અમેરિકાથી દુઃખદ સમાચાર, કમ્પ્યૂટર સાયન્સ ભણ્યાં બાદ પણ નોકરી ન મળતાં ટેક્સાસમાં હૈદરાબાદના યુવકે જીવ ટૂંકાવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hyderabad Student Dies by Self Destruction in US: ભારતના લગભગ દરેક રાજ્યમાં એવા અનેક પરિવારો જોવા મળશે, જેમના ઘરનું કોઈને કોઈ બાળક ઉચ્ચ અભ્યાસ કે સારી કારકિર્દી માટે અમેરિકા જવા માગતું હોય છે. દેશના મોટાભાગના યુવાનો સારી સેલેરીવાળી નોકરી મેળવવા અથવા તો વિદેશમાં સેટલ થઈને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાના સપના સાથે અમેરિકા જતા હોય છે. પરંતુ દરેક વખતે સ્થિતિ અનુકૂળ રહેતી નથી. મૂળ હૈદરાબાદના સાઈ પ્રદીપ નામના યુવક સાથે પણ કંઈક આવું જ બન્યું હતું, જેણે અમેરિકા જઈને માસ્ટર્સ ડિગ્રી મેળવી લીધી હતી પરંતુ લાંબા સમય સુધી નોકરી ન મળવાના કારણે તે ગંભીર રીતે પરેશાન થઈ ગયો હતો.
મહિનાઓની મહેનત બાદ પણ નોકરી ન મળતા ટેક્સાસમાં લીધો અંતિમ શ્વાસ
પરિવાર દ્વારા મળતી વિગતો મુજબ, હૈદરાબાદનો રહેવાસી સાઈ પ્રદીપ છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવમાં જીવી રહ્યો હતો. તેણે અમેરિકાની સાઉથ કેરોલિના સ્થિત એન્ડરસન યુનિવર્સિટી કોલેજ ઓફ બિઝનેસમાંથી કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. ડિગ્રી પૂર્ણ કર્યા બાદ તે અમેરિકામાં જ સારી નોકરી મેળવવા માટે દિવસ-રાત એક કરી રહ્યો હતો. મહિનાઓની સખત મહેનત અને તમામ શક્ય પ્રયાસો છતાં સાઈ પ્રદીપને નોકરી મળી શકી નહોતી. બીજી તરફ તેના પર આર્થિક દબાણ પણ સતત વધી રહ્યું હતું. આખરે નિરાશામાં આવીને તેણે 21 ઓગસ્ટના રોજ ટેક્સાસના સેન એન્ટોનિયોમાં આત્મહત્યા કરી લીધી હતી.
મૃતદેહ વતન લાવવા અભિયાન શરૂ, ભારતમાં એમેઝોનમાં કરી ચૂક્યો હતો કામ
સાઈ પ્રદીપના મૃતદેહને અમેરિકાથી હૈદરાબાદ સ્થિત તેના ઘરે પાછો લાવવા તેમજ અંતિમ સંસ્કાર અને અન્ય જરૂરી ખર્ચાઓ પૂરા કરવા માટે એક ફંડરેઝર (અભિયાન) શરૂ કરવામાં આવ્યું છે. તેની કઝીન દીપ્તિએ જણાવ્યા અનુસાર, 35 હજાર ડૉલર એકઠા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, જેમાંથી 28 હજાર ડૉલર જેટલી રકમ ભેગી થઈ ગઈ છે. આ તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થયા બાદ જે રકમ બચશે, તેનો ઉપયોગ તેના માતા-પિતાને આર્થિક મદદ કરવા માટે કરવામાં આવશે.
દીપ્તિએ વધુમાં જણાવ્યું કે 2024માં અમેરિકા ગયા બાદ પ્રદીપે સ્પેનિશ ભાષા પણ શીખી લીધી હતી. સાઈ પ્રદીપની લિંક્ડઈન પ્રોફાઈલ અનુસાર, અમેરિકા શિફ્ટ થતા પહેલાં તેણે હૈદરાબાદમાં એમેઝોન કંપની સાથે પણ કામ કર્યું હતું.









