World

શાંતિનો નોબેલ ન મળતાં અકળાયા ટ્રમ્પ, ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર પ્રતિબંધ મૂક્યો

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
ભારતીય મૂળના ન્યાયાધીશ નવનીતમ પિલ્લઈને નોબેલ શાંતિ પુરસ્કાર મળતા, ટ્રમ્પ સરકારે ICC પર કડક પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકા માને છે કે ICC તેમના અને ઇઝરાયલના નાગરિકો સામે પૂર્વગ્રહયુક્ત યુદ્ધ અપરાધના આરોપોની સુનાવણી કરે છે. આ નિર્ણય હેઠળ, ICCના નાણાકીય વ્યવહારો રોકવામાં આવશે અને સંપત્તિઓ જપ્ત થશે. જોકે, ICCએ તપાસ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શાંતિનો નોબેલ ન મળતાં અકળાયા ટ્રમ્પ, ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર પ્રતિબંધ મૂક્યો
IMAGE - IANS

US Sanctions ICC: ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)ના ભારતીય મૂળના પૂર્વ ન્યાયાધીશ નવનીતમ નાવી પિલ્લઈને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત થતાં જ અમેરિકાની ટ્રમ્પ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જાહેરાતના થોડા જ સમય બાદ શુક્રવારે ટ્રમ્પ પ્રશાસને આંતરરાષ્ટ્રીય ગુનાહિત ન્યાયાલય (ICC) પર કડક પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી દીધી છે.

અમેરિકાનું માનવું છે કે ICC અમેરિકાના અને ઈઝરાયલના લોકો સામે યુદ્ધ અપરાધોના પૂર્વગ્રહયુક્ત આરોપોની સુનાવણી કરે છે. નોંધનીય છે કે, યુદ્ધ અપરાધો માટે ICCએ ઈઝરાયલના પ્રમુખ નેતન્યાહૂ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ધરપકડ વોરંટ પણ જાહેર કરેલું છે.

અમેરિકા દ્વારા નાણાકીય વ્યવહારો અને સંપત્તિઓ જપ્ત કરવાની જાહેરાત

અમેરિકન વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વીડીયો મેસેજ દ્વારા આ નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, 'અમેરિકા અને તેના નાગરિકો આ ફર્જી અદાલતના અધિકારક્ષેત્રમાં આવતા નથી. ટ્રમ્પ પ્રશાસન ICCના નાણાકીય વ્યવહારો રોકશે, તેની સંપત્તિઓ અને સંસાધનો જપ્ત કરશે તથા અમેરિકન કંપનીઓને ICC સાથેના તમામ કારોબાર પૂરા કરવા માટે 6 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને પક્ષો આ મુદ્દા પર એકસમાન વિચાર ધરાવે છે અને આ રજૂ થતા ખતરાને ખતમ કરવા માટે જ પ્રમુખ ટ્રમ્પે આ કડક પગલું ભર્યું છે.'

ICCનો પલટવાર: 'સ્વતંત્ર ન્યાય પ્રક્રિયા અટકશે નહીં'

અમેરિકાના આ કડક પ્રતિબંધો છતાં ICCએ સ્પષ્ટ કર્યું છે કે તે પીછેહઠ કરશે નહીં અને તમામ શક્ય રીતે કામ ચાલુ રાખશે. અમેરિકન નિર્ણયની નિંદા કરતા ICCના ડેપ્યુટી પ્રોસિક્યુટર નઝહત શમીમ ખાને જણાવ્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય કાયદાને નીચો દેખાડવાનો એક પ્રયાસ છે, પરંતુ તેનાથી કોર્ટની તપાસ અને કેસો ચલાવવાની પ્રક્રિયા અટકશે નહીં. ટ્રિબ્યુનલ પોતાની સ્વતંત્ર ભૂમિકા સાથે દરેક પરિસ્થિતિમાં તપાસ અને કેસો આગળ વધારવાનું કામ ચાલુ રાખશે.

નોબેલ પુરસ્કાર ના મળતા ટ્રમ્પનો નિર્ણય અને શાહબાઝ શરીફની ફજેતી

અમેરિકન પ્રમુખ ટ્રમ્પ છેલ્લા બે વર્ષથી વિશ્વના આઠ યુદ્ધો બંધ કરાવવાનો દાવો કરીને પોતાના માટે નોબેલ શાંતિ પુરસ્કારની માંગ કરી રહ્યા હતા. જોકે, નોબેલ કમિટી પર આ દબાણની કોઈ અસર ન થઈ અને શુક્રવારે ભારતીય મૂળના ન્યાયાધીશ પિલ્લઈને નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો, જેના પરિણામે ટ્રમ્પ સરકારે આ તીખી પ્રતિક્રિયા આપી હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ, આ જાહેરાત પહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે નોબેલ પુરસ્કાર માટે ફરી એકવાર ટ્રમ્પના નામની સત્તાવાર ભલામણ કરી હતી, જેને પગલે પાકિસ્તાનમાં જ તેમની ભારે ફજેતી અને મજાક ઉડી હતી.