Get The App

બિહારનો જંગ રસપ્રદ બન્યો છે : રાજકીય પક્ષેાના ડેરા તંબૂ

Updated: Oct 15th, 2025

GS TEAM

Google News
Google News
બિહારનો જંગ રસપ્રદ બન્યો છે : રાજકીય પક્ષેાના ડેરા તંબૂ 1 - image

- તેજસ્વી યાદવ સામે પ્રશાંત કિશોર ?

- ઇનસાઇડ સ્ટોરી

- નિતીશ કુમારના ટાંટીયા તોડી નાખવાની ધમકી આપનાર ફરી જેડી(યુ)માં સામેલ

બિહારની ચૂંટણી સિવાય રાજકીય પક્ષોની ઓફિસોમાં બીજું કોઇ કામ થતું નથી. અનેક બળીયાઓ જંગ લડી રહ્યા છે. 

દરેક પાસે રાજકીય અનુભવ છે. દરેક રાજકીય કાવાદાવાના જાણકાર છે. મતદારોને કેવી રીતે લોભાવવા તેની માસ્ટર કી પોતાની પાસે હોવાનો દરેક પક્ષ દાવો કરી રહ્યા છે. 

મતદારોે એના એજ છે પરંતુ રાજકારણના પ્રચારકો બદલાયા છે. પ્રચારના મુદ્દા પણ એના એજ છે. પ્રોમીસોની માત્રા  વધી છે અને મતદારોને વિનામૂલ્યે ચીજો આપવાની આઇટમો વધતી જાય છે.

લાલુપ્રસાદ યાદવના બે પુત્રો સામ સામે છે. તેજસ્વી યાદવે જ્યારે એમ કહ્યું કે દરેક ઘરમાંથી એકને સરકારી નોકરી આપવાનું પ્રોમિસ આપ્યું ત્યારે તેમના ભાઇ તેજ પ્રતાપ યાદવે પણ જાહેરમાં કહ્યું હતું કે પહેલાં તું જીતીને બતાવ પછી વાત. આવી ચડભડ ચૂંટણી પરિણામો સુધી ચાલ્યા કરવાની છે. 

વિરોધ પક્ષ બિહાર જીતવા ઉતાવળો બન્યો છે જ્યારે સત્તાધારી પક્ષે ચૂંટણીઓ જાહેર થઇ ત્યાં સુધી વિવિધ આર્થિક લાભ મળે તેવી યોજનાઓ જાહેર કર્યા કરી હતી.

બિહારમાં આ વખતે વિપક્ષ અને સત્તાધારી પક્ષના વોટ પ્રશાંત કિશોરની પાર્ટી કાપી શકે છે. ઉમેદવારોની સૌથી પહેલી યાદી પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટીની હતી. 

જન સૂરજ પાર્ટીના પ્રશાંત કિશોરે ગામેગામ ફરીને લોકોને જાગૃત કર્યા છે. બિહાર શા માટે પછાત છે તેના કારણોે પણ લોકો ને સમજાવ્યા છે. તેમનો પક્ષ સરકાર નહીં રચી શકે પરંતુ નોંધપાત્ર બેઠકો જીતી શકે છે.

જનતાદળ (યુ) પણ પોતાની પ્રજા પરની પકડને વધુ મજબૂત કરવા લાંબી બાંધછોડ કરવા તૈયાર હોય એમ લાગી રહ્યું છે. એક સમયે નિતીશ કુમારના ટાંટીયા તોડીનાખવાની જાહેરમાં ધમકી આપનાર જેહનાબાદના સાંસદ અરૂણ કુમારને ફરી પાછા પક્ષમાં લેવાયા છે.

 અરૂણ કુમાર પક્ષમાં હતા ત્યારે પણ નિતીશ કુમારની ટીકા કરવા પંકાયેલા છે. પરંતુ ચૂંટણીમાં પોતાનું પલ્લું ભારે બનાવવા તેમને સમજાવીને ફરી પક્ષમાં સમાવાયા છે. મગધના રાજકીય પટ્ટામાં અરૂણ કુમારનો પ્રભાવ છે. તેમણે ભારતીય સબલોગ નામની પાર્ટી પણ ઉભી કરી હતી જોકે તે બહુ ઉકાળી શકી નહોતી.

આ દરમ્યાન જ્યારે પ્રશાંત કિશોરે એવી જાહેરાત કરીકે જેમ અમેઠીમાંથી રાહુલ ગાંધી છ વર્ષ પહેલાં હાર્યા હતા એમ રાધોપુર બેઠક પરથી તેજસ્વી યાદવ હારી રહ્યા છે. બિહાર બહારથી આવતા પત્રકારો પ્રશાંંત કિશોરને અચૂક મળતા હોય છે. પ્રશાંત કિશોર માટે કહેવાયું છે કે તે તેજસ્વી યાદવની સામે ઉભા રહેવાના છે.

 પ્રશાંત કિશોર માને છે કે આ બેઠક પર લાલુ પ્રસાદ યાદવ,રાબડી દેવી, તેજસ્વી યાદવ વગેરે એકજ કુટુંબના લોકો જીત્યા છે છતાં આ વિસ્તારમાં હજુ પાયાની સવલતો પણ નથી. પ્રશાંત કિશોરે કહ્યું છેકે મારી ટીમ મને કહેશે તો હું ચોક્કસ  તેજસ્વી યાદવ સામે ઉભો રહીશ.

પ્રશાંત કિશોરે કહ્યું છે કે હાલમાં અનેક અફવાઓ ચાલે છે. આ ભલે અફવાહોય પરંતુ જોતે સાચી પડેતો તેજસ્વીને પ્રશાંત કિશોર ભારે પડી શકે એમ છે.તેજસ્વી યાદવે પણ બે બેઠકો પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

બિહારમાં ટિકીટ વહેંચણીનો એપિસોડ માારામારીથી ભરેલો જોવા મળશે.