World

અમેરિકા વિશ્વની રાજનીતિમા કેન્દ્ર સ્થાને રહ્યું : યુદ્ધ પણ જારી રહ્યા

By GS TEAM
25 Dec 202511 mins read
અમેરિકા વિશ્વની રાજનીતિમા કેન્દ્ર સ્થાને રહ્યું : યુદ્ધ પણ જારી રહ્યા

- 'ગેરકાયદેસર નાગરિકોને હું તેમના દેશ પરત મોકલી દઈશ' 

- ટ્રમ્પ

ટ્રમ્પ નિરાશ થયા  : વેનેઝૂલાની મારિયા મચાન્ડોને શાંતિનું નોબેલ પ્રાઇસ

સુનિતા વિલીયમ્સ સ્પેસ સ્ટેશન પરથી ૨૮૬ દિવસ પછી પરત આવ્યા અને વિશ્વએ હાશકારો અનુભવ્યો 

- ટ્રમ્પે દાવો કર્યો કે 'મેં આઠ યુદ્ધ અટકાવ્યા મને શાંતિનું નોબેલ પ્રાઈઝ આપો.' જો કે તેમનું સ્વપ્ન સાકાર નહોતું થયું 

- કેનેડા, બ્રિટન અને જાપાનને નવા વડા પ્રધાન મળ્યા : ટ્રુડો  અને શિગેરુ ઇશિબાની વિદાઈ

- યુનાઈટેડ નેશન્સ અમેરિકા તરફ્થી મળતી રુ. ૯૦૦૦ કરોડ જેટલી રકમ  બંધ થઇ જતા નાદારીના આરે

- AI ના વધતા પ્રભાવ હેઠળ અમેરિકાની ટેકનો કંપનીઓમાં હજારો એન્જીનીયરોની હકાલપટ્ટી

જાન્યુઆરી

અમેરિકાના ઇતિહાસમાં પ્રથમવાર દોષિત પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦ મી જાન્યુઆરીના રોજ ૪૭ માં રાષ્ટ્ર પ્રમુખ તરીકે શપથ લીધા. શપથ લીધાના છ કલાકમાં જ બાઈડેન સરકારના ૭૮ નિર્ણયો બદલ્યા. ટ્રમ્પે પ્રથમ દિવસે જ 'કેપિટલ રમખાણો'માં સામેલ એવા ૧૫૦૦ થી વધુ લોકોને એક સાથે માફી આપી. ટ્રમ્પના આદેશથી ૧૮૦ દેશોને પાંચ લાખ કરોડની સહાય બંધ, ભારતની પણ ૧૩૦૦ કરોડની સહાય અટકી.

 ઇઝરાયલ-હમાસ વચ્ચે ચાલેલા યુધ્ધનો ૪૭૦ દિવસ પછી અંત આવ્યો. ઇઝરાયલના ઇતિહાસનું સૌથી લાંબુ યુધ્ધ રહ્યું. ૪૭૦૦૦ થી વધુ લોકોના મોત થયાં. પ્રથમ તબક્કામાં છ મહિના સીઝ ફાયર ૧૦૦૦ પેલેસ્ટિયન કેદીઓની મુક્તિ. યુધ્ધના લીધે વર્લ્ડ ટ્રેડમાં ૮ લાખ કરોડ રૂપિયાનું નુકસાન.

 કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપ્યું. ભારત વિરોધી વલણ અને કથળતી અર્થવ્યવસ્થાથી લિબરલ પાર્ટીમાં ભારે અસંતોષ સર્જાયો હતો.

 દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક એયોલ પર દેશદ્રોહના કેસ અર્થે ધરપકડ કરાઈ. દક્ષિણ કોરિયામાં પ્રથમ વખત કોઈ રાષ્ટ્રપતિની ધરપકડ કરાઈ.

 પાકિસ્તાનથી પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાનને જમીન કૌભાંડમાં ૧૪ વર્ષની જેલ. પૂર્વ પત્નીને પણ ૭ વર્ષની જેલ.

 કેલિફોર્નિયાના લોસ એન્જલ્સની આગમાં હોલીવુડના અનેક નામાંકિત હસ્તીઓના ઘર સળગીને ખાક થયાં. ગાવિકા અને અભિનેત્રી પેરિસ હિલ્ટનનું ઘર પણ ખાક થયું. ૨૫ ના મોત થયાં, ૨૩ લાખ કરોડની સંપત્તિ સ્વાહા થઈ.

