત્યાર સુધી માત્ર પાંચ લોકોના જ મોતની વાત કહી છે. તે મૃતકોનો સાચો આંકડો પણ જાહેર નથી કરી રહ્યું. જ્યારે નેપાળમાં થયેલી તબાહી પરથી અંદાજ લગાવી શકાય છે કે ચીનમાં પણ આ પ્રકારનો જ વિનાશ થયો હશે.
નેપાળ ત્રાસદી વચ્ચે ચીન અસલ જાણકારી છુપાવી રહ્યું
એક અહેવાલ પ્રમાણે ચીનનું મીડિયા પણ આ તારાજી અંગે મૌન છે. કેટલાક લોકો જો ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવા જાય છે તો તેઓ ત્યાંના લોકો અને પીડિતો સાથે વાત નથી કરતા. રિપોર્ટર પોતે જ પોતાની વાત કરે છે અને ચીનના પ્રયાસોના વખાણ કરે છે. જ્યારે સામાન્ય લોકો સાથે કોઈ વાતચીત કરવામાં નથી આવતી. આમ ચીન સમગ્ર માહિતી પર નિયંત્રણ કરી રહ્યું છે.
પત્રકારો સાથે વાત પણ નથી કરી શકતા તિબેટીયનો
તમને જણાવી દઈએ કે, ચીન તિબેટ પર પોતાનો દાવો કરે છે, જ્યારે તિબેટના લોકો પોતાની સ્વાયત્તતા અને સ્વતંત્રતાની માગ કરી રહ્યા છે. તિબેટમાં કોઈ આંતરરાષ્ટ્રીય રિપોર્ટરને જવાની પરવાનગી નથી. તો બીજી તરફ પત્રકારો સાથે વાત કરવા બદલ તિબેટના લોકોને સજા આપવામાં આવે છે. તિબેટમાં ભાષા અને સંસ્કૃતિ પર હુમલો કરવા બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનની નિંદા થાય છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ચીને રાહત-બચાવ ટીમ રવાના તો કરી પરંતુ એ ન જણાવ્યું કે તેઓ ત્યાં શું કરી રહ્યા છે. ચીનના મીડિયાએ એટલું ચોક્કસ બતાવ્યું હતું કે રાહત-બચાવ કામગીરી માટે શી જિનપિંગે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. જ્યારે પ્રીમિયર લી કિયાંગે પ્રભાવિત વિસ્તારની મુલાકાત પણ લીધી હતી.
ગ્લેશિયરો પર નજર રાખી રહ્યા છે અધિકારીઓ
નેપાળના હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે, તેઓ હવે વધુ બે ગ્લેશિયરો પર નજર રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ગ્લેશિયર એ જ ગ્લેશિયરની નજીક છે જે તૂટવાથી બુધવારે ભયાનક પૂર આવ્યું હતું.
4,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા
'નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ઍન્ડ મેનેજમેન્ટ ઑથોરિટી'ના તાજેતરના અપડેટ પ્રમાણે રાહત અને બચાવ કામગીરી વચ્ચે અત્યાર સુધીમાં લગભગ 4,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જોકે ગુમ થયેલા લોકોની સંખ્યા સતત વધી રહી છે અને તાજેતરના આંકડા પ્રમાણે 1,924 લોકો હજુ પણ ગુમ છે. શોધ અને બચાવ અભિયાનને ઝડપી બનાવવા માટે નેપાળી સેના, પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળના 15,000થી વધુ સુરક્ષાકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે. ગુમ લોકોમાં વિદેશી નાગરિકોની સંખ્યાને લઈને અલગ-અલગ આંકડા સામે આવ્યા છે.
એક સરકારી અહેવાલ પ્રમાણે ગુમ થયેલા લોકોમાં 517 વિદેશી નાગરિકો અને હાઇડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ્સમાં કાર્યરત કર્મચારીઓ સામેલ છે. આ અગાઉ નેપાળ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં ગુમ થયેલા વિદેશી નાગરિકોની સંખ્યા 575 બતાવવામાં આવી હતી, જેમાં 36 દેશોના નાગરિકો સામેલ છે. પોલીસ ડેટા પ્રમાણે ગુમ વિદેશીઓમાં 65 અમેરિકી, 62 યુક્રેની અને 33 બ્રિટિશ નાગરિકો પણ સામેલ છે. આ ઉપરાંત, પ્રભાવિત વિસ્તારોમાંથી 149 નેપાળી પ્રવાસીઓ અને 1,407 સ્થાનિક નાગરિકો પણ ગુમ થયા હોવાની માહિતી મળી રહી છે. તંત્ર અને સુરક્ષા દળોએ પ્રભાવિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે.




