World

ઈરાન યુદ્ધમાં અમેરિકાનું મોટું નુકસાન, 81 વિમાન-ડ્રોન નષ્ટ કે ડેમેજ થતાં ટ્રમ્પનો પરસેવો છૂટ્યો

By GS Team
9 Oct 20262 mins read
TukuTouch Logo
ઈરાન-અમેરિકા યુદ્ધમાં USને મોટો ફટકો પડ્યો છે. 'કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ'ના રિપોર્ટ મુજબ, ઈરાન સાથેના સંઘર્ષમાં 81 અમેરિકન સૈન્ય વિમાનો અને ડ્રોન નષ્ટ કે ક્ષતિગ્રસ્ત થયા છે. જેમાં 45 MQ-9 રીપર ડ્રોન, 12 F-15E જેટ અને 7 KC-135 સ્ટ્રેટોટેંકરનો સમાવેશ થાય છે. આ નુકસાનને કારણે પ્રમુખ ટ્રમ્પે 3 નવેમ્બરની મિડ-ટર્મ ચૂંટણીઓ સુધી ઈરાન પર નવા હુમલા સ્થગિત કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન યુદ્ધમાં અમેરિકાનું મોટું નુકસાન, 81 વિમાન-ડ્રોન નષ્ટ કે ડેમેજ થતાં ટ્રમ્પનો પરસેવો છૂટ્યો

Iran and USA War Updates : ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધમાં યુનાઈટેડ સ્ટેટ્સ (US) ને અકલ્પનીય સૈન્ય અને નાણાકીય ફટકો પડ્યો છે. યુએસ સૈન્યના અત્યાધુનિક પ્લેન અને ડ્રોન ઈરાની સંરક્ષણ પ્રણાલી અને જવાબી કાર્યવાહીનો ભોગ બન્યા છે. યુએસ સંસદની સ્વાયત્ત સંસ્થા 'કાંગ્રેસનલ રિસર્ચ સર્વિસ' (CRS) ના તાજેતરના અપડેટેડ રિપોર્ટ અનુસાર, ઈરાન સાથેના સંઘર્ષમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 81 અમેરિકન સૈન્ય વિમાનો અને ડ્રોન કાં તો સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયા છે અથવા તો ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયા છે.

નષ્ટ થયેલા 81 સૈન્ય વિમાનોમાં કયા શસ્ત્રો સામેલ?

અમેરિકન સૈન્ય દ્વારા યુદ્ધમાં થયેલા નુકસાનની સત્તાવાર માહિતી છુપાવવામાં આવી રહી હતી, પરંતુ કાંગ્રેસનલ રિપોર્ટમાં તબાહ થયેલા હથિયારોનું સંપૂર્ણ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. 81 વિમાનોના આંકડામાં નીચે મુજબના સૈન્ય સાધનોનો સમાવેશ થાય છે:

MQ-9 રીપર ડ્રોન: 45 અતિઆધુનિક કિલર ડ્રોન (જેમાંથી મોટાભાગના ગુપ્ત મિશનમાં તબાહ થયા).

F-15E સ્ટ્રાઈક ઈગલ જેટ: 12 આક્રમક લડાયક વિમાનો.

KC-135 સ્ટ્રેટોટેંકર: 7 હવાઈ રિફ્યુઅલિંગ (ઈંધણ ભરનારા) જહાજો.

F-35A લાઈટનિંગ II: 1 અત્યાધુનિક પાંચમી પેઢીનું સ્ટીલ્થ ફાઈટર જેટ.

ઉલ્લેખનીય છે કે, ઈરાનમાં કટોકટી વખતે બે અમેરિકન પાયલટોને રેસ્ક્યૂ કરવા માટે મોકલવામાં આવેલા ખાસ મિશન દરમિયાન પણ કેટલાક વિમાનો નષ્ટ થયા હતા, જે બાબત સેનાએ સ્વીકારવી પડી હતી.

મિડ-ટર્મ ઈલેક્શન સુધી ટ્રમ્પે હુમલા સ્થગિત કર્યા

બીજી તરફ, આટલા મોટા સૈન્ય નુકસાન અને દેશમાં વધતા રાજકીય દબાણ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો રાજકીય નિર્ણય લીધો છે. ટ્રમ્પે ગુરુવારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે, અમેરિકામાં આગામી 3 નવેમ્બરે યોજાનારી મિડ-ટર્મ (મધ્યાવધિ) ચૂંટણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ ઈરાન પર કોઈ નવા સૈન્ય હુમલાનો આદેશ આપશે નહીં. રિપબ્લિકન પાર્ટીના પ્રચાર દરમિયાન ટ્રમ્પે અગાઉ મોટા હુમલાના સંકેત આપ્યા હતા, પરંતુ સતત તબાહ થઈ રહેલા યુએસ એરફોર્સના પ્લેનો અને ડ્રોનોના કારણે હાલ પૂરતી તેમણે યુદ્ધવિરામ જેવી સ્થિતિ પસંદ કરી છે.