 અમેરિકન સેનાનું 'બ્લેક હોક ' હેલિકોપ્ટર સાથે પેસેન્જર પ્લેન ટકરાયું. ૬૭ના મોત થયાં. જેમાં બે સ્કેટિંગના વર્લ્ડ ચેમ્પિયન પણ સામેલ.

 સ્વિત્ઝર્લેન્ડમાં નવા વર્ષથી બુરખા સામે પ્રતિબંધ.

 જર્મનીમાં હવે ગર્ભપાત માટે પણ મેટરનીટી લિવ મળશો

 અમેરિકન સિંગર ટેલર સ્વિફટ વિશ્વની પ્રથમ અબજોપતિ મહિલા સિંગર બની બાંગ્લાદેશમાં ૬ મંદિરોમાં લૂંટની સાથે બે હિન્દુઓની હત્યા કરાઈ

 aux GPT સામે ચીને ફક્ત ૬૦ લાખ ડોલરમાં Deepseek મુકાયું.

ફેબ્રુઆરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે વસાહતીઓને હાંકી કાઢવાની સૌથી મોટી ઐતિહાસિક કાર્યવાહીનો આરંભ કર્યો. અમેરિકાના સૈન્ય વિમાન C-17 ગ્લોબ માસ્ટર દ્વારા ગેરકાયદે ૨૦૫ ભારતીયોને હાથકડી પહેરાવીને અમૃતસર વિમાની મથકે મોકલ્યા. અમેરિકાએ ગ્વાટામાલ, હોન્ડુરાસ, ઇકવાડોર અને પેરૂના ગેરકાયદેસર વસાહતીઓનો દેશ નિકાલ કર્યો. ટ્રમ્પે ગોલ્ડ કાર્ડ નવી નીતિ જાહેર કરી, ૪૪ કરોડ રૂપિયાથી અમેરિકન નાગરિકત્વ મેળવી શકાશે. ટ્રમ્પની કાર્યવાહીથી USAID ના ૨૦૦૦ કર્મચારીઓને છૂટા કરાયા ભારતીય મૂળના ગુજરાતી કાશ પટેલ એ FBI ના વડા તરીકે ભગવદ્ગીતા પર હાથમૂકીને શપથ લીધા.

 અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સે ૬૨ કલાક અને ૬ મિનિટ સ્પેસ વર્ક કરીને રોકોર્ડ નોંધાવ્યો.

 કેનાડાએ અમેરિકા પર ૨૫% ટેરિફ ઝીંક્યો. અમેરિકન બ્રાન્ડનો દારૂ સ્ટોર્સમાંથી હટાવ્યો.

 વોલમાર્ટની એલિસ વોલ્ટન ૧૧૨.૫ અબજ ડોલરની સંપત્તિથી વિશ્વની સૌથી ધનિક મહિમા બની.

 હવે એવરેસ્ટ પર સોલો અભિયાન પર પ્રતિબંધ. દરેક બે કલાઈમ્બર્સ માટે એક ગાઈડ ફરજીયાત. એવરેસ્ટ સર કરવાની ફી નવમાંથી બાર લાખ ફી કરાઈ.

 ટ્રમ્પની ઇમિગ્રેશન પોલિસી, ટ્રાન્સર્જન્ડર રાઈટસ પરના નિયંત્રણો અને ગાઝા પટ્ટીમાંથી પેલોસ્ટાઈનીઓને હાંકી કાઢવાની અમેરિકાના વિવિધ શહેરોમાં ટીકા થઈ.

 ઇઝરાયલ-હમાસ યુધ્ધથી વિસ્થાપિત થયેલ ૨૩ લાખ પેલેસ્ટિનિયન, ગાઝામાં ૭૦૦૦૦ના મોત, ૧૩૦૦૦ બોળકોના મોત, ૯૧% લોકો ભૂખમરામાં સપડાયા.

