- 'ઇટ ઇઝ ઑલમોસ્ટ-''કૉન્સ્ક્રીપ્ટ'' એનેલિસ્ટ્સ
- વધી રહેલા વૈશ્વિક તણાવો વચ્ચે સેનામાં ભર્તીના નિયમો બદલાયા 18 થી 25 વર્ષના યુવાનોનું રજિસ્ટ્રેશન આપોઆપ થઈ જશે
નવી દિલ્હી : અમેરિકા તેની સેનામાં ભર્તી માટેના નિયમોમાં ભારે મોટા ફેરફારો કરી રહ્યું છે. વિયેતનામ યુદ્ધ પછી પહેલી જ વાર આટલા બધા ફેરફારો થઈ રહ્યા છે. હજી સુધી ૧૮થી ૨૫ વર્ષના દરેક યુવાનોએ પોતે હાજર થઈને સરકારી સૂચિમાં પોતાનું નામ નોંધાવવું પડતું હતું. તેને 'સિલેક્ટિવ સર્વિસ રજિસ્ટ્રેશન' કહેવાતું હવે તેવું નથી હવે રજિસ્ટ્રેશન આપોઆપ થઈ જશે. યુવાને કશું કરવાનું નહીં રહે. સરકાર જ તેનું નામ નોંધી લેશે. આ નિયમ ૨૦૨૬ના ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.
આ સિલેક્ટિવ સર્વિસ રજિસ્ટ્રેશન તેવી સૂચિ છે કે તેમાં તે યુવાનોના નામ હોય છે જેમને જરૂર પડે સેનામાં બોલાવી લેવામાં આવે. જો કે, તેમાં કોઈ જબરજસ્તી નથી પરંતુ જ્યારે દેશ ઉપર કોઈ મોટું સંકટ આવે ત્યારે તેને બોલાવી લેવાય છે આને ડ્રાફ્ટ કહેવામાં આવે છે.
૧૯૭૦ના દશકમાં વિયેતનામ યુદ્ધ સમયે ડ્રાફ્ટ (ફરજિયાત ભર્તી)નો સીધો અમલ કરાયો યુ.એસ.માં સેના 'સ્વૈચ્છિક' રહી છે પરંતુ યુવાનો માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. મેન્યુઅલ ફોર્મ ભરવાનો અંત પૂરી રીતે ઑટોમેટિક ડેટા બેઝનું નિર્માણ.
યુવાન ૧૮ વર્ષનો થાય ત્યારે ૩૦ દિવસમાં જ તેણે તેનું નામ નોંધાવવું પડતું તે ડ્રાફ્ટ વિયેતનામ યુદ્ધ સમયે લાગુ પાડવામાં આવ્યો હતો જે ૫૦ વર્ષ પહેલા લાગુ પડાયો હતો. તે પ્રમાણે ન કરવું તે કાનૂની અપરાધ મનાતો તે માટે દંડ, જેલ થાય, સરકારી નોકરીથી હાથ ધોવા પડે.
વિશ્લેષકો કહે છે કે, દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે હાથ ધરાયેલી 'કોન્સ સ્ક્રીપ્ટ' સમાન આ કાર્યવાહી છે.


