તમિળનાડુના સાસંદો મુખ્યપ્રધાન વિજયના વિરોધી હોવાના સંકેત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- 57 માંથી 37 સાંસદો ગેરહાજર રહ્યા
- ઇનસાઇડ સ્ટોરી
- સ્ટાલિન પરિવાર માટે ઉદયનિધિની ધરપકડ લોટરી સમાન સાબિત થઇ રહી છે.
સીમાંકનના મુદ્દે તમિળનાડુના મુખ્યપ્રધાને વિજય જોસેફે બોલાવેલી બેઠક ફિયાસ્કામાં પરિણમી હોઇ વિજયના ટેન્ટમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. તમિળનાડુના ૫૭માંથી ૩૭ સાંસદોએ ગેરહાજર રહીને પોતાના રાજ્યની સળગતી સમસ્યા પર ચર્ચા કરવાનો વિરોધ નોંધાવ્યો હોય એમ લાગે છે. સીમાંકન આખા રાજ્યની સમસ્યા છે . તેના કારણે રાજ્યની બેઠકો ઘટે એમ છે.
તાજેતરમાં ડીએમકેના ઉદયનિધિની ધરપકડ કરાવીને વિજયે ભૂતપૂર્વ શાસકો એવા ડીએમકે સાથે સંબંધો બગાડયા છે. ઉદયનિધિએ વિજયની ફ્રેન્ડ કહેવાતી અભિનેત્રી ત્રિષા અંગે દ્વિઅર્થી સંવાદોનો ઉપયોગ કરતાં વિજયે તેમની સામે એફઆઇઆર નોંધાવી હતી. જોકે ઉદયનિધિને તરતજ જામીન મળી ગય ાહતા પરંતુ ઉદયનિધિને પકડીને પોલીસ સ્ટેશને લઇ જવાયા તે તમિળનાડુના દરેક રાજકારણીઓએ નોંધ્યું છે.
ત્રિષા પાસે કોઇ સત્તાવાર પદ નથી તો પછી શા માટે વિજયે એફઆઇઆર જેવું પગલું ભર્યું? તમિળનાડુમાં દ્વિઅર્થી સંવાદોનો મારો વર્ષોથી ચાલ્યો આવે છે.
મુખ્યપ્રધાન વિજયે ઉદયનિધિ સામે કડક વલણ અપનાવીને ડીએમકે સાથેના સંબંધો બગાડયા છે. હવે જ્યારે મુખ્યપ્રધાન વિજયને રાજ્યના મુખ્ય વિપક્ષની ખબર પડી છે ત્યારે તે મહત્વના મુદ્દે થનારી ચર્ચામાં પણ હાજર રહેવા તૈયાર નથી.
જોસેફ વિજયે જે વર્ષે પક્ષ રચ્યો તે જ વર્ષમાં સરકાર રચીને ભલે સિધ્ધિ મેળવી હોય પરંતુ તમિળનાડુનું રાજકરાણ સમજવું તેમના માટે બહુ મુશ્કેલ બની રહેવાનું છે. વિજયની કમનસીબીએ પણ છેકે તેમણે સરકારમાં કોંગ્રેસને સાથે રાખી છે એટલે દિલ્હીમાં કેન્દ્ર સરકાર સાથે તેમનો મનમેળ શક્ય બનવાનો નથી. દેશના વિપક્ષી ગઠબંધનમાંથી ડીએમકે છૂટો પડયા પછી સ્ટાલિન પરિવાર પોતાની નવી વ્યૂહ રચના બનાવવામાં વ્યસ્ત છે ત્યાંજ ત્રિષાનો કિસ્સો ચગ્યો હતો. વિપક્ષને જેલભેગો કરવાની ભાવના હેઠળ મુખ્યપ્રધાને વિજયે એફઆઇઆરનું બ્રહ્માસ્ત્ર ઉગામ્યું હતુ.
જોકે તે વિવાદમાં પરિણમ્યું છે. ડીએમકે ભલે સત્તા પર નથી પરંતુ તેમની પ્રજા પરની પકડ ઓછી નથી થઇ. રાજકારણમાં પ્રજાપર પકકડ વધારવા એકાદ મુદ્દો પુરતો હોય છે. પોતાના પ્રિય નેતા ઉદયનિધિની ધરપકડ તમિળનાડુના લોકો માટે આઘાત જનક હતી. લોકો કહેતા હતા કે ત્રિષા છે કોણ? તેના માટે ઉદયનિધિ પર પોલીસ પગલાં શકાય. હકીકત એ છેકે વિજય જોસેફની કોઇ ભૂલની રાહ જોઇને બેઠેલા સ્ટાલિન પરિવાર માટે ઉદયનિધિની ધરપકડ લોટરી સમાન છે. તમિળનાડુના રાજકારણમાં શશીકલાથી માંડીને જયલલિથા સુધીના લોકોની મશકરી થઇ છે.જયલલિથાની તો સાડી ખેંચવાની ઘટના તમિળનાડુના ઇતિહાસમાં નોંધાયેલી છે.
ઉદયનિધિનું નામ સનતન ધર્મના વિરોધી તરીકે જાણીતું છે પરંતુ તેની ઇમેજના બચાવમાં ત્રિષાનો કિસ્સો આવી ગયો છે.તમિળનાડુના લોકો જાણે છે કે ત્રિષા પાસે કોઇ બંધારણીય હાદ્દો નથી. તેના કારણે વિજય તેની પત્ની સાથે રહેતા નથી. મામલો એવો બિચક્યો છે કે તમિળનાડુના તમામ રાજકારણીઓ ઉદય નિધિની તરફેણ કરી રહ્યા છે.
જ્યારે વિજયે સીમાંકનના મુદ્દે બોલાવેલી બેઠકમાં રાજ્યના સાંસદેાએ ગેરહાજર રહીને પોતે એક રીતે વિજયને સપોર્ટ નથી તકતા અવો સંકેત આપી દીધો છે.
તમિળનાડુમાં સિમાંકનનો મુદ્દો મહત્વનો છે.નહીં હાજર રહેલા સાંસદોમાં ૩૦ તો ડીઅમકેના છે.નહીં હાજર રહેલા સાંસદેાએ કહ્યું હતું કે વિજય કાવેરી મુદ્દા પર ચર્ચાને ડાયવર્ટ કરવા માંગે છે.