માર્ચ

 અવકાશ પરી સુનિતા વિલિયમ્સ અને ત્રણ સહ અવકાશયાત્રીઓ ૨૮૬ દિવસ પછી ૧૯ મી માર્ચની વહેલી સવારે મસ્કના સ્પેસ એક્સના સ્પેસક્રાસ્ટ 'ડ્રેગન' દ્વારા ફલોરિડાના સમુદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું. નવ દિવસ માટે ગયેલ, પરત ફરવામાં ટેકનિકલ મુશ્કેલી ઉભી થતાં નવ મહિને પરત ફર્યા.

 મ્યાનમાર-થાઈલેન્ડમાં ૯.૯ની તીવ્રતાવાળો ભયંકર ભૂકંપ આવ્યો. મ્યાનમારમાં ભૂકંપથી ૧૭૦૦ થી વધુના મોત થયા. 

 પાકિસ્તાનમાં જાફર એકસપ્રેસ ટ્રેન ૧૦૦ જેટલા બ્લૂચ આર્મીના હુમલાથી હાઈજેક થઈ. ૫૦૦ પ્રવાસીઓ હતા. ૧૫૦ જવાનો બંધક, ૨૦ ને ઠાર માર્યા. હાઈજેક કરાયેલ ટ્રેનના મુસાફરોનો છૂટકારો થયો.

 કેનેડામાં સતત ૧૦ વર્ષ સુધી વડાપ્રધાન પદે રહેનાર જસ્ટિન ટ્રુડોએ વડાપ્રધાન અને સાંસદના પદેથી રાજુનામું આપ્યું. માર્કકાર્ની નવા વડાપ્રધાન બન્યાં.

  ટ્રમ્પે યુરોપિયન યુનિયન પર ૧૦% થી ૨૫% ચીન પર ૨૦% કેનેડા- મેક્સિકો પર ૨૫.૨૫% ટેરિફ નાંખ્યો.

 રશિયા સામેના યુધ્ધ મોરચે ઝેલેન્સ્કીને યુરોપનું સમર્થન મળ્યું.

 નેપાળમાં રાજાશાહી માટે કાઠમંડુમાં વિશાળ દેખાવો, ચૂંટાયેલી સરકાર વારંવાર નિષ્ફળ જાય છે. ૧૭ વર્ષમાં ૧૪ વાર વડાપ્રધાન બદલાયા. ટ્રમ્પનો હૂતીઓ પર સૌથી મોટો હવાઈ હૂમલો ૩૧ ના મોત થયાં.

એપ્રિલ

 અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની બીજી ઇનિગંસના ૧૦૦ દિવસ પૂર્ણ થયાં. રેકોર્ડ ૧૪૦ એક્ઝીક્યુટીવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. ૨.૫ લાખ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢ્યા. ટેરિફથી ૧૭૦ લાખ કરોડની કમાણી. ૭૫ દેશોમાં ટેરિફની અસર. ટેરિફ વિરૂદ્ધ કોર્ટમાં જનાર કેલિફોર્નિયા પ્રથમ રાજ્ય બન્યું. ટ્રમ્પ સરકારે નવું OPT બિલ રજુ કર્યુ. ટ્રમ્પે ૯૦ દિવસ માટે ટેરિફ મોકુફ રાખવાની જાહેરાત કરી. ટ્રમ્પે કહ્યું, ટેરિફથી એટલી કમાણી થશે કે લોકોએ ઇન્કમટેક્સ ભરવો નહીં પડે ! હાર્વર્ડ યુનિવર્સિટી સામે નારાજ ટ્રમ્પે ૧૯,૦૦૦ કરોડનું ફંડ અટકાવ્યું. ૩૦ યુનિવર્સિટીઓનો ૧૦,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓને એડમિશન આપવાનો ઇન્કાર.

 કેનેડાની સંસદીય ચૂંટણીઓમાં માર્ક કર્નીની લિબરલ પાર્ટી ઇતિહાસ રચ્યો. લિબરલ પાર્ટીનો ઐતિહાસિક વિજય.

 કેથલિક ઇસાઈના સૌથી મોટા ધર્મગુરૂ અને ૧૩૦૦ વર્ષમાં પહેલાં બિન યુરોપિયન પોપ ફ્રાન્સિસનું ૮૮ વર્ષની વયે અવસાન થયું.

 બાંગ્લાદેશમાં ઇસ્લામિક સરકાર અને શરિયા લાગુ કરવા માટે કટ્ટરપંથીઓ મેદાને પડયા.

 મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક ૨૭૦૦નો થયો.

મે

 પાકિસ્તાનમાં બલૂચ બળવાખોરોએ પાકિસ્તાનના ૧૫ જવાનોને ફૂંકી માર્યા, પાક સેનાની કમર તોડી નાંખી, ૬૦ સ્થળો પર હુમલાઓ કર્યા. હુમલા બાદ પાક સેના બંકરોમાં છુપાઈ ગઈ. પાક અને તાલિબાન વચ્ચે અથડામણ, ૨.૫ લાખથી વધુ લોકોને ઘર છોડવા આદેશ.

 ઓસ્ટ્રેલિયામાં ચૂંટણીમાં લેબર પાર્ટીનો વિજય થયો. અલ્બેનીઝ ૨૧ વર્ષમાં બીજી વખત વડાપ્રધાન બનનાર પ્રથમ નેતા બન્યા.

 બ્રિટનની સ્થાનિક ચૂંટણીમાં કટ્ટરપંથી નેતા ફરાઝની પાર્ટીની આંધી, સત્તા પક્ષ લેબર પાર્ટી ધરાશાઈ. સુનકની કન્ઝર્વેટીવ પાર્ટી દ્વિતીય ક્રમે રહી.

 યુરોપમાં વિજય દિવસની ૮૦ મી વર્ષગાંઠની ઉજવણી. બકિંગહામ પેલેસ પાસે હજારો લોકો ઉમટયા.

 ટ્રમ્પે ૯૦૦૦ કરોડ રૂપિયા રોકતા UN નાદારીના આરે. UN ૩૦૦૦ કર્મીઓની છટણી કરશે. પાંચ મહિનાનો પગાર આપવો બાકી છે.

 ટ્રમ્પનું ગોલ્ડ કાર્ડ ફ્લોપ, ૩ મહિનામાં માત્ર ૧૦૦૦ લોકોએ અરજી કરી.

 બાંગ્લાદેશ કૂકી ઉગ્રવાદીઓ માટે સુરક્ષિત આશ્રય સ્થાન બન્યું.

જૂન

 ઇઝરાયેલ-ઇરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું. ઇઝરાયેલે ઇરાનના પરમાણુ મથકો ઉડાવ્યા. આર્મી ચીફ, બે પરમાણુ વિજ્ઞાાનીનું મોત થયું. ઇઝરાયેલના ૨૦૦ જેટલા જેટ પ્લેને ઇરાનના ૧૦૦ જેટલા સ્થળોએ બોમ્બ મારો કરી વિનાશ સર્જ્યો. ત્રણ તેલ રિફાઈનરીને ઉડાવી દીધી. રિફાઈનરીમાં આગ લાગી. ૨૨ વર્ષ પછી અમેરિકા યુદ્ધમાં ઉતર્યું. ઇરાન પર અમેરિકાએ ૬ B2 સ્ટીલ્થ બોમ્બરોથી ૧,૯૦ લાખ કિલોના બસ્ટર બોમ્બ ફેંક્યા. આ સામે ઇરાને, કતારમાં અમેરિકી એર બેઝ પર ૧૦ મિસાઈલથી સૈન્યો પર હુમલો કર્યો, જ્યાં ૧૦ હજાર અમેરિકી સૈનિકો તહેનાત હતા. ૩૪ વર્ષ પછી અમેરિકી સૈન્ય પર હુમલો થતાં ટ્રમ્પે ઇમરજન્સી બેઠક બોલાવી. આ પછી તરત જ મોડી રાત્રે યુદ્ધ વિરામની જાહેરાત થઈ. બાર દિવસ ચાલેલા યુદ્ધમાં ૧૦૦૦થી વધુ લોકોના મોત, ૪૭૦૦ થી વધુ ઘાયલ થયા. અમેરિકાએ થાડ મિસાઈલ સિસ્ટમ પર ૬૮૦૦ કરોડ ખર્ચ્યા.

 અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર ૧૮ મી જૂનના રોજ વ્હાઈટ હાઉસમાં લંચ પર મળ્યા, ૨૪ વર્ષ પછી કોઈ પાકિસ્તાની આર્મી ચીફ અમેરિકન પ્રમુખને મળ્યા. અમેરિકાએ પાકિસ્તાનમાં આર્મી ચીફ સૌથી વધુ મહત્વનો છે એમ સાબિત કર્યું.

