World

વિશ્વના 5 સૌથી રહસ્યમય અને બંધ દરવાજા, જેની પાછળ શું છે એ આજેય કોઈ નથી જાણતું !

By GS Team
7 Aug 20263 mins read
TukuTouch Logo
દુનિયામાં 5 રહસ્યમય સ્થળો અને પ્રાચીન ઇમારતો છે, જેના દરવાજા પાછળ સદીઓ જૂના રહસ્યો છુપાયેલા છે. ભારતના તાજમહેલના સીલબંધ ભોંયરા, ઇજિપ્તના સ્ફિન્ક્સ નીચે ગુપ્ત રૂમ, કેરળના પદ્મનાભસ્વામી મંદિરનું ભોંયરું 'B', પેરુનો 'અરામુ મુરુ' અને વેટિકન એપોસ્ટોલિક આર્કાઇવ્સના દરવાજા પાછળ શું છે તે રહસ્ય આજ સુધી અકબંધ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વના 5 સૌથી રહસ્યમય અને બંધ દરવાજા, જેની પાછળ શું છે એ આજેય કોઈ નથી જાણતું !

Unsolved Mysteries: 5 Mysterious Locked Doors and Forbidden Secrets of the World: પૃથ્વી પર એવા ઘણાં સ્થળો અને પ્રાચીન ઇમારતો છે જે પોતાની અંદર સદીઓ જૂના રહસ્યો સાચવીને બેઠી છે. અમૂલ્ય ખજાનો, પ્રાચીન જ્ઞાન કે પછી કોઈ અદૃશ્ય શક્તિ- આ દરવાજાઓની પાછળ શું છુપાયેલું છે તે રહસ્ય આજના આધુનિક યુગમાં પણ અકબંધ છે! વિજ્ઞાનીઓ અને પુરાતત્ત્વવિદોએ આધુનિક તકનીકો અજમાવી હોવા છતાં આ કોયડા ઉકેલી શકાયા નથી. આજે જાણીએ એવા 5 રહસ્યમય દરવાજાઓ વિશે…

તાજમહેલના સીલબંધ ભોંયરામાં શું છુપાવેલું છે?
દુનિયાની અજાયબીઓમાં સામેલ ભારતના તાજમહેલના મુખ્ય આરસના પ્લેટફોર્મ નીચે ડઝનેક એવા રૂમ છે જેને ઈંટોથી સંપૂર્ણ સીલ કરી દેવામાં આવ્યા છે. 17મી સદીમાં તાજમહેલ બન્યા ત્યારથી આ રૂમ બંધ છે. યમુના નદીના કિનારેથી જોતાં પણ બે ભોંયરા દેખાય છે, પરંતુ શાહજહાંના સમયથી તેમની અંદર શું છે તે અંગે કોઈ માહિતી નથી. તેના વિશે ફક્ત ધારણા કરવામાં આવે છે. એક વર્ગ માને છે કે એ રૂમોમાં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ, ધાર્મિક પ્રતીકો અને શિલાલેખો છુપાયેલા હોઈ શકે છે. તો બીજા વર્ગનું કહેવું છે કે એમાં મુઘલ સામ્રાજ્યનો અમૂલ્ય ખજાનો, શાહી દસ્તાવેજો અને નકશા હોઈ શકે છે.

Mysterious locked doors (2).png

ગ્રેટ સ્ફિન્ક્સની નીચે ગુપ્ત રૂમ છે?
ઈજિપ્તના ગિઝામાં આવેલી આશરે 4,500 વર્ષ જૂની સ્ફિન્ક્સની વિશાળ પ્રતિમા વિશ્વની સૌથી મોટી મોનોલિથિક પ્રતિમા છે. માણસનું માથું અને સિંહનું શરીર ધરાવતી આ વર્ણસંકર પ્રાણી-પ્રતિમાના અંગૂઠા પાસે જમીનની નીચે એક ગુપ્ત દરવાજો છે. સિસ્મોમીટરની મદદથી વિજ્ઞાનીઓને અહીં 2 ગુપ્ત રૂમ હોવાના પુરાવા મળ્યા છે. એવું કહેવાય છે કે આ રૂમ પ્રાચીન 'રેકોર્ડ હોલ' હોઈ શકે છે, જેમાં બ્રહ્માંડના રહસ્યો ધરાવતા ગ્રંથો છુપાયેલા છે.

Mysterious locked doors (3).png

પદ્મનાભસ્વામી મંદિરનું ભોંયરું 'B' કેમ હજુ ખોલાયું નથી?
કેરળની રાજધાની તિરુઅનંતપુરમમાં વિશાળ શ્રી પદ્મનાભસ્વામી મંદિર આવેલું છે. મંદિરની નીચે કુલ 6 ભોંયરા આવેલા છે. વર્ષ 2011માં તેમાંથી 5 ભોંયરા ખોલાયા, ત્યારે અબજો રૂપિયાનું સોનું અને રત્નો મળ્યા હતા. પરંતુ ભોંયરું 'B' આજે પણ સંપૂર્ણ બંધ છે. લોકવાયકા મુજબ, આ દરવાજો દૈવી નાગ શ્રાપથી સીલ કરાયેલો છે અને પવિત્ર મંત્રોના ચોક્કસ ઉચ્ચારણ વિના તેને ખોલવાથી ભયંકર આપત્તિ આવી શકે છે.

'અરામુ મુરુ' શું ખરેખર બીજી દુનિયાનો દરવાજો છે?
દક્ષિણ અમેરિકાના દેશ પેરુના પહાડોમાં નક્કર ખડકમાંથી કોતરેલી એક રચના છે, જેને 'ગેટ ઓફ ધ ગોડ્સ' કહેવાય છે. પુરાતત્ત્વીય દૃષ્ટિએ જોઈએ તો એ કોઈ ખોલી શકાય તેવો દરવાજો નથી, ફક્ત પથ્થર પર કોતરેલી આકૃતિ છે. મતલબ કે તેની અંદર કશું જ નથી. પણ સ્થાનિક એન્ડિયન લોકોની માન્યતા જુદી છે. તેમનું માનવું છે કે આ એક એવો દરવાજો છે જે બીજી દુનિયામાં જવાનો માર્ગ પૂરો પાડે છે.

વેટિકન એપોસ્ટોલિક આર્કાઇવ્સનો દરવાજો કેમ નથી ખોલાતો?
વેટિકન સિટીમાં એક ગુપ્ત રેકોર્ડ રૂમ છે, જે 'વેટિકન એપોસ્ટોલિક આર્કાઇવ' તરીકે ઓળખાય છે. તેના બંધ દરવાજા પાછળ 85 કિલોમીટર લાંબી છાજલીઓ (રેક્સ) હોવાનું કહેવાય છે, જેમાં 1,200 વર્ષથી વધુ જૂનો ઇતિહાસ, સંવેદનશીલ ઐતિહાસિક રેકોર્ડ્સ અને પ્રાચીન દસ્તાવેજો સુરક્ષિત રાખવામાં આવ્યા છે. કોઈ સામાન્ય માણસને એ દરવાજો ખોલીને અંદર જવાની મંજૂરી નથી.

Mysterious locked doors (1).png