World

આ ત્રણ એશિયન દેશોમાં માત્ર એક સપ્તાહમાં ભારે વરસાદથી ૧૪૦૦ લોકોના મોત

By GS TEAM
4 Dec 20251 min read
આ ત્રણ એશિયન દેશોમાં માત્ર એક સપ્તાહમાં  ભારે વરસાદથી ૧૪૦૦ લોકોના મોત

કોલંબો,૪ ડિસેમ્બર,૨૦૨૫,ગુરુવાર 

ઇન્ડોનેશિયા, શ્રીલંકા અને થાઇલેન્ડમાં છેલ્લા ૧ સપ્તાહમાં થયેલા મુશળધાર વરસાદમાં મુત્યુ પાંમનારા લોકોની સંખ્યા વધીને ૧૪૦૦ થઇ છે. પશ્ચિમી ઇન્ડોનેશિયાઇ ટાપુ સુમાત્રામાં વર્ષો પછી આવેલા પૂર અને ભૂસ્ખલનોના કારણે અત્યાર સુધી ૭૭૦ લોકો માર્યા ગયા છે જયારે ૪૬૩ હજુ ગૂમ છે. 

અનેક સ્થાનિક પર્યાવરણ ગુ્પોના જણાવ્યા અનુસાર પ્રાકૃતિક સંસાધનોના ખનન અને જંગલ કપાવાથી આ કટોકટીમાં યોગદાન આપ્યું છે આથી ઇન્ડોનેશિયા સરકારે આ મુદ્વા પર ધ્યાન આપવાની જરુર છે. ઇન્ડોનેશિયાના મંત્રી રાજા જુલી એન્ટનીનું કહેવું હતું કે સરકાર પોતાના પર્યાવરણ પ્રબંધન ઉપાયોની સમિક્ષા કરવામાં આવશે. 

 શ્રીલંકાની વાત કરીએ તો ચક્રવાતના પગલે  ભારે વરસાદ થવાથી ૪૭૯ અને થાઇલેન્ડમાં કમસેકમ ૧૭૦ લોકોના મોત થયા છે. ઇન્ડોનેશિયા અને શ્રીલંકામાં લગભગ ૮૦૦ લોકો લાપતા છે. શ્રીલંકામાં પૂરગ્રસ્તોની કપરી સ્થિતિમાં ભારત મદદ કરીને માનવતાનો પરિચય આપ્યો છે.