 ટ્રમ્પના ગેરકાયદેસર ઇમિગ્રેશનને પકડવાના અભિયાનનો લોસ એન્જલસમાં ભારે વિરોધ. સર્વત્ર હિંસા, આગજની, ટ્રમ્પે ૨૦૦૦ સૈનિકો ઉતાર્યા. તોફાનીઓએ ૧૦૦ થી વધુ હાઈવે પર કબ્જો મેળવ્યો. કારને આગ ચાંપી. ૯૦૦ તોફાનીઓની ધરપકડ, બારેક જેટલા શહેરોમાં વિરોધની જ્વાળાઓ, ટ્રમ્પે ૪૦૦૦ નેશનલ ગાર્ડ, ૭૦૦ મરીન મોકલ્યા, આ વિરોધને શાંત પાડવા.

* યુક્રેને, રશિયામાં ૪૦૦ કિ.મિ. અંદર ઘુસીને હુમલો કર્યો. ટ્રકોમાંથી ડ્રોન છોડયા. યુક્રેને, રશિયાના ૪૦ ફાઈટર પ્લેન તોડી પાડયા. રશિયાએ ડ્રોન અને મિસાઈલથી યુક્રેન પર હુમલા કર્યા.

 બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના સામે નરસંહાર સહિત અનેક આરોપો ઘડાયા. વોરંટ જારી.

 થાઈલેન્ડના વડાપ્રધાન પટોંગટાર્ન શિનાવાત્રાના રાજીનામાની માંગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા. શિનાવાત્રાના એક કોલ લીક થવાથી આ રાજીનામા સુધીની નોબત આવી.

 ગૂગલ, એપલ અને ફેસબુકના ૧૬ અબજથી વધુ પાસવર્ડ હેક થયા. ઇન્ટરનેટ પર અત્યાર સુધીની સૌથી મોટી ડેટા ચોરી.

 ટ્રમ્પે રેકોર્ડમાંથી મહિલાઓની સિદ્ધિઓને હાંસિયામાં ધકેલી. નાસા અને પેન્ટાગોને મહિલાઓની ઐતિહાસિક સિદ્ધિઓ સંબંધિત માહિતી હટાવી.

 બ્રિટનની સિક્રેટ ઇન્ટેલિજન્ટ સર્વિસ (MI6) ના ૧૧૫ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ૪૭ વર્ષની મહિલા બ્લેઝ મેટ્રેવેલી નેતૃત્વ કરશે.

બાંગ્લાદેશમાં દુર્ગામંદિર પર બુલડોઝરના વિરોધમાં રથયાત્રાના દિવસે ભારે દેખાવો, હિન્દુ, બૌદ્ધ, ખ્રિસ્ત એકતા પરિષદે બંધનું એલાન આપ્યું.

જુલાઈ

 બ્રિટન સાથે ફ્રી ટ્રેડ કરાર પર હસ્તાક્ષર થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર એ 'ફ્રી ટ્રેડિંગ'ની જાહેરાત કરી. હવે ૯૯% ભારતીય સામાન ટેક્સ ફ્રી. બ્રિટનમાં ભારતીય કપડા પર રહેલો ૧૨% કર હવે શૂન્ય. સ્કોચ, વ્હીસ્કી અને જીન પરની આયાત ડયુટીમાં ૫૦%નો ઘટાડો.

 રશિયામાં ૮.૮ની તિવ્રતાવાળો ભૂકંપ આવ્યો. પ્રશાંત મહાસાગરમાં ૧૪ વર્ષનો સૌથી શક્તિશાળી ભૂકંપ. વિશ્વનો સૌથી છઠ્ઠો શક્તિશાળી ભૂકંપ રહ્યો.

 ઢાકાના ઉત્તર ભાગમાં દિયાબારીના માઈલ સ્ટોન સ્કુલની બિલ્ડિંગ ઉપર ફાઈટર જેટ પ્લેન ક્રેશ થયું. ચોથા-પાંચમા ધોરણના ક્લાસ પર પડયું. ૩૧ લોકોના મૃત્યુ થયાં.

