Get The App

'ઈરાન સાથે સમજૂતી લગભગ નિશ્ચિત : તે પરમાણુ શસ્ત્રો તથા યુરેનિયમ આપવા તૈયાર'

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
'ઈરાન સાથે સમજૂતી લગભગ નિશ્ચિત : તે પરમાણુ શસ્ત્રો તથા યુરેનિયમ આપવા તૈયાર' 1 - image

- અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો

- 'આ એક પેજની ઓફર નથી. ઘણી વિસ્તૃત છે' : ટ્રમ્પ 'હજી ઈરાને કોઈ આખરી નિર્ણય લીધો નથી' : ઈરાની મીડિયા

નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ સીઝ-ફાયર છતાં હોર્મુઝ થી શરૂ કરી તહેરાન સુધી હુમલા કરાવે રાખે છે. તો બીજી તરફ દાવો કરે છે કે, ઈરાન સાથે સમજૂતી લગભગ નિશ્ચિત છે. તે પરમાણુ શસ્ત્રો તથા યુરેનિયમ આપવા તૈયાર છે. સાથે તેમણે તેમ પણ કહ્યું કે, ઈરાને તંગદિલી ઘટાડવા જે પ્રસ્તાવો મોકલ્યો છે, તે માત્ર એક પેજની ઓફર નથી. ઘણી વિસ્તૃત ઓફર છે. બીજી તરફ ઈરાનનાં મીડીયાએ જણાવ્યું છે કે, પાકિસ્તાન દ્વારા અમેરિકાએ મોકલેલ ઓફર ઉપર વિચાર કરવામાં આવી રહ્યો છે.

આ સંબંધે પત્રકારોએ જ્યારે ટ્રમ્પને પૂછયું કે, એક પેજના પ્રસ્તાવ પર કોઇ વાતચીત થઇ છે ? ત્યારે પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, તે હકીકત જ ખોટી છે, પ્રસ્તાવ એક પેજનો નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે, તેની પાસે પરમાણુ શસ્ત્રો નથી. જો હશે તો તે સોંપી દેશે. સાથે ન્યૂકિલયર ડસ્ટ પણ સોંપી દેશે.

ન્યૂક્લિયર ડસ્ટનો અર્થ સમૃધ્ધ યુરેનિયમ તેવો છે. તે ભૂલવું ન જોઈએ. (સમૃધ્ધ યુરેનિયમ માટે ટ્રમ્પ વારંવાર ન્યૂકિલયર ડસ્ટ તેવો શબ્દ પ્રયોગ કરે છે.

ટ્રમ્પને વધુમાં પૂછવામાં આવ્યું કે, ઈરાની નેતૃત્વ તે શર્તો માની લે શે ? કે તેમણે માની લીધી છે. ત્યારે ટ્રમ્પે કહ્યું કે, મુખથી તો તેમણે શર્તો સ્વીકારી છે. પરંતુ પછીના દિવસે ભૂલી પણ જાય માટે લિખિત સમજૂતી જરૂરી છે.

નિરીક્ષકો કહે છે કે સંભવત: ઈરાન હવે યુધ્ધથી થાકી ગયું હશે તેમ લાગે છે. નહીં તો તુર્ત જ ઈરાન મીડીયા દ્વારા તેણે ટ્રમ્પનાં નિવેદનનો ઇન્કાર કર્યો હોત. માત્ર તેટલું જ કહ્યું છે કે તે શાંતિ-સમજૂતી પર વિચાર કરે છે. તેથી કહી શકાય કે યુધ્ધ નો અંત નજીક છે.