- પ્રમુખ ટ્રમ્પે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું, મારે હિઝબુલ્લાહ નેતાઓ સાથે ફોન ઉપર વાતચીત થઈ છે, તેઓએ ઇઝરાયેલી સૈનિકો ઉપર ગોળીબાર ન કરવા વચન આપ્યું છે
વોશિંગ્ટન : પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, મેં ઇઝરાયેલ વડાપ્રધાન નેતન્યાહૂને બૈરૂત ઉપર લશ્કરી હુમલો નહીં લઈ જવા ગંભીર રીતે કહ્યું તે પછી ઇઝરાયેલી નેતાએ તેનાં દળોને પાછાં વાળ્યાં હતાં.
સોમવારે સાંજે ટ્રૂથ સોશ્યલ ઉપર આ જાહેરાત કરી હતી.
દરમિયાન તેવા પણ સમાચારો વહેતા થયા છે કે બંને નેતાઓ (ફોન ઉપર) બહુ ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં તેમણે નેતન્યાહૂને કહ્યું હતું કે જો મેં દરમિયાનગીરી કરી ન હોત તો તમે અત્યારે સળીયા પાછળ હોત.
ઇઝરાયલના લેબેનોને ઉત્તરના હવાઈ હુમલાનો નિર્દેશ કરી તે અટકશે નહીં ત્યાં સુધી શાંતિ-મંત્રણા નહીં થાય તેવી ઈરાનની સ્પષ્ટ ધમકી પછી પ્રમુખ ટ્રમ્પે બેન્જામીન નેતાન્યાહૂને ફોન ઉપર કડક શબ્દોમાં લેબેનોનમાં લશ્કરી કાર્યવાહી નહીં કરવા જણાવ્યું હતું. તેમણે (ટ્રમ્પે) આગળ કહ્યું કે મારે હીઝબુલ્લાહના નેતાઓ સાથે ફોન ઉપર વાતચીત થઈ છે. તેમણે ઇઝરાયલની ભૂમિ ઉપર તેમજ ઇઝરાયેલી સૈનિકો ઉપર હુમલા નહીં કરવાનું વચન આપ્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પે નેતન્યાહૂને કરેલા ફોનની શરૂઆત જ અપશબ્દોથી કરી હતી. પરંતુ પછીથી નેતન્યાહૂ લેબેનોન પર હુમલો નહીં કરવા સંમત થયા હતા.
આ તબક્કે તે ઉલ્લેખનીય છે કે ઇરાન સાથેની શાંતિ મંત્રણામાં ઇઝરાયેલ દ્વારા લેબેનોન પર કરાતા હુમલા મંત્રણા આગળ ચલાવવામાં અવરોધરૂપ બની રહ્યાં હતાં.


