અમેરિકા AMRAAM મિસાઇલ્સ નહીં આપે : ડોનાલ્ડ ટ્રમ્પે સખતનો ઝટકો આપ્યો

- પાકિસ્તાનને ચીન પરસ્તી ભારે પડી
- AIM-120 AMRAAM મિસાઇલ્સ હવામાંથી હવામાં સુપર સોનિક ઝડપે અચૂક પ્રહાર કરવાની શક્તિ ધરાવે છે
વોશિંગ્ટન : પાકિસ્તાનને તેની ચીન પરસ્તી ભારે પડી છે. એક તરફ તાઇવાન ઉપર ચીન હુમલો કરવાની તૈયારીઓ કરી રહ્યું છે ત્યારે અમેરિકાનાં તે કટ્ટર વિરોધી દેશ સાથે તે ભાઈબંધી કરી રહ્યું હોવાના આધારભૂત સમાચારોથી અમેરિકા અજ્ઞાાન હોવાનું કોઈ કારણ જ નથી તે સંયોગોમાં પેન્ટાગોને પાકિસ્તાનને AIEM-120 AMR AAM મિસાઇલ્સ નહીં આપવાના કરેલા નિર્ણયને પ્રમુખ ટ્રમ્પે બહાર રાખ્યો છે.
સાથે ઉલ્લેખનીય તો તે છે કે, શસ્ત્રો ખરીદનારાઓની યાદીમાંથી પેન્ટાગોને પાકિસ્તાનને બાકાત રાખ્યું છે.
તે પૈકી AIM-૧૨૦, AMRAAM મિસાઇલ્સ છે જે હવામાંથી હવામાં સુપર સોનિક સ્પીડે હુમલો કરવાની અને અચૂક નિશાન પાડવાની ક્ષમતા ધરાવે છે.
તાજેતરમાં જ ધી એક્સપ્રેસ ટ્રિબ્યુને જણાવ્યું હતું કે પહેલાં ડીપાર્ટમેન્ટ ઓફ ડીફેન્સ કહેવાતા અમેરિકાના તે સંરક્ષણ વિભાગનું નામ બદલીને 'ડીપાર્ટમેન્ટ ઓફ વોર' (ડીઓડબલ્યું) રાખ્યું છે. તેણે પૂર્વે વહેતા થયેલા તેવા સમાચારો કે જેમાં અમેરિકા શરીફને AIM-AMRAAM આપશે તેમ કહેવાયું હું તે સમાચારોને પેન્ટાગોને ખોટા કહ્યાં છે.
ટૂંકમાં મૂળભૂત રીતે ભારતને જ નિશાન બનાવવાના હેતુથી મિસાઇલ્સ ખરીદવાની પાકની નાપાક યોજના પડી ભાંગી છે.
આ મિસાઇલ્સ હ્યુજીસ એરક્રાફટ કંપની અને રશિયાને કંપની સાથે મળી બનાવે છે. તેની લંબાઈ ૧૪૩.૯ ઈંચ (૩૬૬ સે.મી.) છે. લોન્ચિંગ સમયે તેનું વજન ૧૫૦.૭૫ કી.ગ્રા. હોય છે. તે હવામાંથી હવામાં ૨૦ માઇલ દૂર સુધી સુપર સોનિક સ્પીડે ૨૦ માઇલ દૂરનું નિશાન વિંધી શકે છે. તેમાં અક્ટિવ રેડાર ટર્મિનલ એટલે કે 'મિડ-કોર્સ' જોડાયેલા છે જે તેને ધાર્યી નિશાન સુધી લઈ જાય છે. તેનું પ્રાથમિક વર્ઝન તો ૧૯૯૧થી અમેરીકી સેનાને અપાઈ ગયું છે.








