Get The App

ટિકટોક કંપનીનું એડવાન્સ AI મોડેલ સિડેન્સ 2.0 લોન્ચ, અદભૂત વીડિયો બનાવવામાં કરશે મદદ

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
ટિકટોક કંપનીનું એડવાન્સ AI મોડેલ સિડેન્સ 2.0 લોન્ચ, અદભૂત વીડિયો બનાવવામાં કરશે મદદ 1 - image


AI Model Cedence : ચીનની કંપનીએ જાન્યુઆરી 2025માં એઆઈ મોડલ ડીપસીક લોન્ચ કરીને સૌને ચોંકાવ્યા હતા. હવે, ટિકટોકની પેરેન્ટ કંપની બાઈટડાન્સે તેનું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વીડિયો મોડલ સિડેન્સ 2.0ને લોન્ચ કર્યું છે. આ મોડલ ચીની સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. ઘણા યુઝર્સ તેને એઆઈ સેક્ટરમાં ક્રાંતિ ગણાવી રહ્યા છે.  

સિડેન્સ 2.0 ટેકસ્ટ, એક જ ફોટો, ઓડિયો અને વીડિયો પ્રોમ્પ્ટના આધારે સિનેમેટિક સ્ટોરીલાઈન આધારિત વીડિયો જનરેટ કરી શકે છે. ચીનની નંબર-1સોશિયલ મીડિયા સાઈટ વાઈબો પર તે વાયરલ થયું છે. આ મોડલ સંબંધિત વીડિયોઝને કરોડો વ્યૂ મળ્યા છે. યુઝર્સ તેની મદદથી ક્રિએટિવ અને હાઈ-ક્વોલિટી વીડિયોઝ બનાવી રહ્યા છે. ટેસ્લાના ફાઉન્ડર ઈલોન મસ્કે પણ આ મોડલની પ્રશંસા કરી હતી. 

ડીપસિક થોડા સમયમાં તેનું નવું મોડલ લોન્ચ કરવાની છે  ત્યારે ટેક જાણકારોના મતે, સિડેન્સ 2.0 ચીન માટે ડીપસિક જેટલું જ મહત્ત્વનું સાબિત થઈ શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ મોડલ ફિલ્મ, જાહેરાત, અને ઈ-કોમર્સ જેવા સેક્ટર્સ પર ઊંડી અસર છોડશે. આ સાથે જ ડિજિટલ ન્યૂઝ પોર્ટલ પર આ મોડલ વધુ લોકપ્રિય બની શકે છે. 

વાઈબો પર વાયરલ થયેલા એક વીડિયોમાં અમેરિકન રેપર કાન્યે વેસ્ટ અને રિયાલિટી ટીવી સ્ટાર કિમ કર્દાશિયનને ચીનના મહેલમાં બતાવવામાં આવ્યા છે. વાયરલ વીડિયોમાં તેઓ ચીની ભાષા મેન્ડેરિનમાં વાતચીત કરીને ગીત ગાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા સાઈટ પર આ વીડિયો એકદમ સાચો દેખાતો હોવાની અનેક કોમેન્ટ્સ કરવામાં આવી હતી.