 બ્રિટનમાં મતદાનની લઘુત્તમ મર્યાદા ૧૮ વર્ષથી ઘટાડીને ૧૬ વર્ષની કરાઈ.

 વિશ્વની વસ્તી ૮૨૩ કરોડની થઈ. ભારતની ૧૪૬ કરોડ.

 ઇલોન મસ્કે 'અમેરિકા પાર્ટી' સ્થાપી નવ રાજકીય પાર્ટી અમેરિકનોને બે પાર્ટી સિસ્ટમમાંથી મુક્તિ અપાવશે. અમેરિકામાં હાલમાં કુલ ૩૦ પાર્ટી છે. કુલ બેઠક ૪૩૫ છે.

 થાઈલેન્ડની બંધારણીય અદાલતે વિવાદાસ્પદ ફોન કોલ લીકેજ કેસમાં વડાપ્રધાન પિટોંગટાર્ન શિનાવાત્રાને પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા.

 યુદ્ધની વચ્ચે ઇરાને ૧૬ દિવસમાં ૫ લાખ અફઘાન નાગરિકોની દેશમાંથી હકાલપટ્ટી કરી.

 પાકિસ્તાનમાં ઓપરેશન સિંદુર પછી આતંકવાદીઓના ધ્વસ્ત થયેલા ઠેકાણાઓ પુન: શરૂ કરવા સરકારે ૧૦૦ કરોડ આપ્યા. પાકિસ્તાન સેનાએ પણ મદદ કરી.

 બે વર્ષથી ચાલી રહેલા ગાઝા યુદ્ધમાં ૬૦,૦૦૦ પેલેસ્ટિનિયનોના મોત થયા. ૯૦% વસ્તી બેઘર થઈ.

 થાઈલેન્ડ અને કંબોડિયા સરહદે ૯૦૦ વર્ષ જૂના મંદિર મુદ્દે યુદ્ધ છેડાયું, કંબોડિયાએ રોકેટમારો કર્યો ને થાઈલેન્ડે ખ-૧૬ થી બદલો લીધો.

 'વન બિગ બ્યૂટિફૂલ બિલ'થી અમેરિકામાં ૪ કરોડથી વધુ લોકો મેડિકલ યોજનામાંથી બહાર થવાનું જોખમ હોઈ વોશિંગ્ટનમાં કેપિટલ બિલ્ડિંગ સામે સ્થિત લોનમાં ૬૦ કલાક સુધી ૮૦૦૦ મીણબત્તી પ્રગટાવીને વિરોધ પ્રદર્શિત કર્યો.

 યુક્રેનમાં ત્રણ વર્ષમાં પહેલીવાર જનતા અને સૈન્યએ રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી સામે મોરચો માંડયો. ઝેલેન્સ્કીઓ ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીઓની સ્વતંત્રતાનો અંત લાવ્યા.

 તૂર્કિયેના ઇઝમિરના જંગલમાં ભીષણ આગથી એરપોર્ટ બંધ, ૫૦,૦૦૦થી વધુ લોકોને દૂર ખસેડાયા.

 ભારતીયોને UAE માં સાડા ત્રેવીસ લાખમા ગોલ્ડન વિઝા. પ્રોપર્ટી ખરીદવાની કે રોકાણની શરતો નહીં.

ઓગષ્ટ

 ટ્રમ્પ અને પુતિન વચ્ચે વાતચીત. આલાસ્કા સમિટ યોજાઈ. ૩૨૦૦૦ અમેરિકી સૈન્ય તહેનાત. સેટેલાઇટથી દેખરેખ. અલાસ્કા મંત્રણા બાદ યુરોપિય નેતા અમેરિકા પહોંચ્યા. ઝેલેન્સ્કી સાથે ચર્ચા પહેલા ટ્રમ્પે કહ્યું, નાટો સભ્ય પદ એન કીમિયા ભૂલી જાય.

 માસાન્તે મોદી ચીન ગયા. જિનપિંગે મોદીને કહ્યું 'આવો આપણે સાથે આગળ વધીએ. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષી મુલાકાત કરી. વડાપ્રધાન મોદીએ ૭ વર્ષ પછી ચીનની મુલાકાત લીધી. ચીનમાં મોદીનું રેડકાર્પેટ વેલકમ સ્વાગત થયું.'

