માયાવતીએ જે કડક પગલું ભર્યું તેવું મમતા ના કરી શકે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- માયાવતીએ આકાશને હટાવ્યો તેથી વિવાદ
- ઇનસાઇડ સ્ટોરી
- માયાવતીએ ભત્રીજાને કાઢ્યો જ્યારે મમતા બેનરજી અભિષેકને સરંડર થયેલા છે
દેશના રાજકારણમાં જ મહિલાઓેને મર્દાની ભર્યા નિર્ણયો લેનાર કહેવાતું હતું તેમાં દિવંગત વડાપ્રધાન ઇન્દિરા ગાંધી મોખરે છે તો ત્યારબાદ ઉત્તરપ્રદેશના માયાવતી, પ.બંગાળના મમતા બેનરજી અને તમિળનાડુના દિવંગત મુખ્યપ્રધાન જયલલિથાનો સમાવેશ કરી શકાય છે. આ મહિલાઓે અન્ય મહિલાઓએ રાજકારણમાં ટેાપ પર પહોંચી શકાય છે તે બતાવી આપાયું હતું. તેમણે પુરૂષ પ્રધાન રાજકારણમાં પુરૂષ રાજકારણીઓને હંફાવવામાં દેખીતી સફળતા મેળવી હતી.
ઇન્દિગાંધીને તો અટલબિહારી વાજપેઇ દુર્ગા કહી ચૂક્યા છે એમ ઉત્તરપ્રદેશમાં માયાવતીને દેશના બંને મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપ હંફાવી શક્યા નહોતા. તમિળનાડુના મુખ્યપ્રધાન જયલલિથાએ તો કેન્દ્રમાં વાજપેઇની સરકારને ઉથલાવી હતી. મમતા બેનરજીને પ.બંગાળમાં હરાવવા લગભગ અશક્ય હતું. તેમનો વધુ પડતો આત્મવિશ્વાસ તેમને ભારે પડયો હતો. મમતા બેનરજી વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે દાવો કરતા હતા.
મમતા બેનરજી પ.બંગાળમાંથી હાર્યા બાદ તે રાજકારણમાંથી લગભગ ફેંકાઇ ગયા છે. પરંતુ તેમની પાસે રાજકારણ સિવાયનો કોઇ બીજો બિઝનેસ ના હોવાથી તે તેમના જુના સાથીઓને પરત પક્ષમાં બોલાવવા મથી રહ્યા છે. તેમના મોટા ભાગના સાથીઓ પક્ષ છોડીને જતા રહ્યાં છે. મમતા બેનરજી પોતાની હારનું કારણ શોધી શક્યા નથી પરંતુ ઉત્તરપ્રદેશના ચૂંટણી જગંમાં ફરી પ્રવેશવા માયાવતી પક્ષમાં ફેરફારના એક ભાગ રૂપે તેમના ભત્રીજા અકાશ આનંદને પક્ષના સંગઠનમાંથી દૂર કરીને પોતે સગાવાદમાં માનતા નથી એવું સાબિત કરવા પ્રયાસ કર્યો છે.
બહુજન સમાજવાદી પક્ષ આગામી વિધાનસભાના જંગમાં દરેક બેઠક પર ઉમેદવાર ઉભા રાખવા માંગે છે. જેમ માયાવતી પર સગાવાદનો આક્ષેપ હતો એમ તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનરજી પર પણ છે. માયાવતીએ આકાશ આનંદને ખસેડવાની જાહેરાત કરી છેે પરંતુ મમતા બેનરજી અભિષેેક બેનરજીને ખસેડવાનું વિચારતા નથી. મમતાની હાર પાછળના અનેક કારણોે છે તેમાંનું એક અભિષેક બેનરજીની તાનાશાહી પણ ગણવામાં આવી છે.
પક્ષના સંગઠન સાથે સંકળાયેલા લોકો સાથે બેજવાબદાર રીતેે અને અપમાન જનક રીતે વર્તવાનો તેમના પર આરોપ છે. મમતાની હાર પછી જે લોકો પક્ષ છોડીને ગયા તેમણે અભિષેકની દાદાગીરી અંગે ફરિયાદ કરી હતી. પક્ષના સાંસદો સાથે પણ તેમનું વર્તન બહુ ખરાબ હતું. અભિષેક સામે તપાસ શરૂ થઇ ગઇ છે તેથી પક્ષ બદનામ થાય છે છતાં મમતા તેને ખસેડવા વિચારતા નથી. માયાવતી અને મમતાની સગાવાદ બાબતે સ્થિતિ અલગ છે. તે બંને એકલાં છે. એટલે કુટુંબમાંથી વારસદાર શોધ્યા છે. માયાવતી બોલ્ડ છે. પરંતુ મમતા અભિષેક આગળ લાચાર એટલા માટે છે કે અભિષેક પક્ષની ઇન-આઉટ દરેકથી વાકેફ છે.
પ્રાદેશિક પક્ષોમાં નંબર ટુ તરીકે સગાવાદ ચાલે છે. પોતે તૈયાર કરેલો પક્ષ કોઇ બીજાના હાથમાં જવા દેવા તૈયાર નથી હોતા. શિવસેનાથી માડીને ડીએમકે સુધીના પ્રદેશિક પક્ષોમાં દિકરા-દિકરીઓજ નંબર ટુ બની જાય છે. અહીં વાત છે તેમને દૂર ખસેડવાની પરંતુ તે શક્ય નથી. માયાવતીએે જે રીતે ભત્રીજાને દૂર કર્યો એમ મમતા કરી શકે એમ નથી.
મમતા રોજ તેમના જુના લઘુમતી કોમના સાથી વિધાનસભ્યોને ફોન કરીને પક્ષમાં પરત ફરવા સમજાવે છે. જોકે તેમાંથી મોટાભાગનાએ એમ કહ્યું હોવાનું મનાય છે કે પહેલાં અભિષેકને દૂર કરો પછી વાત કરીએે. મમતા એવું કરી શકે એમ નથી કેમકે અભિષેકે પડદા પાછળ રહીને પક્ષનો હવાલો સંભાળી લીધો છે.




