સ્પેનમાં હાઇ સ્પીડ ટ્રેન અકસ્માતમાં 68નાં મોત, 80 લોકો ઘાયલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- હાઇ સ્પીડ ટ્રેન ટ્રેક પર ઉભેલી બીજી ટ્રેન સાથે અથડાઇ
- બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં : અકસ્માતને પગલે મેડ્રિડ અને એન્ડાલુસિયામાં ટ્રેન વ્યવહાર બંધ કરાયો
ઉર્ડા (સ્પેન) : મધ્ય સ્પેનમાં બુધવારે એક હાઇ સ્પીડ ટ્રેન ટ્રેક પર રોકાયેલી બીજી ટ્રેનનાં પાછળનાં ભાગ સાથે ટકરાઇ ગઇ હતી. આ ટક્કરને કારણે ટ્રેનનાં બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં અને ઓછામાં ઓછા ૬૮ લોકોનાં મોત થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
બુધવારે સ્પેનના દક્ષિણ ભાગમાં આવેલા એન્ડાલુસિયા વિસ્તારમાં બે ટ્રેનો અથડાતા ૮૦ લોકો ઘાયલ થયા છે તેમ એક અધિકારી એડીફે પત્રકારોને અહીં જણાવ્યું હતું.
છેલ્લા કેટલાક દાયકાઓમાં સ્પેને હાઇ સ્પીડ રેલવેમાં મોટા પાયે રોકાણ કર્યુ છે. સ્પેને છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયગાળામાં પોતાના ૪.૯ કરોડ નાગરિકો માટે ૩૯૦૦ કિલોમીટર લાંબા રેલવે ટ્રેકનું નિર્માણ કર્યુ છે. વિશ્વમાં ચીન જ માત્ર એવો દેશ છે જ્યાં ૧.૪ અબજની વસ્તી માટે ૪૫૦૦૦ કિલોમીટર લાંબા હાઇ સ્પીડ રેલવે ટ્રેક આવેલા છે. જે સ્પેન કરતા વધારે છે.
બુધવારે સવારે ૯ વાગ્યા આસપાસ રેનફે- ટ્રેન કંપની અને ઇરિયો ટ્રેન કંપનીની બંને હાઇસ્પીડ ટ્રેનો પાટનગર મેડ્રિડ તરફ અત્યંત ઝડપે જતી હતી ત્યાં એન્ડાલુસિયા વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. સત્તાવાળાઓ આ અકસ્માતનું કારણ શોધી રહ્યા છે તેમજ કેટલાને ઈજાઓ થઈ છે તે શોધી રહ્યા છે.
આ અકસ્માત પછી મેડ્રિડ અને એન્ડાલુસિયા વિસ્તારમાં ટ્રેન વ્યવહાર બંધ કરી દેવાયો હતો. ઘટના એમ બની હતી કે એક ટ્રેન બીજી ટ્રેનના પાછળના ભાગે અથડાઈ પડી હતી તેથી કેટલીયે બોગીઓ પાટા ઉપરથી ઉતરી પણ પડી હતી.
આ માહિતી આપતા અધિકારી એડીફે 'એક્સ' પોસ્ટ ઉપર બુધવારે જણાવ્યું હતું કે, ટી.વી. બ્રોડકાસ્ટર કેસ્ટીલ્લા લા મન્યાએ ટી.વી. ઉપર જણાવ્યું હતું કે આ ટ્રેનની બોગીઓ પૈકી એક બોગી તો બીજી બોગી ઉપર ચઢી ગયેલી જોવા મળે છે. આ બંને ટ્રેનના મેટલ (પતરા) પણ વળી ગયેલા દેખાય છે, તેની પેનલ્સ તૂટી ગઈ હતી અને બોગીઓના અન્ય ટુકડાઓ જ્યાં ત્યાં રેલ ટ્રેકની બંને બાજુએ વિખરાયેલા જોવા મળે છે.
આ અકસ્માત પછી તરત જ ઇમર્જન્સી સર્વિસીઝ કામે લગાડવામાં આવી હતી. તે પેસેન્જર્સને તત્કાળ ભાંગેલી બોગીઓમાંથી સાચવીને બહાર કાઢી એમ્બ્યુલન્સમાં સુવડાવી દીધા હતા. સાથે આ ટીમો કેટલી હદ સુધી નુકસાન થયું છે. તેનો અંદાજ લગાવી રહી હતી.
આ પૂર્વે પણ ટોલીડોમાં આવેલા ઉર્ડા પાસે પણ (સ્પેન)માં ટ્રેન અકસ્માત થયો હતો. તેમાં ૩૯નાં મૃત્યુ થયા હતા.હવે બંને કંપનીઓએ તેમની હાઇસ્પીડ ટ્રેનો થોડાક સમય પૂરતી તો બંધ જ કરી દીધી છે.




