- અપર્ણા યાદવ ભાજપ તરફી હોઇ વિવાદ
- ઇનસાઇડ સ્ટોરી
- તેજપ્રતાપ યાદવ જનતાદળ (યુ) તરફ ઢળેલાં રહે છે
દેશમાં રાજકીય પરિવારોને ગ્રહણ લાગ્યું હોય એમ લાગી રહ્યું છે. ચૂંટણીમાં તેમને મળી રહેલા સતત જાકારા બાદ સત્તાના અભાવે કહો કે સત્તાની ખેંચતાણ કહેા પરંતુ આ પરિવારામાં ચાલતી અંદરો અંદરની કોલ્ડ વોર હવે હોટ વેર બની ગઇ છે. આ કુટુંબોમાં ચૂંટણી સમયે દેખાતો ભાઇચારેા હવે અદ્રશ્ય થઇ ગયો છે. આ લોકો જાણે છેકે છૂટા પડવામાં મજા નથી છતાં સમય સંજોગો તેમને દુર કરી રહ્યા છે.
અહીં બે રાજકીય પરિવારોની વાત છે જે તેમના રાજ્યમાં એક સમયે રાજા હતા પરંતુ તેમના સંતાનો રાજકારણમાં ઝળકી શક્યા નથી. તેમના રાજકીય વારસદાર સમાન સંતાનો સત્તા વિના અટવાયેલા રહ્યા છે જેના પગલે શરૂ થયેલા કૌટુંબીક ડખા પણ લોકોની નજરમાં આવી ગયા છે.
તેમાંનો એક ઉત્તરપ્રદેશનો મુલાયમ સિંહ યાદવ પરિવાર છે તો બીજો બિહારનો લાલુપ્રસાદ યાદવ પરિવાર છે.
આ બંને પરિવાર બહુ પ્રખ્યાત છે. એક સમયે જ્યારે કેન્દ્ર સરકાર સત્તા પર ટકી રહેવા તેમને કિંગ મેકર કહેતી હતી અને તેમનો ટેકો લેતી હતી.
બિહારમાં છ મહિના પહેલાં વિધાન સભાના જંગ વખતે જે બે ભાઇઓ તેજસ્વી અને તેજપ્રતાપ યાદવ એક બીજા સામે પ્રચાર કરતાં હતા તે બંનેને ધાર્યા પરિણામો મળ્યા નહોતા અને અંતે ઘેર બેસવાનો વારો આવ્યો હતો. બંનેે એકબીજા સામે ઝેર ઓકતા હતા. સત્તા ના મળતાં બંને કૂણા પડયા હતા. બિહારના કિંગ બનીને ફરતા લાલુપ્રસાદ યાદવની નજર સામે તેમનું ઘર તૂટયું હતું અને બંને ભાઇ તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવ સામ સામે આવી ગયા હતા.
ઉતરાયણ નિમિત્તે તેજ પ્રતાપ લાલુપ્રસાદ ઘેર જઇને માતા પિતાને પગે લાગ્યા ત્યારે ત્યાં તેજસ્વી યાદવ પણ હતા. તેજપ્રતાપે બધા સાથે ફોટા પડાવ્યા હતા અને ગૃપ ફોટો સોશ્યલ નેટવર્ક પર મુકીને એવો સંકેેત વહેતો કર્યો હતો કે કુટુંબમાં બધું સલામત છે અને બધા ભેગા છે. તેજ પ્રતાપે સોશ્યલ નેટવર્ક પર ફોટો મુકીને લોકોને એવો સંદેશ આપ્યો હતોકે કુટુંબમાં કોઇ ડખા નથી. જોકે તેજસ્વીએ મુકેલા કૌટુંબીક એકતા દર્શાવતા ફોટા પર લાલુ કે તેજસ્વી યાદવે કોઇ પ્રત્યાધાત આપ્યા નહોતો.
બીજા દિવસે તેજ પ્રતાપે તેમના ઘેર રાખેલા ભોજન સમારંભમાં તેજસ્વી યાદવ ઉપસ્થિત રહ્યા નહોતા એટલે લોકોને ખ્યાલ આવી ગયો હતો કે બે ભાઇઓ વચ્ચે દિવાર ઉભી થઇ ચૂકી છે.
તેજસ્વીની ગેરહાજરીની નોંધ દરેકે લીધી હતી. તેજ પ્રતાપે એવો ખુલાસો કર્યો હતો કે મારા ભાઇને કોઇએ રોકી રાખ્યો છે. જોકે સમજનારા સમજી ગયા હતા કે કુટુંબમાં ઝગડા ચાલુ છે.
બિહારની જેમ ઉત્તરપ્રદેશમાં રાજકીય રાજપાઠ ભોગવી ચૂકેલા મુલાયમ સિંહ યાદવના પરિવારના ઝગડા પણ હવે અખબારોના પાને ચમકવા લાગ્યા છે. અખિલેશ યાદવનો ભાઇ પ્રતિક યાદવ તેની પત્ની અપર્ણા યાદવને છૂટાછેડા આપવાની વાત કરે છે કેમકે તે ભાજપની સમર્થક છે. વાત વણસી એટલે એમ કહેવાયું કે પ્રતિક યાદવનું એકાઉન્ટ હેક થયેલું છે અને કોઇ અફવા ફેલાવી રહ્યું છે.
જોકે પ્રતિક યાદવે પણ પોતાની ભાજપ સમર્થક પત્ની અપર્ણાને છૂટાછેડા આપવા વિચારે છે એમ કહેતા વિવાદ વણસ્યો હતો.
અપર્ણા મારા ફેમિલીને નુકશાન કરી રહ્યા છે એવો દાવો પતિ પ્રતિક યાદવે કર્યો હતો. ફેમિલીમાં ચાલતા આવા ડખાની અસર પક્ષ પર થતી હોય છે.


