યુ.એસ.મીલીટરી બેઝ ઉપર 100 ફીટનું UFO ઊડયું : શું પરગ્રહવાસીઓ પૃવી પર આવી પહોંચ્યા છે ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- એ રહસ્યમય ચીજના સીક્રેટ વીડિયોની તપાસ ચાલે છે
- કોલોરાડોનાં એક સૈન્ય મથક ઉપર કાળી ત્રિકોણાકાર ચીજ ઊડતી દેખાણી, થોડા સમયમાં અચાનક જ તે ઑબ્જેક્ટ વાદળોનાં ગરકાવ થઇ ગયો
ન્યૂયોર્ક : અમેરિકામાં ફરી એકવાર આકાશમાં દેખાયેલા રહસ્યમય પદાર્થે હલચલ મચાવી દીધી છે. એવું કહેવાય છે કે આશરે ૧૦૦ ફીટ લાંબી ત્રિકોણાકારચીજ કોલોરાડોનાં સૈન્ય મથક ઉપર ઊડતી હોવાનું રેકોર્ડ કરવામાં આવ્યું છે તે ઘટના સાથે જોડાયેલા કથિત સીક્રેટ વીડિયો અંગે અત્યારે અમેરિકી સરકાર તપાસ ચલાવી રહી છે.
આ ઘટના સૌથી પહેલાં ન્યૂયોર્ક પોસ્ટે પ્રસિદ્ધિ કરી હતી. આ પછી ફેડરલ ગવર્નમેન્ટના ડીપાર્ટમેન્ટ ઓફ વૉરે પણ જણાવ્યું હતું કે અમે તે દાવાની તપાસ કરી રહ્યા છીએ.
ન્યૂયોર્ક પોસ્ટના રીપોર્ટ પ્રમાણે કથિત વીડિયો ૨૦૦૩ની બે રાત્રી સુધી સતત બે રાત સુધી પણ આવા રહસ્યમય પદાર્થો દેખાયા હતા.
આ વખતે દેખાયેલા આ ઑબ્જેક્ટને નજરે જોનારાએ કહ્યું હતું કે તે ચીજ વિશાળ અને કાળા રંગની હતી. તેનો આકાર ત્રિકોણાકાર સમાન હતો. તે પર્વતો ઉપરથી પસાર થતી જોવા મળી હતી. પછી થોડા સમયમાં જ તે રહસ્યમય ચીજ વાદળોમાં ગાયબ થઇ ગઇ હતી. જો કે આ દાવાની સત્યતા હજી મળી શકી નથી. છતાં પેન્ટાગોને અને ફેડરલ ગવર્નમેન્ટ તે અંગે તપાસ ચલાવી રહી છે. ન્યૂયોર્ક પોસ્ટે સૂત્રોના હવાલે જણાવ્યું હતું કે તેનો કહેવાનો વીડિયો અત્યારે કોલોરાડો સ્થિત એર ફોર્સ ઓફીસ ઓફ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન પાસે છે. રીપોર્ટમાં તે ફાઇલોના નંબર પણ દર્શાવવામાં આવ્યા છે. પરંતુ હજી તે વીડિયો જાહેર કરાયા નથી. તેથી સ્વતંત્ર રીતે તે જાણી શકાતું નથી કે વીડિયોમાં દેખાયેલી ચીજ યુએફઓ જ હતી તે સ્પષ્ટ કહી શકાય તેમ નથી. તે તો તપાસ પૂરી થયા પછી જ જાણી શકાશે.
એવી માન્યતા છે કે પૃથ્વી ઉપર કોઈ ભારે આપત્તિ આવવાની હોય કે મોટું યુદ્ધ થવાનું હોય તે પહેલાં ચેતવણી આપવા યુએફઓ આવે છે.









