World

ટ્રમ્પે ચાઈનીઝ ઉત્પાદનો સામે 100% ટેરિફ ઝીંક્યો, અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉરની શરૂઆત

By GS TEAM
11 Oct 20252 mins read
TukuTouch Logo
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન વિરુદ્ધ ટેરિફ વૉરની જાહેરાત કરી દીધી છે. તેમણે 1 નવેમ્બરથી ચીનમાંથી કરાતી આયાતો પર 100% વધારાના ટેરિફ લાદવાની અને મહત્વપૂર્ણ અમેરિકામાં નિર્મિત સોફ્ટવેર પર કડક નિકાસ નિયંત્રણો લાદવાની ધમકી આપી હતી. આ પગલાથી વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે તણાવ વધી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પે ચાઈનીઝ ઉત્પાદનો સામે 100% ટેરિફ ઝીંક્યો, અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉરની શરૂઆત

Donald Trump Tariff News : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન વિરુદ્ધ ટેરિફ વૉરની જાહેરાત કરી દીધી છે. તેમણે 1 નવેમ્બરથી ચીનમાંથી કરાતી આયાતો પર 100% વધારાના ટેરિફ લાદવાની અને મહત્વપૂર્ણ અમેરિકામાં નિર્મિત સોફ્ટવેર પર કડક નિકાસ નિયંત્રણો લાદવાની ધમકી આપી હતી. આ પગલાથી વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે તણાવ વધી શકે છે.


ટ્રમ્પે શું કહ્યું પોસ્ટમાં? 

સોશિયલ મીડિયા પોસ્ટમાં, ટ્રમ્પે બેઇજિંગ પર વેપાર પર વધુ પડતું આક્રમક વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો અને ચેતવણી આપી કે અમેરિકા પણ તેનો જવાબ આપશે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી, "1 નવેમ્બર, 2025 થી કે પછી તેના પહેલા અમેરિકા તેના પર 100% ટેરિફ લગાવશે. જોકે તે ચીન દ્વારા કરાયેલી ભવિષ્યની કોઈપણ કાર્યવાહી કે ફેરફાર પર નિર્ભર રહેશે અને હા આ ટેરિફ ચીન દ્વારા વર્તમાનમાં ચૂકવવામાં આવતા કોઈપણ ટેરિફ ઉપરાંત હશે. 

'દરેક ઉત્પાદન સામે નિકાસ પ્રતિબંધો...'

ટ્રમ્પના મતે આ નિર્ણય એવા અહેવાલો બાદ લેવામાં આવ્યો હતો કે ચીન લગભગ દરેક ઉત્પાદન પર વ્યાપક નિકાસ પ્રતિબંધો લાદવાની યોજના બનાવી રહ્યું છે, જેને તેમણે અન્ય દેશો સાથેના તેના વ્યવહારમાં નૈતિક અપમાન તરીકે વર્ણવ્યું હતું. ટ્રમ્પે લખ્યું, "હમણાં જ જાણ્યું કે ચીને વેપાર પર અપવાદરૂપે આક્રમક વલણ અપનાવ્યું છે. આ અપવાદ વિના તમામ દેશોને અસર કરશે અને તેમણ. દેખીતી રીતે આ વર્ષો પહેલા આયોજન કર્યું હતું. અમે 1 નવેમ્બરથી તમામ મહત્વપૂર્ણ સોફ્ટવેર પર નિકાસ નિયંત્રણો લાદીશું."