World

સુદાનમાં સોનાની ખાણો પર એર સ્ટ્રાઇક : 72 લોકોનાં મોત

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
ઉત્તર સુદાનમાં હવાઈ હુમલામાં 72 ખાણિયાઓના મોત થયા છે. માનવાધિકાર સંસ્થા 'ઇમરજન્સી લોયર્સ'એ આ હુમલા માટે ઇજિપ્તની એરફોર્સને જવાબદાર ઠેરવી છે. જોકે, ન્યૂઝ એજન્સીઓએ આ દાવાને સમર્થન આપ્યું નથી. સરહદ પારથી થયેલો આ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ ગણાશે. આ પ્રકારની આ બીજી ઘટના છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુદાનમાં સોનાની ખાણો પર એર સ્ટ્રાઇક : 72 લોકોનાં મોત
  • છેલ્લા કેટલાક મહિનાઓમાં આ પ્રકારની બીજી ઘટના
  • માનવાધિકાર સંસ્થા ઇમરજન્સી લોયર્સે આ હુમલા માટે ઇજિપ્તની એરફોર્સને જવાબદાર ઠેરવી

ખાર્તુમ : ઉત્તર સુદાનમાં એક હવાઇ હુમલામાં નાના પાયે માઇનિંગ કરનારા લગભગ ૭૨ લોકોનાં મોત થયા છે તેમ એક માનવાધિકાર જૂથે એક નિવેદનમાં જણાવ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં આ પ્રકારની આ બીજી ઘટના છે.
માનવાધિકાર સંસ્થા ઇમરજન્સી લોયર્સે આ હુમલા માટે ઇજિપ્તની એરફોર્સને જવાબદાર ઠેરવી છે. જો કે ન્યૂઝ એજન્સીઓએ આ દાવાને સમર્થન આપ્યું નથી.
ઇજિપ્તની સેનાએ આ ઘટના અંગે કોઇ ટિપ્પણી કરી નથી અને ઇજિપ્તનાં વિદેશ મંત્રાલયે પણ આ અંગે પૂછવામાં આવેલા પ્રશ્રનો જવાબ આપ્યો નથી. સોશિયલ મીડિયા અને સ્થાનિક અધિકાર જૂથો દ્વારા શેર કરવામાં આવેલા ફોટાઓમાં કાટમાળમાં દટાયેલા મૃતદેહો અને કફનમાં લપટાયેલા અન્ય મૃતદેહો જોવા મળી રહ્યાં છે.
જો કે ન્યૂઝ એજન્સીએ આ ફોટાઓને સમર્થન આપ્યું નથી. ઇમરજન્સી લોયર્સનાં જણાવ્યા અનુસાર સરહદ પારથી કરવામાં આવેલો આ પ્રકારનો હુમલો આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ ગણાશે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર સુદાનમાં નાના પાયે માઇનિેંગ કરનારા અને અસ્થાયી સોનાની ખાણોની સંખ્યામાં તાજેતરનાં દિવસોમાં ખૂબ જ વૃદ્ધિ જોવા મળી છે.
કારણકે દેશમાં ચાલી રહેલા સંઘર્ષે આજીવિકાનાં અન્ય સ્ત્રોતોમાં અવરોધ ઉભા કર્યા છે અને સોનું બંને પક્ષની તરફથી રોકડનો મુખ્ય સ્ત્રોત બની ગયો છે. નિષ્ણાતો અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે આ સોનાનો મોટો હિસ્સો ઇજિપ્તમાં દાણચોરી કરીને મોકલવામાં આવે છે.
સુદાનની સેના અને અર્ધસૈનિક દળની વચ્ચે યુદ્ધમાં મોટી સંખ્યામાં લોકોનાં પ્રાણ ગુમાવવાની ઘટનાઓ વધી છે કારણકે ડ્રોન યુદ્ધનો પ્રાથમિક હિસ્સો બની ગયો છે.
સંયુક્ત રાષ્ટ્રનાં જણાવ્યા અનુસાર શુક્રવારે સુદાનનાં બ્લ્યુ નાઇલ રાજ્યનાં સેના નિયંત્રિત વિસ્તારમાં એક વિસ્થાપિત શિબિર પર કરાયેલા ડ્રોન હુમલામાં ૩૧ લોકોનાં મોત થયા છે.