World

ભારતીયોને યુદ્ધમાં 'મહોરા' ન બનાવો: ઝેલેન્સ્કીની પુતિન સામે લાલ આંખ, 47 દેશોને આપી ચેતવણી!

By GS Team
24 Sep 20262 mins read
TukuTouch Logo
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ દુનિયાને મોટું ઍલર્ટ આપતા દાવો કર્યો છે કે, રશિયા યુક્રેન સામેના યુદ્ધમાં ભારત સહિત 47 દેશોના નાગરિકોનો મોહરા તરીકે ઉપયોગ કરી રહ્યું છે. તેમણે આ દેશોની સરકારોને પોતાના નાગરિકોની સુરક્ષા કરવા અને તેમને આ સંઘર્ષનો હિસ્સો બનતા અટકાવવા અપીલ કરી છે. ઝેલેન્સ્કીએ પુતિનને યુદ્ધના 'પેશન્ટ ઝીરો' ગણાવ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીયોને યુદ્ધમાં 'મહોરા' ન બનાવો: ઝેલેન્સ્કીની પુતિન સામે લાલ આંખ, 47 દેશોને આપી ચેતવણી!

Zelenskyy Warns Russia: યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ દુનિયાને મોટું ઍલર્ટ આપતા દાવો કર્યો છે કે રશિયા, યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધમાં ભારત સહિત 47 અલગ-અલગ દેશોના નાગરિકોનો ઉપયોગ મોહરા તરીકે કરી રહ્યું છે. તેમણે સીધી રીતે આ દેશોની સરકારોને અપીલ કરી છે કે તેઓ પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને તેમને આ ખતરનાક સંઘર્ષનો હિસ્સો બનતા અટકાવે.

રશિયા દ્વારા ઉપયોગમાં લેવાતા દેશો અને ઝેલેન્સ્કીની અપીલ

યુક્રેની પ્રમુખે જણાવ્યું કે, 'રશિયા જે દેશોના નાગરિકોનો યુદ્ધમાં ઉપયોગ કરી રહ્યું છે, તેમાં ભારત, ઘાના, નેપાળ, તાજિકિસ્તાન, યમન, કેન્યા, ઝિમ્બાબ્વે, ક્યૂબા, બેલારૂસ, સુદાન અને દક્ષિણ આફ્રિકા જેવા અનેક દેશો સામેલ છે.'

આ દેશોને સંબોધિત કરતાં ઝેલેન્સ્કીએ કહ્યું કે, 'તેઓ સારી રીતે જાણે છે કે રશિયા તેમના લોકો સાથે શું કરી રહ્યું છે. તે તમારા પોતાના નાગરિકો છે, તેમની સંભાળ રાખો અને તેમને કોઈ બીજા મોરચે જાન ગુમાવવા માટે ન છોડો. રશિયાને પોતાની નિષ્ફળતા છુપાવવા અને પોતાના પાગલપનની કિંમત તમારા દેશના લોકોના ભોગે ચૂકવવાની મંજૂરી ન આપવી જોઈએ.'

વ્લાદિમીર પુતિનને ગણાવ્યા યુદ્ધના 'પેશન્ટ ઝીરો'

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન પર નિશાન સાધતા ઝેલેન્સ્કીએ તેમને આ જંગના 'પેશન્ટ ઝીરો' કરાર આપ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે પુતિન જ તે વ્યક્તિ છે જેમણે આ યુદ્ધની શરૂઆત કરી અને તેને દુનિયાભરમાં ફેલાવ્યું, જેના કારણે આજે આ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી યુરોપનું સૌથી મોટું સંઘર્ષ કેન્દ્ર બની ચૂક્યું છે. રશિયન નેતા જેટલા લાંબા સમય સુધી આ યુદ્ધ ચાલુ રાખશે, તેના પરિણામો એટલા જ ખતરનાક બનતા જશે.

આગામી શિયાળો મુશ્કેલ અને આર્થિક પ્રતિબંધોની અપીલ

યુક્રેની પ્રમુખે કહ્યું કે, 'આવનારો શિયાળો અમારા માટે ખૂબ મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ જો રશિયાએ હુમલા બંધ નહીં કર્યા, તો યુક્રેન પાસે પણ રશિયાને જડબાતોડ જવાબ આપવા સિવાય કોઈ વિકલ્પ નહીં બચે.'

ઝેલેન્સ્કીએ અમેરિકાના તે નવા પ્રતિબંધ કાનૂનનો પણ ઉલ્લેખ કર્યો, જેના હેઠળ રશિયન ઓઇલ અને ગેસ ખરીદનારા દેશો પર 100 ટકા સુધી ટૅરિફ લગાવવાની જોગવાઈ છે. ઝેલેન્સ્કીએ અન્ય દેશોને પણ આવી જ સખત આર્થિક પાબંદીઓ લગાવવાની અપીલ કરી જેથી મોસ્કોની આવકના સ્ત્રોતોને સંપૂર્ણપણે કાપી શકાય.