ફિઝિક્સના નોબેલ માટે બેલ્જિયમના 82 વર્ષીય ફ્રાન્સિસ હાલ્ઝેનની પસંદગી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બ્રહ્માંડના સૌથી માયાવી કણ હાઈ-એનર્જી ન્યુટ્રિનોની શોધ કરી
- હાલ્ઝને દક્ષિણ ધૂ્રવ પર ન્યુટ્રિનો કણોને ટ્રેક કરવાની રીત શોધી : આ પ્રોજેક્ટ પર દુનિયાની સૌથી મોટી ઓબ્ઝર્વેટરી બની
- આજે કેમિસ્ટ્રી, ગુરુવારે સાહિત્ય, શુક્રવારે શાંતિ અને સોમવારે અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કાર જાહેર થશે
સ્ટોકહોમ : રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સે ૨૦૨૬ના ફિઝિક્સ નોબેલ એવોર્ડની જાહેરાત કરી છે. આ એવોર્ડ બેલ્જિયમના ૮૨ વર્ષના વૈજ્ઞાનિક ફ્રાન્સિસ હાલ્ઝનને આપવાનો નિર્ણય કરાયો છે. આઈસક્યુબ ન્યૂટ્રિનો ઓબ્ઝર્વેટરીમાં યોગદાન તથા ખગોળીય મૂળની હાઈ એનર્જી ન્યૂટ્રિનોની શોધ માટે હાલ્ઝનને આ સન્માન આપવાનો નિર્ણય કરાયો છે. બેલ્જિયમમાં જન્મેલા હાલ્ઝન અમેરિકાની વિસ્કોન્સિન યુનિ.-મેડિસિન સાથે જોડાયેલા હતા.
દક્ષિણ ધૂ્રવના બરફનો ઉપયોગ ન્યૂટ્રિનો નામના કણોને ટ્રેક કરવા માટે કરી શકાય છે તેવી શોધ હાલ્ઝને કરી હતી. તેમના દૃષ્ટિકોણ અને વૈજ્ઞાનિક નેતૃત્વએ આઈસક્યુબ ઓબ્ઝર્વેટરીને શક્ય બનાવી, જે એક ઘન કિ.મી. બરફમાં લાગેલા પ્રકાશ સેન્સરોનું એક વિશાળ નેટવર્ક છે. તેના મારફત વૈજ્ઞાનિક દૂર બ્રહ્માંડની અત્યંત ઊર્જાવાન પ્રક્રિયાઓથી આવતા ન્યૂટ્રિનોને પકડી શકે છે.
વૈજ્ઞાનિકો લાંબા સમયથી જાણે છે કે બ્રહ્માંડમાં પ્રાકૃતિક કણ હયાત છે. તે પૃથ્વીની પ્રયોગશાળાઓમાં હાંસલ કરી શકાય તેવી ઊર્જા કરતાં લાખ ગણા વધુ ઊર્જાવાળા કણોને બહાર ફેંકે છે. આ સ્રોતો અંગે ઘણું બધું હજુ રહસ્યમય છે. તે શું છે, ક્યાં છે અને તેમની અંદર મુખ્ય પ્રક્રિયાઓ શું ચાલી રહી છે તે સવાલોનો હજી પણ કોઈ જવાબ નથી.
હાઈ એનર્જીવાળા ન્યૂટ્રિનો આ જ વાતાવરણોમાં અન્ય કણો સાથે બને છે. પરંતુ અન્ય કણોથી વિપરિત ન્યૂટ્રિનો દિશા બદલ્યા વિના અને ઊર્જા ગુમાવ્યા વિના આપણા સુધી પહોંચે છે. તેથી તે એવી માહિતી આપી શકે છે જે કોઈ અન્ય રીતે ઉપલબ્ધ નથી થતી. ન્યૂટ્રિનો બ્રહ્માંડના સૌથી માયાવી કણ મનાય છે, કારણ કે તે પદાર્થથી બહુ ઓછી પ્રતિક્રિયા કરે છે અને સરળતાથી પસાર થાય છે.
ફ્રાન્સિસ હાલ્ઝને ૧૯૮૮માં દક્ષિણ ધૂ્રવ પર ન્યૂટ્રિનો પકડવાનો પોતનો દૃષ્ટિકોણ પહેલી વખત રજૂ કર્યો હતો. તે સમયે કોઈ ન્યૂટ્રિનો પરમાણુ નાભિકથી ટકરાય છે ત્યારે પ્રકાશની એક ચમક પેદા થાય છે, જેને સાફ ગ્લેશિયર બરફમાં લાગેલા સેન્સર ટ્રેક કરી શકે છે. દક્ષિણ ધૂ્રવની બરફના અનેક ફાયદા છે. અહીં વિવિધ પ્રકારના અવરોધો નથી આવતા. હાલ્ઝનના વિચારને ઝડપથી અન્ય સંશોધકોનું સમર્થન મળ્યું અને કેટલાક વર્ષમાં બરફમાં સેન્સરોનું પ્રારંભિક પરીક્ષણ શરૂ થઈ ગયું. સમયની સાથે આ પ્રોજેક્ટ વિકસિત થતો ગયો અને આજે આઈસક્યૂબ દુનિયાની સૌથી મોટી ન્યુટ્રિનો ઓબ્ઝર્વેટરી બની ગઈ છે.




