World
આફ્રિકાના સૌથી નાના દેશ સેશેલ્સ અને ભારત વચ્ચે 19 કરારો થયા
By GS Team
28 Jun 20262 mins read
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આફ્રિકાના સેશેલ્સની મુલાકાત લીધી હતી. સેશેલ્સના પ્રમુખ પેટ્રિક હેરમિનિએ સાથે બેઠક યોજી, જેમાં 19 કરારો થયા. વડાપ્રધાન મોદીને સેશેલ્સના સર્વોચ્ચ સન્માન 'ગાર્ડિયન ઓફ બ્લૂ હોરિઝન'થી સન્માનિત કરાયા. મોદીએ ક્લાઇમેટ ચેન્જની અસર પર ભાર મૂક્યો. હિન્દ મહાસાગર ભારત અને સેશેલ્સને જોડે છે તેમ જણાવ્યું.
00:00
00:20
Summarized by AI; it may make mistakes. Check important info

- સેશેલ્સે મોદીને દેશનું સર્વોચ્ચ સન્માન આપ્યું
- હિન્દ મહાસાગર ભારત અને સેશેલ્સને અલગ નથી પાડતો પરંતુ જોડે છે : મોદી
વિક્ટોરિયા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આફ્રિકાના સૌથી નાના દેશ સેશેલ્સની મુલાકાત લીધી હતી. માલદિવ્સની જેમ ટાપુઓથી બનેલા આ દેશ સેશેલ્સના પ્રમુખ પેટ્રિક હેરમિનિએ સાથે મોદીએ બેઠક યોજી હતી. દરમિયાન બન્ને દેશો વચ્ચે ૧૯ જેટલા કરારોને લીલીઝંડી આપવામાં આવી હતી. જેમાં સમુદ્રી સુરક્ષા, ડિજિટલ પેમેન્ટ, સ્પેસ, સ્વાસ્થ્ય વગેરેનો સમાવેશ થાય છે.
આશરે સવા લાખની વસતી ધરાવતા આ આફ્રિકન દેશ સેશેલ્સની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સેશેલ્સના સર્વોચ્ચ સન્માન ગાર્ડિયન ઓફ બ્લૂ હોરિઝન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. પોતાની આ મુલાકાત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ટાપુ દેશો પર ક્લાઇમેટ ચેન્જની બહુ મોટી અસર થઇ છે. જેની અસર આપણને હવામાનની પેટર્ન, મરીન ઇકોસિસ્ટમ, કોસ્ટલાઇન્સ પર દેખાવા લાગી છે. જે દેશો આ આબોહવા પરિવર્તન માટે જવાબદાર નથી તેમને વધુ ભોગવવું પડે તે યોગ્ય નથી.
સેશેલ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રીત કર્યા છે. ૨૯મી જૂનના રોજ સેશેલ્સની રાજધાની વિક્ટોરિયામાં ૫૦માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય મહેમાન તરીકે સામેલ થશે. જ્યારે ભારતીય સૈન્યની એક ટૂકડી પણ સેશેલ્સના સ્વતંત્રતા દિવસની પરેડમાં સામેલ થશે. દેશના સર્વોચ્ચ સન્માનને મેળવ્યા બાદ વડાપ્રધાન મોદીએ સેશેલ્સની એસેમ્બ્લીને સંબોધી હતી જેમાં તેમણે કહ્યું હતું કે હિન્દ મહાસાગારના ભારતના વિઝનમાં સેશેલ્સ એક વિશેષ સ્થાન ધરાવે છે. હિન્દ મહાસાગર ભારત અને સેશેલ્સને અલગ નથી પાડતો પરંતુ જોડે છે. બન્ને દેશો વચ્ચેની આ મુલાકાત જુના મિત્રો તરીકેની છે.