World

ચીનમાં બેરિયર લેક ફાટવાનું એલર્ટ: ભારતથી કેટલી દૂર છે આ કુદરતી આફત? આગામી 72 કલાક અતિ મહત્ત્વના

By GS Team
28 Aug 20262 mins read
TukuTouch Logo
ચીનના જળ સંસાધન મંત્રાલયે છોચેન ખોલા અને પુરપુ સાંગપો નદીના સંગમ પર બનેલું બેરિયર લેક 72 કલાકમાં ફાટવાનું ઉચ્ચ જોખમ જાહેર કર્યું છે. આ કુદરતી તળાવનું પાણી નેપાળ થઈ ગંડક નદી બની ભારતમાં પ્રવેશે છે. 20 લાખ ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થયો છે, જે બિહાર-ઉત્તર પ્રદેશના નીચાણવાળા વિસ્તારોમાં પૂર લાવી શકે છે. ચીન દ્વારા સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીનમાં બેરિયર લેક ફાટવાનું એલર્ટ: ભારતથી કેટલી દૂર છે આ કુદરતી આફત? આગામી 72 કલાક અતિ મહત્ત્વના

China Nepal Barrier Lake Risk : ચીનના જળ સંસાધન મંત્રાલયે છોચેન ખોલા અને પુરપુ સાંગપો નદીઓના સંગમ પર બનેલા બેરિયર લેક (કુદરતી તળાવ) આગામી 72 કલાકમાં ફાટવાનું હાઇ રિસ્ક હોવાની ચેતવણી આપી છે. આ કુદરતી સરોવર એવા નદી તંત્ર સાથે જોડાયેલું છે. જે નેપાળના રસ્તે થઈને ગંડક નદી બની ભારતમાં પ્રવેશ કરે છે. આ કારણે નીચાણવાળા વિસ્તારો પર પૂરની સંભવિત અસર અંગે સતત નજર રાખવામાં આવી રહી છે. ચીની વિજ્ઞાનીઓ અને ઉચ્ચ અધિકારીઓ આ પરિસ્થિતિને લઈને ભારે સતર્ક બન્યા છે.

ભારતથી અંતર અને નદી તંત્રનું જોડાણ

આ બેરિયર લેક ભારતની સરહદ સાથે સીધી રીતે જોડાયેલી નથી, પરંતુ ભારતીય સરહદથી આશરે 120 થી 140 કિલોમીટર ઉત્તરમાં સ્થિત છે. જ્યારે નેપાળ-ચીન સરહદ પર આવેલા રસુવાગઢી-ગ્યિરોંગ બોર્ડર ક્રોસિંગથી તે લગભગ 18 કિલોમીટર ઉપરના ભાગમાં છે. આ વિસ્તારમાંથી નીકળતું પાણી નેપાળ થઈને ત્રિશૂલી અને નારાયણી નદી મારફતે આગળ વધે છે અને અંતે ગંડક નદી બનીને ભારતમાં બિહાર અને ઉત્તર પ્રદેશના નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશે છે.

20 લાખ ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ

હાઇડ્રોજીઓલોજિસ્ટના અંદાજ અનુસાર, આ કુદરતી તળાવમાં અત્યાર સુધીમાં આશરે 20 લાખ ક્યુબિક મીટર પાણી જમા થઈ ચૂક્યું છે અને વધુ 30 લાખ ક્યુબિક મીટર પાણી જમા થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જો પાણીનું દબાણ વધવાથી આ કુદરતી બાંધ તૂટશે તો જીએલઓએફ (GLOF) જેવી વિનાશક પરિસ્થિતિ સર્જાશે. આવી સ્થિતિમાં પૂરનું પાણી ધીમે ધીમે વધવાને બદલે અતિશય તીવ્ર ઝડપે નીચે તરફ આવશે અને પ્રવાહ સાથે મોટા પથ્થરો, માટી અને ભારે કાટમાળ વહાવી લાવશે.

image.png

અત્યંત મહત્ત્વના આગામી 72 કલાક

ચીની તંત્ર દ્વારા આ જોખમને ધ્યાનમાં રાખીને રિયલ-ટાઇમ મોનિટરિંગ અને ફ્લડ સિમ્યુલેશન શરૂ કરવામાં આવ્યું છે. જો આ બંધમાં તિરાડ પડે કે તે તૂટે તો પાણી કઈ દિશામાં અને કેટલી ઝડપથી આગળ વધશે તેની સતત ગણતરી કરવામાં આવી રહી છે. સંબંધિત દેશો સુધી ડેટા પણ પહોંચાડવામાં આવી રહ્યો છે. નેપાળમાં ભોટેકોશી નદીમાં આવેલી તાજેતરની વિનાશક હોનારત બાદ આ નવી પરિસ્થિતિએ ચિંતામાં મોટો વધારો કર્યો છે. આગામી 72 કલાક આ સરોવરની સ્થિરતા અને ભારતના સરહદી વિસ્તારોની સુરક્ષા માટે અત્યંત મહત્ત્વના રહેશે.