World

ઈરાન પર ‘મધર ઓફ ઓલ બોમ્બ્સ’ ફેંકવાની તૈયારી? મિડટર્મ પછી અમેરિકા-ઈઝરાયલનું મોટા હુમલાનું પ્લાનિંગ!

By GS Team
22 Oct 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈઝરાયલ ઈરાનના પરમાણુ અને ઊર્જા ઠેકાણાઓ પર નાના, તીવ્ર સૈન્ય હુમલાની યોજના બનાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ હુમલો મિડટર્મ ચૂંટણીઓ પછી થઈ શકે છે. સંભવિત લક્ષ્યોમાં ઈરાનના પરમાણુ કેન્દ્રો, મિસાઈલ-ડ્રોન ભંડાર અને ઊર્જા માળખાનો સમાવેશ થાય છે. 'પિકએક્સ માઉન્ટેન' પર હુમલાની પ્રબળ સંભાવના છે. આ ઝુંબેશ 3 દિવસની હોઈ શકે છે, જેનો હેતુ ઈરાનને પરમાણુ મુદ્દે સમજૂતી કરવા માટે મજબૂર કરવાનો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન પર ‘મધર ઓફ ઓલ બોમ્બ્સ’ ફેંકવાની તૈયારી? મિડટર્મ પછી અમેરિકા-ઈઝરાયલનું મોટા હુમલાનું પ્લાનિંગ!

US Israel Iran strike: અમેરિકા અને ઈઝરાયલ મિડટર્મ ચૂંટણીઓ પછી ઈરાનના પરમાણુ અને ઊર્જા ઠેકાણાઓ પર નાના અને તીવ્ર સૈન્ય હુમલાની યોજના બનાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સંભવિત લક્ષ્યોમાં ઈરાનના પરમાણુ કેન્દ્રો, મિસાઈલ-ડ્રોન ભંડાર અને ઊર્જા માળખાનો સમાવેશ થાય છે. જોકે, હજુ સુધી આ હુમલાના કોઈપણ પ્લાનને સત્તાવાર મંજૂરી મળી નથી. આ ઝુંબેશ ત્રણ દિવસની ટૂંકી પરંતુ તીવ્ર હોઈ શકે છે, જેનો હેતુ ઈરાનની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડીને તેને પરમાણુ મુદ્દે સમજૂતી કરવા માટે મજબૂર કરવાનો છે.

'પિકએક્સ માઉન્ટેન' બની શકે છે મોટું નિશાન

ઈરાનના પહાડો નીચે છુપાયેલા પરમાણુ સેન્ટર 'પિકએક્સ માઉન્ટેન' પર હુમલાની પ્રબળ સંભાવના છે. તાજેતરમાં જ અમેરિકન પ્રમુખે જણાવ્યું હતું કે તેઓ આ જગ્યા સામે 22,000 પાઉન્ડ વજની GBU-43/B, જેને MOAB એટલે કે ‘મધર ઓફ ઓલ બંબ્સ’ કહેવામાં આવે છે, તેના ઉપયોગ પર વિચાર કરી રહ્યા છે. બીજી તરફ, અમેરિકન અધિકારીઓ એ વાતને લઈને પણ ચિંતિત છે કે જો ઓઇલ રિફાઈનરી પ્લાન્ટ્સ પર હુમલો થાય તો અમેરિકામાં પેટ્રોલના ભાવ વધી શકે છે, જેથી ઊર્જા માળખાને નિશાન બનાવવા અંગે હજુ થોડી મૂંઝવણ છે.

ઈરાનની આક્રમક ચેતવણી અને ઈઝરાયલનું શક્તિ પ્રદર્શન

જો નવો હુમલો થશે તો જવાબી કાર્યવાહી મર્યાદિત નહીં રહે તેવી સ્પષ્ટ ચેતવણી ઈરાને આપી છે. તેહરાને સંકેત આપ્યો છે કે તે સાઉદી અરેબિયાના ઓઇલ પ્લાન્ટ, ડેટા સેન્ટરો અને સમુદ્ર નીચે પાથરેલા ઇન્ટરનેટ કેબલોને પણ નિશાન બનાવી શકે છે. આ દરમિયાન ઈઝરાયલ દ્વારા ઈરાનની સરહદ નજીક એક મોટો વાયુસેના અભ્યાસ કરવામાં આવ્યો છે, જે સંભવિત હુમલાના માર્ગ જેવો જ હતો. ઈઝરાયલે સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર એક તાલીમ અભ્યાસ હતો જેનો ઉદ્દેશ્ય ઈરાનને કડક સંદેશ આપવાનો હતો.

અમેરિકા સામેના પડકારો અને યુદ્ધની અનિશ્ચિતતા

આ તમામ યોજનાઓ તૈયાર હોવા છતાં, અમેરિકા માટે નવી જંગના રસ્તે ત્રણ મોટી મુશ્કેલીઓ છે: ઓઇલની કિંમતોમાં અચાનક ઉછાળો, ક્ષેત્રીય યુદ્ધનો ફેલાવો અને અમેરિકામાં મિસાઈલ-ઇન્ટરસેપ્ટરની કમી. જ્યાં સુધી ઈરાન પરમાણુ મંત્રણાના નહીં કરે, ત્યાં સુધી યુદ્ધની આશંકા યથાવત્ રહેશે. હાલ તો ટ્રમ્પ પ્રશાસન કૂટનીતિક રસ્તો અપનાવવો કે હુમલાને મંજૂરી આપવી તે અંગે વિચારણા કરી રહ્યું છે.