પનામામાં 7.7નો ભૂકંપ : મધ્ય અને દ.અમેરિકાના 9 દેશોને સુનામી ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- આ ભૂંકપથી અનેક મકાનો ધરાશાયી થયાં : આફ્ટર શોક્સ લાગ્યા, અનેક મકાનોમાં તિરાડો પડી : ખાના ખરાબીનો અંદાજ હવે ચાલી રહ્યો છે
પનામા સીટી : પનામામાં ૭.૭ની તીવ્રતાનો ધરતીકંપ થતાં કેટલાંયે મકાનો ધરાશાયી થયાં છે. કેટલાંયે મકાનોમાં તિરાડો પડી ગઈ છે. આ સાથે દેશના સમુદ્ર તટ ઉપરથી સુનામી જાગવાની મધ્ય અને દક્ષિણ અમેરિકાના દેશોને સુનામી જાગવાની ચેતવણી આપી દેવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સ જીયોલોજિકલ સર્વે (યુ.એસ.જી.એસ.) દ્વારા આ ચેતવણી આપવામાં આવી છે. જ્યારે સ્થાનિક મીડીયાએ દેશના અનેક ભાગોમાં અનેક મકાનોને નુકશાન થયું હોવાનું જણાવ્યું છે.
આ સાથે અમેરિકી ભૂવિજ્ઞાાન કેન્દ્રે પાનામાના સત્તાવાળાઓને ચેતવણી આપી છે કે હજી બીજો આફ્ટર શોક્સ લાગવા સંભવ છે તેથી વહેલામાં વહેલી તકે રાહત કાર્ય અને બચાવ કાર્યવાહી માટે તૈયારીઓ કરી દો. જો કે અત્યારે જ કેટલીક રાહત ટુકડીઓ સક્રિય બનાવવામાં આવી છે.
પનામાના પ્રમુખ જોસ રાઉલ મુલિનોએ ધૈર્ય રાખવા અનુરોધ કર્યો છે. સાથે તેમનાં મંત્રીમંડળના મંત્રીઓને સહાય કર્તાઓને માર્ગદર્શન આપવા જુદા જુદા વિભાગોમાં પહોંચી જવા જણાવ્યું છે.
શુક્રવારે (પનામા-સમય પ્રમાણે) લાગેલા આ ધરતીકંપથી પારાવાર નુકસાન થયું હોવાની પૂરી શક્યતા છે, તે અંગે અંદાજ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી હતી. ત્યાં આફ્ટર શોક્સ લાગતાં રાહત કાર્યમાં પણ અવરોધ આવ્યો છે. આ ધરતીકંપથી નુકસાન ઘણું થયું હોવાનો અંદાજ છે. કારણ કે પૃથ્વીની સપાટીથી માત્ર ૧૨ કી.મી. નીચે તેનું કેન્દ્ર હોવાનું યુનાઇટેડ સ્ટેટસ જીયોલોજિકલ સર્વેનું મંતવ્ય છે.




