Pakistan's Unique Wedding Viral: ના ઉમ્ર કી સીમા હો ના જન્મ કા હો બંધન, જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ મન... પાકિસ્તાનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જે આ ગીતના શબ્દોને બિલકુલ સાચા સાબિત કરે છે. પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાંથી એક અનોખા લગ્ન સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. ત્યાં 70 વર્ષીય હકીમ બાબરે 22 વર્ષની યુવતી સાથે લગ્ન કર્યા છે. આ બંને વચ્ચે 48 વર્ષનું અંતર છે જેણે ઈન્ટરનેટ પર ભારે ખલબલી મચાવી છે. લગ્ન બાદ સામે આવેલા તેમના પ્રોફેશનલ બ્રાઈડલ ફોટોશૂટ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.
બ્રાઈડલ ફોટોશૂટ ચર્ચાનો વિષય બન્યો
લગ્ન બાદ કપલે એક પરંપરાગત ફોટોશૂટ કરાવ્યું, જેના ફોટા અને વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. એક ક્લિપમાં દુલ્હન ફિલ્મ 'એક થા ટાઈગર'નું ફેમસ ગીત 'દિલ દિયાં ગલ્લાં' ગાઈ રહી છે, જ્યારે વરરાજા પણ તેની સાથે સૂર મિલાવી રહ્યો છે. આ પ્રેમાળ પરંતુ અસામાન્ય દ્રશ્ય ટ્વિટર પર પહોંચતાની સાથે જ લોકોએ તેને ધડાધડ શેર કરવાનું શરૂ કરી દીધું અને જોતજોતામાં આ લગ્ન આખા પાકિસ્તાન ચર્ચાનો વિષય બની ગયા.
આ જોડી જોઈને કપલે શું કહ્યું?
આ લગ્નનો વીડિયો વાઈરલ થતાં જ સોશિયલ મીડિયા પર બે પ્રકારની પ્રતિક્રિયા સામે આવી છે. કેટલાક યુઝર્સે આ કપલના આત્મવિશ્વાસ અને ખુલ્લાપણાની પ્રશંસા કરી, જ્યારે કેટલાકે ઉંમરના આ મોટા અંતર પર મજાક પણ ઉડાવી. મીમ્સ, કમેન્ટ અને રિએક્શનના ઘોડાપૂરે આ લગ્નને પાકિસ્તાનથી ભારત સુધી વાઈરલ કરી દીધા છે.
કપલે શું કહ્યું?
પાકિસ્તાની મીડિયા પ્રમાણે હકીમ બાબરે સ્પષ્ટ કહ્યું છે કે, આ લગ્ન બંનેની ઈચ્છાથી થયા છે. તેમનું કહેવું છે કે, ઉંમર માત્ર એક નંબર છે. જો પ્રેમ સાચો હોય તો સબંધ હંમેશા મજબૂત રહે છે. તેણે જણાવ્યું કે, મારી પત્ની ડિવોર્સી છે અને લગ્નનો નિર્ણય સમજી-વિચારીને ઈસ્લામિક સિદ્ધાંતો પ્રમાણે લેવામાં આવ્યો છે. દુલ્હને પણ મીડિયાને કહ્યું કે, સાચો પ્રેમ ઉંમર નથી જોતો અને અમે બંનેએ પોતાની મરજીથી આ સબંધ સ્વીકાર્યો છે.
આ પણ વાંચો: આ હોળી પર પાર્ટનરને આપો સરપ્રાઈઝ! ભારતના આ 5 સ્થળો રોમેન્ટિક હોળી વેકેશન માટે પરફેક્ટ
રાવલપિંડીના આ લગ્ન માત્ર ઉંમરના અંતરના કારણે જ નહીં, પરંતુ કપલના આત્મવિશ્વાસ, તેમના બંધન અને તેમના ફોટોશૂટ આ ત્રણ કારણોસર ચર્ચામાં છે. ભલે સમર્થન હોય કે વિરોધ પરંતુ 70 વર્ષીય હકીમ બાબર અને તેમની 22 વર્ષીય દુલ્હનના લગ્ન પાકિસ્તાનની સૌથી વાઈરલ સ્ટોરી બની ચૂકી છે અને આ ટ્રેન્ડ હજું ધીમો પડવાનો નામ નથી લઈ રહ્યો.


