પાક અને પીઓકેને તેમના હાલ પર છોડી દેવા જોઇએ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ૧૫ ઓગસ્ટના સંબોધનમાં પીઓકેનો ઉલ્લેખ નથી
- ઇનસાઇડ સ્ટોરી
- ૧૧૭ સેલિબ્રિટીઓના કહેવાથી કે સલાહથી કોઇ દુશમન દેશ સાથે મંત્રણા ના થઇ શકે
૧૫ઓગષ્ટે દેશને કરેલા સંબોધનમાં વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરનો કોઇપણ પ્રકારે ઉલ્લેખ નહીં કરીને પાકિસ્તાન સાથે ફરી ચર્ચા કરવા શરૂ કરવાના અભરખા ધરાવનારાને મૂંઝવણમાં મુકી દીધા છે. પીઓકેમાં ચાલતા પાકિસ્તાન વિરોધી હિંસાચાર અને પાકિસ્તાનના લશ્કરે શરૂ કરલા દમન સામે વિશ્વમાં પ્રત્યાધાત જોવા મળે છે. પીઓકે હમારા હૈ એમ કહેનારા રાજકારણીઓ પણ પીઓકે બાબતે હવે ચૂપ છે.
૧૫ઓગસ્ટના સંબોધનમાં વડાપ્રધાન પીઓકે કે પાકિસ્તાનનો ઉલ્લેખ કરશે તેની રાહ જોઇને પાકિસ્તાન પણ બેઠું હતું જોકે બળતા ઘરનો ઉલ્લેખ કરવામાં વડાપ્રધાનને કોઇ રસ નથી તે દેખાઇ આવે છે. પીઓકેની સાથે સાથે પાકિસ્તાનમાં પણ હિંસાચાર ચાલે છે. એક તરફ અફઘાનિસ્તાનના તાલિબાનો અને બીજી તરફ બલૂચિસ્તાનના લડવૈયાઓ પાકિસ્તાનના શાસકોની ઉંધ હરામ કરી રહ્યા છે, તો ત્રીજી તરફ પાકિસ્તાનના કેટલાક ટોપના માથાઓની ધુરંધર સ્ટાઇલ હત્યા થઇ રહી છે.
ભૂતપૂર્વ શાસક ઇમરાન ખાનના સમર્થકો પણ મેદાનમાં છે. જેલમાં ઇમરાનખાનનું અવસાન થયું છે તેવા અહેવાલો બાદ સતત ત્રણ દિવસ સુધી ઇમરાનના સમર્થકો પાક્સ્તિાનના શાસકો સામે જંગી રેલી કાઢીને ડરાવતા હતા. પાકિસ્તાનના શાસકો જોણે છે કે જો જેલમાં ઇમરાન ખાનનું અવસાન થશે તો પાકિસ્તાનમાં બળવો ફાટી નીકળવાનો છે. ઇમરાનખાનનો મુદ્દો પાકિસ્તાનમાં સળગતી સમસ્યા સમાન છે.
પાકિસ્તાન સાથે ભારત ચર્ચા કરે તો ત્રાસવાદની સમસ્યાનો ઉકેલ આવે એવું માનતા કેટલાક લોકો પાકિસ્તાનની ત્રાસવાદ તરફી નીતિ અને પ્રવૃત્તિનો વિરોધ કેમ નથી કરતા એમ મોદી સરકારના પ્રવક્તાઓ વારંવાર કહી ચૂક્યા છે.
ભારત અને પાકિસ્તાન ૧૧૭ જેટલી નામાંકિત કહી શકાય એવી સેલિબ્રિટીઓએ વડાપ્રધાન મોદીને અને પાકિસ્તાનના વડા શાહબાઝને પત્ર લખીને કહ્યું છે કે બંને દેશોએ સાથે શાંતિ મંત્રણા શરૂ કરવી જોઇએ જેથી બંને દેશની સમૃધ્ધિ વધી શકે છે. બંને દેશના લોકો માટે પણ શાંતિ મંત્રણા જરૂરી છે એમ કહેનારાઓને મોદી સરકારની ત્રાસવાદ વિરોધી નીતિઓની ખબર નથી લાગતી.
શાંતિ મંત્રણા માટેની હિમાયતી સેલિબ્રિટીઓને જ્યારે એમ પૂછવામાં આવે છે કે ૨૬-૧૧, ફૂલવામાં, તેમજ પહેલગામ જેવા એટેક ભવિષ્યમાં નહીં થાય તેવી ખાતરી કોણ આપશે? જોકે આવા પ્રશ્નોના કોઇ જવાબ સેલિબ્રિટીઓ પાસે નથી હોતા. આ લોકો પોતાના નામો બજાર માં ફરતા થાય તેમાંજ રસ ધરાવે છે. જોેકે કેટલા ક સિલિબ્રિટીઓ કહે છે કે હુમલાઓ વચ્ચે પણ શાંતિ મંત્રણા ચાલુ રાખવી જોઇએ. આવું કહેતા લોકોને પાકિસ્તાની સરહદે ચાલતા ત્રાસવાદી ટ્રેનીંગ કેમ્પોની જાણકારી હોય એમ લાગતું નથી.
જોકે હવે જ્યારે નયા ભારતનો પવન શરૂ થયો છે ત્યારે પાકિસ્તાન સાથે શાંતિ મંત્રણા શરૂ કરવાની મોદી સરકારની કોઇ ઇચ્છા લાગતી નથી. પાકિસ્તાની સ્થિતિ બહુ કરૂણ છે. જીવન જરૂરી ચીજોના ભાવો આસમાને પહોંચ્યા છે. પીઓકેની સ્થિતિ તો પાકિસતાન કરતાં પણ બદતર છે. પીઓકેના આંદોલનકારીઓને કચડી નાખવા પાકિસ્તાનના લશ્કરી શાસકોએ સેના ઉતારી હતી.
પાકિસ્તાન અને પીઓકે બંને સળગી રહ્યા છે. મોદી સરકાર પોતાની વાતમાં અડગ છે. સેલિબ્રિટીઓના કહેવાથી કે સલાહથી કોઇ દુશમન દેશ સાથે મંત્રણા ના થઇ શકે. પાકિસ્તાન અને પીઓકેને તેમના હાલ પર છોડી દેવા તેજ સાચી ચાણકય નિતી કહી શકાય.









