'7 શરતો માનો નહીંતર ફાઈનલ વૉર માટે તૈયાર થઇ જાઓ...', ઈરાનનું ટ્રમ્પને અલ્ટીમેટમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran and USA War Updates : અમેરિકા સાથે ચાલી રહેલા તણાવને પૂર્ણ કરવા અને યુદ્ધના વાદળો હટાવવા માટે ઈરાને કતારના માધ્યમથી પોતાની સાત શરતો અમેરિકા સુધી પહોંચાડી દીધી છે. ઈરાન દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો અમેરિકા આ શરતો નહીં સ્વીકારે, તો તેહરાન કોઈપણ પ્રકારની નિર્ણાયક જંગ લડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
આ શરતોમાં મુખ્યત્વે તમામ મોર્ચાઓ પર યુદ્ધ સદંતર બંધ કરવું, અગાઉ રોકી દેવામાં આવેલા ઈરાની ફંડ્સને તુરંત ચાલુ કરવા તેમજ દરિયાઈ નાકાબંધી હટાવવાનો સમાવેશ થાય છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સેક્રેટરી મોહસિન રેઝાઈના જણાવ્યા અનુસાર, કતર આ મામલે મધ્યસ્થી કરી રહ્યું છે અને ઈરાની શરતો અમેરિકા સુધી પહોંચાડ્યા બાદ હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયાની રાહ જોવામાં આવી રહી છે.
રેઝાઈએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું છે કે ઈરાનનું વલણ બિલકુલ સાફ છે અને આ શરતો માનવી ખુદ અમેરિકાના હિતમાં રહેશે. વળી, ટ્રમ્પની ધમકીઓથી ઈરાન ઝૂકવાનું નથી અને તે કોઈપણ પરિસ્થિતિમાં નિર્ણાયક લડાઈ માટે સજ્જ છે. ગત મહિને એક સમજૂતી (MoU) ની મુદત પૂરી થયા બાદથી કતર અને પાકિસ્તાન દ્વારા બંને દેશો વચ્ચે ફરીથી વાતચીત શરૂ કરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
મોહસિન રેઝાઈએ દાવો કર્યો છે કે ઈરાને પોતાની સૈન્ય બ્લૂપ્રિન્ટ અને રણનીતિમાં બદલાવ કર્યો છે, તેમજ તાજેતરમાં જ એક અમેરિકન જહાજ કે એરક્રાફ્ટ કેરિયર નજીક મલ્ટી-વોરહેડ એન્ટી-શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. ભલે તેહરાન ટકરાવને જલ્દી ખતમ કરવા માંગતું હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે જમીની સ્તરે તણાવ અને યુદ્ધ હજુ પણ યથાવત છે.




