અમેરિકાનું દેવું પહેલીવાર 40 લાખ કરોડ ડૉલરથી વધ્યું કારણ માત્ર 'ટ્રમ્પ ટેરિફ' કે મધ્યપૂર્વ યુદ્ધ નથી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વૉશિંગ્ટન : વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર અત્યારે સૌથી મોટા દેવામાં ડૂબી ગયું છે તેની ઉપર ૪૦ લાખ કરોડ ડૉલરથી વધુ દેવું છે. તેનો કુલ સરકારી ખર્ચ તે આંકડાથી પણ વધી ગયો છે તેટલું જ નહીં પરંતુ તે પહેલા કરાયેલા અનુમાનોને પણ વટાવી ગયો છે. તે માટે ટ્રમ્પની ટેરીફ નીતિની પણ અસર માનવામાં આવે છે. સાથે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાને ટ્રમ્પે ધકેલી દીધું તે પણ એક કારણ માનવામાં આવે છે. પરંતુ આ બે કારણો જ પૂરતા નથી. અન્ય કારણો પણ છે મંગળવારે પ્રસિદ્ધ કરાયેલા આંકડા પ્રમાણે અમેરિકાનો કુલ સરકારી ખર્ચ ૪૦.૦૫ લાખ કરોડ થઈ ગયો છે. અમેરિકાના વિત્ત વિભાગે આ આંકડા બુધવારે સાંજે (અમેરિકી સમય પ્રમાણે) પ્રસિદ્ધ કર્યા હતા.
પૂર્વે તેવો અંદાજ સંસદીય બજેટ કાર્યાલયે આપ્યો હતો કે, ૨૦૨૬ના અંત સુધીમાં કુલ ખર્ચ ૩૯.૪ લાખ કરોડ ડૉલર જેટલો થશે પરંતુ અત્યારે જ તે ખર્ચ અનુમાનથી ઘણો આગળ નીકળી ગયો છે.
બીજી તરફ ૨૦૦૭ પછી વ્યાજદર સૌથી ઉંચા સ્તરે પહોંચ્યું છે. તેનું એક કારણ ઇરાન યુદ્ધને લીધે વધતી મોંઘવારી તો છે જ અને તેથી અમેરિકાની સરકારને આપવું પડતું વ્યાજ છે. ૨૦૦૦ની આર્થિક મંદી પછી આ વ્યાજદર સૌથી ઊંચા સ્તરનો છે.
મહત્ત્વનું કારણ તે કે અમેરિકી સરકાર જેટલા પૈસા કમાય છે તેથી ખર્ચ વધુ કરે છે. જ્યારે યુદ્ધ ન હતું ત્યારે શાંતિના સમયમાં પણ દર વર્ષે ૨ લાખ કરોડની ખાદ્યમાં રહેતી હતી. તે કુલ જીડીપીના ૩થી ૪ ટકા સુધી વધે ત્યાં સુધી પરિસ્થિતિ સાનુકૂળ ગણી શકાય પરંતુ હવે સરકારી ખાધ વાર્ષિક ૬થી ૭ ટકા પહોંચી છે.