 શ્રીલંકામાં સરકારી ભંડોળનો કથિત વ્યક્તિગત ઉપયોગ કરવાના મામલે ૭૬ વર્ષના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની ધરપકડ કરવામાં આવી. શ્રીલંકાના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ પૂર્વ રાષ્ટ્રપતિની ધરપકડ કરાઈ. તેઓ છ વખત વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે.

 ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'ભારતની ઇકોનોમી ડેડ છે.' તેમના નાણામંત્રીએ કહ્યું 'ભારત ગ્રેટ ગ્લોબલ ટ્રેડ પ્લેયર નથી.' ભારત પર ટ્રમ્પ ટેરિફ ૭ ઓગસ્ટથી ચાલુ થશે તેને કહ્યું. ટ્રમ્પનો ભારત પર ૨૫% પેનલ્ટી ટેરિફ સાથે કુલ ૫૦% ટેરિફ. રેડિમેડ કપડા પર સૌથી વધુ છે.

 યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કીએ કહ્યું. યુદ્ધનો અંત લાવવા તેઓ પોતાની જમીન છોડશે નહીં. રશિયાને જમીન આપી યુદ્ધ રોકવાની ફોર્મ્યુલા ફગાવી.

 બ્રાઝિલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટેરિફ સામે ઉગ્ર દેખાવો. ટેરિફ મુદ્દે ટ્રમ્પ સાથે ચર્ચા કરવા તૈયાર પરંતુ લોકશાહી સાથે સમાધાન નહીં.

 ક્રુડ ઓઇલમાં રશિયાની ૫% ડિસ્કાઉન્ટની જાહેરાત.

 અમેરિકામાં વિદેશી ટ્રક ડ્રાઈવરોના વિઝા પર પ્રતિબંધ.

 ઇઝરાયલના સંરક્ષણ મંત્રી કાન્ઝેએ હમાસને ખુલ્લી ધમકી આપતા કહ્યું કે હમાસ હથિયારો હેઠા મુકે. બંધકોને મુક્ત કરે. નહીંતર ગાઝાને નકશામાંથી ભૂંસી નાંખીશ.

 ટ્રમ્પના જમાઈ કુશ્નરે લાહોરમાં ક્રુડનું કાર્યાલય ખોલ્યું. ઓઇલ ટ્રેડથી પાકિસ્તાન આર્મીને ૩ લાખ કરોડ મળશે.

 દક્ષિણ સુલાવેસી પ્રાંતની રાજધાની મકાસ્સરમાં મોડી રાત્રે દેખાવકારોએ સંસદભવનને આગ ચાંપી. પ્રાંતિય સાંસદને ફૂંકી મારી દેશભરમાં દેખાવો. ૯૫૧ લોકોની ધરપકડ ૩ના મોત, ૨૫ પોલિસ ઘાયલ. લંડન મેટ્રોમાં હેડ ફોન જરૂરી. નિયમ તોડવા પર એક લાખ દંડ. સ્પેનમાં ડિજિટલ નોમ્ડ વિઝા શરૂ. ઇઝરાયલ હમાસ યુદ્ધમાં ૬૧૦૦૦ લોકો માર્યા ગયા જેમાં ૧૭૦૦૦ બાળકો છે ૫ લાખ લોકો ભૂખમરાના ભોગ બન્યાં.

સપ્ટેમ્બર

નેપાળમાં ઝેન-ઝી દ્વારા સોશિયલ ક્રાંતિ. સોશિયલ મીડિયા પર પ્રતિબંધથી યુવા વર્ગ ભડક્યો. ઝેન-ઝી ભ્રષ્ટાચાર અને સગાવાદથી કંટાળી ગઈ. ગૃહમંત્રી રમેશ લેખકે રાજીનામું આપ્યું. 

ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝી, ફ્રાન્સ-લિબિયા ફન્ડિંગ કૌભાંડમાં દોષિત, પાંચ વર્ષની સજા થઈ. ફ્રાન્સમાં સેબેસ્ટિયન લેકોર્ન નવા વડાપ્રધાન બન્યા.

