World

'સૈન્ય અને ISI પાછળ કેટલો ખર્ચો કર્યો?', અમેરિકાએ પાકિસ્તાન પાસે માગી લીધો હિસાબ

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
અમેરિકાએ પાકિસ્તાનની નાણાકીય પારદર્શિતા વધારવા 'ફિસ્કલ ટ્રાન્સપરન્સી રિપોર્ટ 2026'માં મહત્ત્વની ભલામણો કરી છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાને સેના અને ISIના ખર્ચની વિગતો જાહેર કરી સંસદીય દેખરેખ હેઠળ લાવવી પડશે. ઉપરાંત, સરકારી દેવાં અને મોટી કંપનીઓની બાકી લેણી રકમોની સંપૂર્ણ માહિતી પણ સાર્વજનિક કરવાની સલાહ અપાઈ છે. આ પગલાં પાકિસ્તાનની આર્થિક જવાબદારી વધારવા જરૂરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'સૈન્ય અને ISI પાછળ કેટલો ખર્ચો કર્યો?', અમેરિકાએ પાકિસ્તાન પાસે માગી લીધો હિસાબ

US Pakistan fiscal transparency report: અમેરિકાએ પાકિસ્તાનની નાણાકીય વ્યવસ્થામાં પારદર્શિતા વધારવાને લઈને કેટલીક મહત્ત્વની ભલામણો કરી છે. અમેરિકન વિદેશ વિભાગની 'ફિસ્કલ ટ્રાન્સપરન્સી રિપોર્ટ 2026'માં પાકિસ્તાનના બજેટ અને સરકારી નાણાકીય માહિતીની સમીક્ષા કરવામાં આવી છે. આ રિપોર્ટમાં સેના અને ગુપ્તચર એજન્સીઓના ખર્ચને સંસદીય અથવા નાગરિક દેખરેખ હેઠળ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આનો સીધો અર્થ એ છે કે હવે પાકિસ્તાને ISI અને પોતાની સેના પર થતા ખર્ચની વિગતો સાર્વજનિક કરવી પડી શકે છે.

સૈન્ય અને ગુપ્તચર બજેટ પર નાગરિક દેખરેખની મુખ્ય માંગ

અમેરિકાની સૌથી મુખ્ય માગ પાકિસ્તાનના લશ્કર (સેના) અને ગુપ્તચર એજન્સીઓના બજેટને લઈને છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને સેના અને ગુપ્તચર એજન્સીઓ પાછળ થતા સરકારી ખર્ચની માહિતી જાહેર કરવી જોઈએ અને તેના પર સામાન્ય નાગરિકો તેમજ સંસદની દેખરેખ રહે તે માટે સ્પષ્ટ વ્યવસ્થા બનાવવી જોઈએ. અમેરિકન વિદેશ વિભાગનું માનવું છે કે કોઈપણ દેશની નાણાકીય પારદર્શિતા માટે ત્યાંની સેના અને ગુપ્તચર બજેટ પર નાગરિકોની દેખરેખ હોવી ખૂબ જ જરૂરી છે.

સરકારી દેવાની પૂરી માહિતી સાર્વજનિક કરવાની સલાહ

અમેરિકાના રિપોર્ટમાં પાકિસ્તાનને સલાહ આપવામાં આવી છે કે તેણે પોતાના સરકારી દેવાં અને દેશની મોટી સરકારી કંપનીઓની બાકી લેણી રકમોની પૂરેપૂરી વિગતો જાહેર કરવી જોઈએ. અમેરિકાનું માનવું છે કે પાકિસ્તાનનું બજેટ સરકારી આવક અને ખર્ચનું મોટું ચિત્ર સ્પષ્ટ કરે છે અને મોટા ભાગની માહિતી આપે જ છે, પરંતુ દેશ પર કેટલું દેવું છે તેની વિગતવાર માહિતી આપવા બાબતે હજુ પણ ઘણી ખામીઓ જોવા મળી રહી છે.

સમયસર બજેટ પ્રસ્તાવ રજૂ કરવા અને જવાબદેહી વધારવા પર ભાર

અમેરિકાએ પાકિસ્તાનને તેનું બજેટ પ્રપોઝલ પણ યોગ્ય સમયે જાહેર કરવાની સલાહ આપી છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનનું પાસ થયેલું બજેટ અને વર્ષના અંતનો નાણાકીય અહેવાલ જાહેર રીતે ઉપલબ્ધ હોય છે તથા તેની ચકાસણી (ઓડિટ) પણ કરવામાં આવે છે. છતાં પણ, અમેરિકા ઈચ્છે છે કે પાકિસ્તાન પોતાના બજેટ, સરકારી દેવાં અને ખાસ કરીને લશ્કર (સેના) તથા ગુપ્તચર એજન્સીઓના ખર્ચ બાબતે વધુ જવાબદાર બને અને આ તમામ વિગતો પર નાગરિકો તેમજ સંસદની સીધી દેખરેખ વધુ મજબૂત થાય.