World

40 મોત, 50 જિલ્લામાં કટોકટી, હજારો લોકો બેઘર: જળપ્રલયના કારણે થાઇલૅન્ડમાં ત્રાહિમામ

By GS Team
3 Oct 20262 mins read
TukuTouch Logo
થાઇલૅન્ડની રાજધાની બેંગકોકમાં 300 મિલીમીટર વરસાદથી જળબંબાકાર થયો છે. 50 જિલ્લામાં પૂરની સ્થિતિ જાહેર કરાઈ છે અને 40 લોકોના મોત થયા છે. હજારો લોકોનું સ્થળાંતર કરાયું છે. સુવર્ણભૂમિ ઍરપૉર્ટ પર ફ્લાઇટ્સ રદ થઈ છે. વડાપ્રધાને 'વોર રૂમ' બનાવ્યો છે. ગ્લોબલ વોર્મિંગને કારણે આવી ઘટનાઓ વધી રહી છે, જે પડોશી મ્યાનમારને પણ અસર કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

40 મોત, 50 જિલ્લામાં કટોકટી, હજારો લોકો બેઘર: જળપ્રલયના કારણે થાઇલૅન્ડમાં ત્રાહિમામ
IMAGE - IANS

Bangkok Floods: થાઇલૅન્ડની રાજધાની બેંગકોકમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિ સામાન્ય છે, પરંતુ આ વખતે વરસાદે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર બે દિવસમાં અંદાજે 300 મિલીમીટર જેટલો ભારે વરસાદ ખાબકતા બેંંગ્કોકનાં અનેક વિસ્તારો નદી નહીં પરંતુ સ્થિર પાણીથી ભરેલા તળાવમાં ફેરવાઈ ગયા છે. આ કુદરતી આફતમાં પૂર સંબંધિત ઘટનાઓને કારણે લગભગ 40 લોકોના મોત થયા છે, જેમાં ડૂબી જવાથી અને કરંટ લાગવાથી મૃત્યુ પામેલા લોકો સામેલ છે. સરકારી આંકડા મુજબ હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

50 જિલ્લામાં પૂરની સ્થિતિ અને જનજીવન અસ્તવ્યસ્ત

ચાઓ ફ્રાયા નદીના પૂરના મેદાન પર વસેલા બેંગકોકમાં કોંક્રીટના વધતા બાંધકામોથી નહેરોનો વ્યાપ ઘટતાં પાણીનો નિકાલ અટક્યો છે, જેના કારણે સરકારે તમામ 50 જિલ્લાઓમાં પૂરની આપત્તિ જાહેર કરી છે. પરિસ્થિતિ એવી ગંભીર બની છે કે લોકો ઘરો સુધી જવા ઇન્ફ્લેટેબલ પૂલ, તરતી ફ્રિજ કે જેટસ્કીનો સહારો લઈ રહ્યા છે. વળી, પૂરના કારણે પ્રખ્યાત સુવર્ણભૂમિ ઍરપૉર્ટનું સંચાલન પ્રભાવિત થતાં થાઈ એરવેઝના કર્મચારીઓ સમયસર ન પહોંચી શકવાથી હજારો સામાન ફસાઈ ગયો છે અને ફ્લાઇટ્સ રદ કરવી પડી છે.

ભયાનક દૃશ્યો અને ગંદકીનો ફેલાવો

ઉત્તર તરફથી વહી રહેલા પૂરના પાણીને કારણે બેંગ્કોક હજુ પણ જોખમમાં છે. થાઇલૅન્ડના વડાપ્રધાન અનુક ચાર્નવિરાકુલે જણાવ્યું છે કે સ્થિતિ પર નજર રાખવા માટે એક ખાસ 'વોર રૂમ' બનાવવામાં આવ્યો છે. પૂરના પાણી થોડા ઓસર્યા બાદ હવે શહેરમાંથી ભારે ગંધ અને કચરો ચારેય તરફ ફેલાઈ રહ્યો છે, જેના કારણે રોગચાળાનું જોખમ પણ વધી ગયું છે. સ્થાનિક નાગરિકો આ મુશ્કેલ સમયમાં એકબીજાની મદદ કરીને હિંમતપૂર્વક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.

આબોહવા પરિવર્તન અને વૈશ્વિક અસર

વૈજ્ઞાનિકોના મતે દક્ષિણ-પૂર્વ એશિયામાં આ પ્રકારની આત્યંતિક વરસાદી ઘટનાઓ પાછળ ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન મુખ્ય કારણ છે. ગરમ સમુદ્ર વધુ પાણી વરાળ સ્વરૂપે ઉપર મોકલે છે અને ગરમ હવા વધુ ભેજ ધરાવે છે, જેના કારણે ભવિષ્યમાં આવા જોખમો વધુ ઘાતક બની શકે છે. આ કુદરતી પ્રકોપ માત્ર થાઇલૅન્ડ જ નહીં, પરંતુ પડોશી દેશ મ્યાનમારમાં પણ ભારે તારાજી સર્જી રહ્યો છે જ્યાં ગૃહયુદ્ધ અને સરમુખત્યારશાહી વચ્ચે રાહત અને બચાવ કામગીરી ખૂબ મુશ્કેલ બની ગઈ છે.