યુ.એસ. H-1B વિઝા વિવાદ વચ્ચે જર્મનીએ કુશળ ભારતીયોને સ્થિરતા-કારકિર્દી-વિકાસની ખાતરી આપી

- ટ્રમ્પે H-1B વિઝા ધારકો માટે કેટલાક કઠોર નિયમનો લગાડયા ઉપરાંત ૧ લાખ ડોલરની ફી લગાડતાં અમેરિકામાં ભારતીયો માટે નોકરીની તકો ઘટી ગઈ
નવી દિલ્હી : ટ્રમ્પે H-1B વિઝા ધારક ભારતીયો ઉપર કઠોર નિયમનો લાદવા ઉપરાંત વર્ક-વિઝા-ફીમાં એકાએક વધારો કરતાં, ટેકનોલોજી, આઈ.ટી. ક્ષેત્ર સહિત અન્ય બહુવિધ ક્ષેત્રોમાં જોબ ઓપર્ચ્યુનીટીઝ ઘટી ગઈ છે. તેવે સમયે ભારત સ્થિત જર્મનીના રાજદૂતે એક નોંધપાત્ર જાહેરનામું પ્રસિદ્ધ કરી ભારતીય કૌશલ્યકારોને જર્મનીમાં આવવા આમંત્રણ આપ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, 'જર્મની સ્થિર-વસાહતી-નીતિઓને અનુસરે છે, અને બહુવિધ રોજગારીની તકો ખુલ્લી મુકવા તૈયાર છે. આઈટી ક્ષેત્ર, મેનેજમેન્ટ, વિજ્ઞાાન અને ટેકનોલોજી ક્ષેત્રે જર્મનીમાં ઘણી તકો રહેલી છે. આથી તમો જર્મની આવવાનો માર્ગ શોધો અને તમારી કારકિર્દી ઉજ્જવળ કરો.'
આ સાથે 'x' ઉપર કરેલા પોસ્ટમાં તેઓએ 'ટ' યુઝર્સને જર્મનીમાં ક્યાં ક્ષેત્રમાં કેટલી તકો રહેલી છે, તેની પણ વિગતો રજૂ કરી હતી.
આ તબક્કે તે ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ વહીવટી તંત્રે કેટલાક કઠોર નિયમનો મુક્યા પછીએ H-1B વિઝા ધારકો ઉપર ડોલર ૧ લાખની ફી ફટકારી દીધી છે તે સમગ્ર નિયમો વિષેની વિગતો નીચે પ્રમાણે છે.
* ધી યુ.એસ. ડીપાર્ટમેન્ટ ઓફ હોમ લેન્ડ સિક્યુરિટી (ડીએચએસ) દ્વારા H-1B વિઝા સીલેકશન પ્રોસેસ કડક બનાવ્યો છે જે અમેરિકાનાં યુ.એસ. સીટીઝનશીપ એન્ડ ઈમીગ્રેશન સર્વિસીઝ (યુ.એસ.સી.આઈ.એસ) હસ્તક રહેશે.
* ઉચ્ચ કૌશલ્ય ધરાવતી અને મોટા પગારો વાળી નોકરીઓમાં વિદેશીઓ માટે 'વેટેડ સીલેકશન સીસ્ટીમ' (તોળી-જોખીને કરાવી પસંદગી) પદ્ધતિ અપનાવવા સૂચન કરાયું છે.
* આ પાછળ હેતુ અમેરિકન કર્મચારીઓને અન્યાયી સ્પર્ધામાંથી રક્ષણ આપવાનો છે. દરેક ક્ષેત્રમાં દરેક સ્તરે એમ્પ્લોયરે (નોકરીએ રાખનારે) બરોબર તપાસીને જ H-1B વિઝા ધારકને નોકરી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
* વિઝા-લોટરી-સીસ્ટીમથી આપવામાં આવે છે, જેમાં વર્ષે ૮૫,૦૦૦ની ટોચ-મર્યાદા છે.
* જો એપ્લીકેશન આ લિમિટથી વધી જાય તો, કોને પસંદ કરવા (અને કોને પસંદ ન કરવા) તે નિર્ણય સહજ રીતે નોકરીએ રાખનાર હસ્તક રહેશે.
* આ નિયમનો લાદવાનો હેતુ દરેક સ્તરે એચ-૧બી વિઝા ધારકો દ્વારા અમેરિકાના વતનીઓ સાથે સ્પર્ધા રોકવાનો છે.
* H-1B વિઝા માટે ૧ લાખની ફી નક્કી કરાઈ છે જે નવા વિસા ધારકો માટે છે. જૂના એચ-૧બી વિસા ધારકોને તે લાગુ નહીં પડે કે તેના 'રીન્યુઅલ' માટે પણ તે ફી આપવી નહીં પડે.
* આ નવા સિલેકશન રૂલ્સ 'પ્રપોઝલ સ્ટેજ'માં જ છે તે ૨૦૨૬થી લોટરી-રજીસ્ટ્રેશન પીરીયડથી લાગુ પડશે.
* દર વર્ષે ૬૬,૦૦૦ એચ-૧-બી વિઝા આપવામાં આવે છે. ઉપરાંત એડવાન્સ ડીગ્રી હોલ્ડર્સ માટે બીજા ૨૦,૦૦૦ વિસા છે.
* ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૧૭થી ૨૦૨૧નાં તેમના શાસનકાળ દરમિયાન જ એચ-૧બી વિસા નિયમોમાં સુધારા કરવા વિચાર્યું હતું પરંતુ તેનો અમલ કરી શક્યા ન હતા.
* જો બાઇડેને એચ-૧બી વિઝામાં સુધારા કરવા ઢીલાશ રાખી હતી તેવામાં સપ્ટેમ્બર ૨૦૨૧માં કોર્ટે તેની ઉપર સ્ટે મુક્યો હતો.
* હવે ટ્રમ્પે તેમના વસાહતી કાનૂનો કઠોર કરવાનાં ભાગરૂપે આ નવી વિઝા નીતિ ઘડી છે.








