તેલ અવીવ,૨૧ એપ્રિલ,૨૦૨૬,મંગળવાર
દક્ષિણ લેબનોનમાં ઇસુની પ્રતિમાને હથોડીથી તોડી નાખનારા ઇઝરાયેલી સૈનિક અને તેનો ફોટો પાડનારા સૈનિકને યુધ્ધ મોરચેથી બરતરફ કરવામાં આવ્યા છે અને ૩૦ દિવસની જેલની સજા ફટકારવામાં આવી છે. ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયેલની માહિતી અનુસાર ઇઝરાયેલની ઉત્તરીય કમાન્ડને આ ઘટનાનો અહેવાલ મળ્યા પછી ઉંડું દૂખ વ્યકત કર્યુ હતું. ૨૧ એપ્રિલના રોજ દક્ષિણ લેબેનોનના ખ્રિસ્તી ગામ ડેબેલમાં બે સૈનિક દ્વારા નાશ કરાયેલી પ્રતિમાઓને બદલવા માટે ઇસુની એક પ્રતિમા સોંપવામાં આવી હતી.
ડેબેલના ખ્રિસ્તી ગામની ઘટનાની સૈન્ય દ્વારા તપાસમાં જાણવા મળ્યું હતું કે પ્રતિમાને નુકસાન પહોંચાડનાર સૈનિક અને તેમનો ફોટો પાડનાર સૈનિક ઉપરાંત ૬ સૈન્ય સૈનિકો ઘટના સ્થળે હાજર હતા. જો કે ઘટનાને રોકવા અથવા તેની જાણ નહી કરવા માટે કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે સૈનિકોનું વર્તન આઇડીએફના આદેશો અને મૂલ્યોથી સંપૂર્ણ પણે વિચલિત થયું હતું. ઇઝરાયેલના ડિફેન્સ ફોર્સના જણાવ્યા અનુસાર સ્થાનિક સમુદાય સાથે સંપૂર્ણ સંકલનમાં પ્રતિમાને સૈનિકો દ્વારા બદલામાં આવી છે.


