ઈબુક્સ માટે AI : ગૂગલ જેમિની પુસ્તકોનું વિશ્લેષણ કરી આપશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- 'એક્સપર્ટ ઈન્ટેલિજન્સ' નામનું ફીચર લોન્ચ
- યુઝર્સ બુક્સ વિશે સવાલો પૂછી શકશે : ઈન્ફોગ્રાફિક્સ, બુક સમરી, ક્વિઝ અને સ્ટડી પ્લાન તૈયાર કરી શકશે
કેલિફોર્નિયા : ડિજિટલ રીડિંગના અનુભવને વધુ આધુનિક બનાવવાના હેતુથી ગૂગલે 'એક્સપર્ટ ઈન્ટેલિજન્સ' નામનું નવું એઆઈ ફીચર રોલ આઉટ કર્યું છે. આ ફીચર ગૂગલ પ્લે બુક્સ ખરીદનારા વાચકોને તેમના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ જેમિનીને નોટબુક સાથે કનેક્ટ કરવાની તક આપે છે.
નવા ફીચરની મદદથી યુઝર્સ પોતાની ખરીદેલી ઈ-બુક્સને જેમિની નોટબુકમાં અપલોડ કરી શકશે. ત્યાર બાદ વાચકો પુસ્તકને સમજવા માટે એઆઈને સવાલો પૂછી શકશે, ઇન્ફોગ્રાફિક્સ બનાવી શકશે, ઓડિયો સમરી તૈયાર કરી શકશે અને ક્વિઝ કે સ્ટડી પ્લાન બનાવી શકશે. કોઈ મેનેજર બિઝનેસ પુસ્તકની મદદથી પોતાના પ્રોજેક્ટ માટે વ્યૂહરચના બનાવી શકે છે.વાચકો પોતાના અંગત અનુભવો કે ડાયરી સાથે સ્વાસ્થ્ય સંબંધી પુસ્તકને સાંકળીને એક્શન પ્લાન બનાવી શકે છે. કૂકિંગ બુક્સ પરથી અઠવાડિયાનું આયોજનબદ્ધ મીલ પ્લાન બનાવી શકાય છે.
ગૂગલે અગ્રણી પબ્લિશર્સ સાથે હાથ મિલાવ્યા છે. જેના કારણે વાચકોને ૧,૦૦,૦૦૦થી વધુ ઈ-બુક્સમાં આ ફીચરનો ઉપયોગ કરવા મળશે.સ્ટીવન પિંકર, માઈકલ પોલન અને જેનિફર વોલેસ જેવા ૧૫ થી વધુ પ્રખ્યાત સ્ટીલ લેખકો સાથે મળીને વિશેષ 'ફીચર્ડ નોટબુક્સ' તૈયાર કરવામાં આવી છે, જે વાચકોને મૂળ પુસ્તકની સાથે વધારાના સંશોધનો અને ોતો સમજવામાં મદદ કરશે.




