Get The App

તેજસ્વી બિહારમાં કોંગ્રસને નંબર ટુ તરીકે રાખવા માંગે છે

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
તેજસ્વી બિહારમાં કોંગ્રસને નંબર ટુ તરીકે રાખવા માંગે છે 1 - image

- બિહારનો જંગ પેચીદો બની રહ્યો છે

- ઇનસાઇડ સ્ટોરી

- બે જૂથો સામ સામે લડી રહ્યા છે : તેમના  આંતરિક વિખવાદોએ ઉંઘ હરામ કરી નાખી છે 

દેશના લોકોની નજર બિહારની ચૂંટણીઓ પર છે એનડીએ તેમજ યુપીએમાં ચાલતા ડખા ઉપર છે. જે બે જૂથો સામ સામે લડી રહ્યા છે તે ભલે પોતાને બાહોશ સમજતા હોય પરંતુ તે બંને જૂથોના આંતરિક વિખવાદોએ તેમની ઉંધ હરામ કરી નાખી છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએના સાથી પક્ષો ખાસ કરીને લાલુપ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતાદળના લોકો બિહારમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડાય તેમ ઇચ્છતો નથી એમ એનડીએમાં જનતાદળ (યુ) પણ ભાજપને તેની માંગ પ્રમાણે બેઠકો આપવા તૌયાર નથી.

બિહારની ચૂંટણી કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીઆઇ યેન કેન રીતે જીતવા માંગે છે કેમકે બિહારમાં નિતીશ સરકારની હારની સીધી અસર કેન્દ્ર સરકાર પર પડી શકે છે. કેન્દ્ર સરકારમાં ભાજપના મહત્વનો સાથી પક્ષ બિહારનો જનતાદળ (યુ) છે. કેટલાક રાજકીય ગણિત ના સમજાય એવા હોય છે એટલે તો કોંગ્રેસ તેજસ્વીને મુખ્યપ્રધાન બનવાની આડે બહુ કડક વલણ બતાવવા નથી માંગતી. 

લોકસભાના ૨૦૨૪ના જંગમાં ભાજપને ૧૨ અને જનતાદળ (યુ)ને પણ ૧૨ બેઠકો મળી હતી. આ બંનેનું જોડાણ બિહાર વિધાન સભાના જંગમાં સારૃં પરિણામ લાવી શકે છે. સામે છડે કોંગ્રેસ અને આરજેડીનો કોઇ ખાસ દેખાવ નહોતો. લોસસભાના પરિણામ અનુસારનું રાજકીય ગણિત વિધાનસ ભાના જંગમાં ગણી શકાય એમ નથી. બંને તખ્તાના મુદ્દા જુદા જુદા હોય છે. લોકો પણ સ્થાનિક સ્તરની સમસ્યાનો ઉકેલ ઇચ્છતા હોય છે.

બિહાર વિધાનસભાના જંગમાં લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ અને કોંગ્રેસ બહુ વહેલાં પ્રચારમાં તૂટી પડયા છે. હવે તેમની પાસેના મુદ્દા લોકોને ચવાઇ ગયેલાં લાગે છે. વોટચોરી જેવા મુદ્દા લોકોનું બહુ ધ્યાન નથી ખેંચતા કેમકે લોકોને રોજીંદી સમસ્યા જેવીકે બેરોજગારી-મેંધવારી-સલામતી જેવા પ્રશ્નોનો ઉકેલ જોઇએ છે.

તેજસ્વી યાદવનું ફેમિલી સત્તા વગર રહી શકતું નથી. વર્ષો સુધી  લાલુ પ્રસાદ ના ફેમિલીએ બિહાર પર રાજ કર્યું છે. જોડાણવાળી કેન્દ્ર સરકારોમાં તેમનો ડંકો વાગતો હતો. બિહારમાં સત્તા જોઇતી હોય તો લાલપુપ્રસાદ યાદવના ફેમિલીનો ટેકે લેવોજ પડે એવી માન્યતા  હતી. નિતીશ કુમારે તેજસ્વીનો હાથ છોડીને ભાજપ સાથે હાથ મિલાવતા તેજસ્વીયાદવનું રાજકીય વહાણ લગભગ ડૂબી ગયું હતું.  લોકસભાના જંગમાં પણ તેજસ્વી યાદવ અને કોંગ્રેસના રાહુલ ગાંધીની જોડી ખાસ કંઇ ઉકાળી શકી નહોતી.

તેજસ્વી યાદવ બિહારમાં ભલે કોંગ્રેસ સાથે રહીને લડતાં હોય પણ બંને પક્ષના કાર્યકરો એકબીજા પર ગંભીર આક્ષેપ બાજી કરી રહ્યા છે. તેજસ્વીયાદવ બિહારમાં કોંગ્રસને નંબર ટુ તરીકે રાખવા માંગે છે જે કોંગી નેતાઓને પસંદ નથી. જ્યારે રાહુલગાંધીની સામે તેજસ્વી યાદવ મુખ્યપ્રધાન બનવાના સૂત્રોચ્ચાર થાય છે ત્યારે કોંગી કાર્યકરો અને અન્ય કોંગી નેતાઓ તેનો તેજસ્વી સામે વિરોધ નોંધાવે છે.

બિહારમાં નિતીશ સરકારે અનેક લોકભોગ્ય સ્કિમો જાહેર કરી છે. તાજેતરમાં વડાપ્રધાન મોદી બિહારમાં ગયા ત્યારે તેમણે પણ કેટલીક ઉપયોગી યોજનાઓ જાહેર કરી હતી. 

બિહારનો જંગ પેચીદો બની રહ્યો છે. તેજસ્વી યાદવ માટે વધાનસભાનો જંગ મહત્વનો એટલા માટે પણ છેકે જોતે જીતે તો વિપક્ષી ગઠબંધનમાં તેની જાયન્ટ કીલર તરીકે નોંધ લેવાય અને જો તે હારશે તો તેની રાજકીય કારકિર્દીને મોટો ધક્કો પહોંચશે. બિહારના જંગમાં ઉમેદવારોની પસંદગી મહત્વની બની જશે.