ઓક્ટોબર

વેનેઝુએલાનાં વિપક્ષ નેતા અને લોકશાહી સમર્થક મારિયા કોરિના મચાડેની પસંદગી શાંતિ નોબેલ પુરસ્કાર માટે થઇ. ઇઝરાયલ હમાસ વચ્ચે શાંતિ કરાર થયા. ટ્રમ્પ પીસ પ્લાન પર મહોર. પાકિસ્તાને રેર અર્થ મિનરલ્સનો પહેલો જથ્થો અમેરિકા મોકલ્યો. 

નવેમ્બર

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને બાંગ્લાદેશની 'ઈન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલે ૈંભ્ એ માનવતા વિરૂદ્ધના અપરાધમાં દોષી ઠેરવીને 'સજા એ મોત'નો નિર્ણય સંભળાવ્યો.

ન્યૂયોર્કના છેલ્લા ૧૦૦ વર્ષમાં સૌ પ્રથમવાર ભારતીય મૂળના મુસ્લિમ યુવાન ૩૪ વર્ષના ઝોહરાન મમદાની મેયર બન્યા. બ્રાઝીલના પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોબ્સોનારો (૭૦ વર્ષ)ને સુપ્રીમ કોર્ટે ૨૦૨૨ની ચૂંટણી પછી હાર્યા છતાં સત્તામાં ટકી રહેવાના અને સરકાર પાડવાના ષડયંત્ર માટે ૨૭ વર્ષની જેલની સજા થઈ. ભારત-અમેરિકા વચ્ચે ૮૧૮.૪ કરોડના શસ્ત્ર સોદાને મંજૂરી.

ડિસેમ્બર

થાઈલેન્ડ અને કુંબોડિયા વચ્ચે ૪ મહિના પછી ફરી યુધ્ધ શરૂ થયું. પાકિસ્તાનમાં ઈમરાનખાનના જેલમાં મૃત્યુ થયું હોવાના શંકાસ્પદ સમાચારો વચ્ચે દેશ ભરમાં પ્રદર્શનો થયા. કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોએ પાકિસ્તાનના ઝંડા હાથમાં રાખી પાકિસ્તાન ઝીંદાબાદના નારા લગાવ્યા અને ભારતના વડાપ્રધાન મોદી તેમજ રક્ષામંત્રી રાજનાથના પૂતળાને હિન્દુ આંતકવાદી ગણાવ્યા.

અમેરિકામાં પ્રવેશ માટે ૯ કરોડ રૂપિયાનું ગોલ્ડ કાર્ડ લોન્ચ કરાયું. ટ્રમ્પ સરકારની જંગી H-1 B  વીઝા ફી વિરૂધ્ધ અમેરિકાના ૧૯ રાજ્યોએ કેસ કર્યા. ૮૩ લાખની ફી નો વિરોધ કરાયો.  ઓસ્ટ્રોલિયામાં ૧૬ વર્ષથી ઓછી વયના બાળકો પર સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, એકાઉન્ટ બંધ થયા. સિડનીના બોન્ડી બિચ પર બે બંદૂક ધારીએ ગોળીબાર કર્યો, જેમાં ૧૧ યહૂદી નાગરિકોના મોત થયાં. ૨૯થી વધુ ઘાયલ થયા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતની મુલાકાત લીધી.

- પ્રદીપ ત્રિવેદી

શ્રધ્ધા સુમન

જીન હેકમેન

હોલીવુડ એક્ટર

૯૧ વર્ષ

પોપ ફ્રાન્સીસ

કેથોલિક ધર્મગુરૂ

૮૮ વર્ષ

લોર્ડ મેઘનાદ દેસાઈ

અર્થશાસ્ત્રી

૮૫ વર્ષ

મારિયા પાગ્લીનો

બાર્બીડોલ ક્રીએટર

૫૨ વર્ષ

લોર્ડ સ્વરાજ પોલ

એનઆઈઆર ઉદ્યોગપતિ

૯૪ વર્ષ

જ્યોર્જિયો અરમાની

ફેશન ડિઝાઈનર

૯૨ વર્ષ

ચાર્લી કીર્ક

ટ્રમ્પ સમર્થક

૩૨ વર્ષ

ગોપીચંદ હિંદુજા

બ્રિટન સ્થિત ઉદ્યોગપતિ

૮૫ વર્ષ