Inside Story

તમિળનાડુમાં સોનાની 12 લાખ વીંટીનો ઓર્ડર વિવાદ ઊભો કરશે

By GS Team
26 Aug 20263 mins read
TukuTouch Logo
તમિલનાડુમાં મુખ્યપ્રધાન વિજય જોસેફની પાતળી બહુમતીવાળી સરકાર જોખમમાં છે. ડીએમકેના દયાનિધિ વિજયનો ખુલ્લો વિરોધ કરી રહ્યા છે. ત્રિષાના કેસમાં દયાનિધિની ધરપકડના આદેશ બાદ રાજકીય કોલ્ડવોર વધુ તીવ્ર બની છે. 234 બેઠકોમાંથી 108 બેઠકો ધરાવતી વિજય સરકાર પર ડીએમકે ગમે ત્યારે રાજકીય દાવપેચ રમી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તમિળનાડુમાં સોનાની 12 લાખ વીંટીનો ઓર્ડર વિવાદ ઊભો કરશે
  • પાતળી બહુમતી વાળી વિજય જોસેફની સરકાર સામે જોખમ
  • ઇનસાઇડ સ્ટોરી
  • તમિળનાડુના મુખ્યપ્રધાનને હંફાવવાનો મોરચો ડીએમકે તરફથી દયાનિધિનો સોંપવામાં આવ્યો છે

તમિળનાડુમાં મુખ્યપ્રધાન વિજય જોસેફ અને ભૂતપૂર્વ સત્તાધીશ ડીએમકે પરિવાર વચ્ચે શરૂ થયેલી કોલ્ડવોર હવે તમિળનાડુુના વિકાસ માટે પણ જોખમી બની રહી છે. વિજયનું કોઇ પણ પગલું ડીએમકે પરિવાર ફગાવી રહ્યું છે. છેલ્લે જ્યારે વિજયે તમામ વિધાનસભ્યોને સરકારી ગાડી આપવાની વાત કરી ત્યારે પણ ડીએમકેના દયાનિધિએ તેનો વિરોધ કરીને કહ્યું હતું કે અમારા પક્ષના કાઇ વિધાનસભ્ય સરકારી ગાડીને ઉપયોગ નહીં કરે.
સિમાંકનની બેઠક જ્યારે મુખ્યપ્રધાને બોલાવી ત્યારે પણ પહેલા ધડાકેજ દયાનિધિએ કહ્યું હતું કે અમારા પક્ષના સભ્યો હાજર નહીં રહે. સીમાંકનમાં તમિળનાડુને ફટકો પડતો હોવા છતાં મુખ્યપ્રધાન વિજયના નેતૃત્વ હેઠળ ડીએમકેના કોઇ સાંસદ હાજર રહ્યા નહોતા. ડીએમકે હવે મુખ્યપ્રધાન વિજયનો ખુલ્લો વિરોધ કરી રહ્યા છે. જ્યારથી દયાનિધિની ધરપકડ કરવાના આદેશ મુખ્યપ્રધાન વિજયે આપ્યા ત્યારથીજ બંને પક્ષે સામસામા બાણ તંાક્યા હતા. દયાનિધિ મારને જ્યારે અભિનેત્રી ત્રિષા માટે દ્વિઅર્થી સંવાદોનો મારો ચલાવ્યો હતો તે ત્રિષાને મુખ્ય પ્રધાના સાથે કોઇ સત્તાવાર સંબંધ નથી કે નથી તો તેની પાસે કોઇ હોદ્દો કે નથી તે કોઇ પક્ષના હોદ્દેદાર તો પછી તે ત્રિષાનું અપમાન થયું છે એમ કહીને દયાનિધિની ધરપકડ માટે પોલીસનો કાફલો શા માટે મોકલ્યો હતો? વિજય જોસેફ જાહેરમાં કહી શકતા નથી કે ત્રિષા સાથે હું પ્રેમમાં છું કેમકે તેમની પત્ની સાથે છૂટાછેડાનો કેસ ચાલે છે.
તમિળનાડુનું રાજકારણ કેટલાક મુદ્દે બહુ સંવેદનશીલ છે. લોકો ઉપર પણ તમિળનાડુના રાજકારણની બહુ અસર રહેલી છે. તાજેતરમાં જ્યારે મુખ્યપ્રધાન વિજય દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળ્યા ત્યારે દયાનિધીએ કહ્યું હતું કે મુખ્યપ્રધાન ડેલીએ હાથ દઇને પાછા આવ્યા છે. હાલમાં વિજયની લોકપ્રિયતા ટોપ પર છે. ચૂંટણી પહેલાં નવજાત બાળકને એક ગ્રામની સોનાની વીટી આપવાનું પ્રમીસ પુરૃં કરવા બાર લાખ આંઠ હજાર જેટલી સોનાની વીંટી બનાવવના ઓર્ડર અપાયા છે. જોય લુકાસ અને કલ્યાણ જ્વેલર્સને આ ઓર્ડર અપાયા છે.
૨૨ જુન થી સપ્ટેમ્બર મહિના દરમ્યાન સરકારી હોસ્પિટલોમાં જન્મેલા બાળકને તે ભેટ આપાશે. ૧૫ સપ્ટેબરથી આ પ્રોજક્ટ શરૂ થશે જેમાં મુખ્યપ્રધાનની સૌથી વધુ વાહવાહી થવાની છે. તમિળનાડુ સરકારે ટેન્ડર બહાર પાડીને વીંટીના ઓર્ડર આપ્યા હતા. તમિળનાડુના મુખ્યપ્રધાનને હંફાવવાનો મોરચો ડીએમકે તરફથી દયાનિધીનો સોંપવામાં આવ્યો હોય એમ લાગી રહ્યું છે. દયાનિધિ વધુ એેગ્રેસિવ છે અને તમિળનાડુના યુવાનોનો સાથ તેમને મળી રહ્યો છે. તમિળનાડુની સરકારે શરૂઆતમાં કોઇ ખાસ કામ બતાવ્યું નથી. નવજાત બાળકોને સોેનાની વીંટી આપવાનો પ્રોજક્ટ અંતે તો સરકારી તિજોરી પર ભાર વધારવાનો છે.
તમિળનાડુમાં જે રીતે મુખ્યપ્રધાન અવે વિપક્ષના નતાઓ વચ્ચે ટકરાવ શરૂ થયો છે તે જોતાં એમ લાગે છે કે ગમે ત્યારે વિજ્યની સરકાર તૂટી પડવાની છે. તમિળનાડુ વિધાનસભાની કુલ ૨૩૪ બેઠકો છે. બહુમતી માટે ૧૧૮ બેઠકો છે. વિજય જોસેફ પાસે પાસે ૧૦૮ બેઠકો છે. કોંગ્રેસે તેને ટકો જાહેર કર્યો છે પરંતુ અન્ય પક્ષો પર ભરોસો રાખીને મુખ્યપ્રધાને સરકાર ચલાવવાની છે. પાતળી બહુમતી વાળી વિજય જોસેફની સરકાર જોખમી બની શકે છે. ડીએમકે ગમે ત્યારે કોઇ રાજકીય ગેમ રમી શકે છે. ત્રિષાના કેસમાં દયાનિધિને જેલમાં પુરવાનું પગલું વિજય જોસેફને ભારે પડી શકે છે.