Get The App

મણિપુરમાંથી 250 નાગરિકો ઈઝરાયેલ પહોંચ્યા બાઈબલમાં દર્શાવેલી ખોવાયેલી પ્રજાની ઘરવાપસી

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
મણિપુરમાંથી 250 નાગરિકો ઈઝરાયેલ પહોંચ્યા બાઈબલમાં દર્શાવેલી ખોવાયેલી પ્રજાની ઘરવાપસી 1 - image

- બનેઇ મેનાશે જાતિના લોકોને ઈઝરાયેલ સરકારે જ બોલાવ્યા ઈઝરાયેલ પાછા આવનાર લોકોને ઈઝરાયેલ સરકાર સંપૂર્ણ સહાય આપે છે

નવી દિલ્હી : દેશના મણિપુર રાજ્યમાં રહેતા બનેઈ મેનાશે જાણીતા ૨૫૦ લોકો ગઈકાલે ઈઝરાયલ પહોંચી ગયા છે. તેઓને ઈઝરાયલી સરકારે જ બોલાવ્યા છે, અને વિમાન ભાડાં સહિત તમામ આર્થિક અને અન્ય સહાય તેમને અપાઈ રહી છે.

આ જાતિના લોકો તેલ અવિવ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. તેઓ તેમજ ઈઝરાયલીઓએ સમુહગાન પણ શરૂ કર્યું તે સમુદાયના લોકોએ ઈઝરાયલના ધ્વજ પણ લહેરાવા શરૂ કર્યા.

બેનઈ મેનાશેનો અર્થ છે મેનાશેના પુત્રો. આ જૂથના ૪,૫૦૦ લોકોને ઘરવાપસી માટે ઈઝરાયલે બોલાવ્યા છે. તેઓને ઉત્તર ઈઝરાયલમાં રહેવા માટેની તમામ સુવિધા ઈઝરાયલી સરકારે કરી આપી છે.

વાસ્તવમાં ઈ.સ. પૂર્વે ૭૨૦માં એસીરીયન આક્રમણકારોએ તેમને દેશમાંથી બહાર કાઢી મુક્યા હતા.

આ પૈકીના એક ડાગન-જોવાન ૨૦ વર્ષથી ઈઝરાયલમાં રહે છે. તેઓ પણ એરપોર્ટ પર બેનઈ મેનાશે લોકોનું સ્વાગત કરવા તેલ-અવીવ એરપોર્ટ પર ઉપસ્થિત હતા.

આ સર્વેને આવકારવા ઈઝરાયલના ધ્વજના રંગ ભૂરા અને સફેદ રંગ જેવા જ ભૂરા અને સફેદ રંગના ફુગ્ગાઓની બનાવેલી કમાનો રચવામાં આવી હતી.

'શાવેઈ-ઈઝરાયલ' નામક એક ઈઝરાયલી સંસ્થા આવી ખોવાયેલી જનજાતિઓના વંશજોને શોધી રહી છે. તે સંસ્થાઓ પત્રકારોને જણાવ્યું હતું કે ૧૯૯૦ના દશકથી આજ સુધીમાં આશરે ૪૦૦૦ બનેઈ મેનાશે ઈઝરાયલ આવી પહોંચ્યા છે. હજી બીજા ૭૦૦૦ જટેલા આ જાતિના લોકો ભારતમાં રહે છે. તેઓ કહે છે સદીઓથી તેઓ પૂશિયા, અફઘાનિસ્તાન, તિબેટ અને ચીનમાં રહેતા હતા. પરંતુ ત્યાંથી ભાગી છુટવું પડયું હતું.