Get The App

પાક. સાથેની મંત્રણામાંથી હવે તુર્કી ખસી ગયું

Updated: Jan 14th, 2026

GS TEAM

Google News
Google News
પાક. સાથેની મંત્રણામાંથી હવે તુર્કી ખસી ગયું 1 - image

- પાક.ની માગણી ખોટી : તાલિબાન

- ઇનસાઇડ સ્ટોરી

- પાકિસ્તાન કહે છે, અફઘાનિસ્તાન TTP આતંકીઓને  સોંપી દે, ડુરાંડ લાઈન ઉપર પ કિ.મી.નો બફર ઝોન રચે, કાબુલ જતા-આવતા માલની તપાસ કરવા દે

- બંને વચ્ચે ઊંડા મતભેદો જોતાં મંત્રણાનું કોઈ પરિણામ આવે તેવું દેખાતું નથી

મહિનાઓથી ચાલી રહેલા પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંઘર્ષનો અંત લાવવા ચાલી રહેલા શાંતિ પ્રયાસોને ફટકો પડયો છે. આ મંત્રણામાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહેલાં સઉદી અરબસ્તાન, કતાર અને તૂર્કી પૈકી તૂર્કી ખસી ગયું છે. ચંકાહામે સત્તાવાર રીતે પત્ર લખી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તેમ બંનેને જાણ કરી દીધી છે. તેનું કહેવું છે કે બંને વચ્ચે મતભેદો એટલા ઊંડા છે કે, આ મંત્રણાઓ ફળદાયી બની શકે તેમ જ નથી.

અનામી રહેવા માગતા ટોચના રાજદ્વારી સાધનોએ સીએનએન ન્યૂઝ-૧૮ને જણાવ્યું હતું કે કાબુલ પાકિસ્તાનની કેટલીક કેન્દ્રવર્તી માગણીઓ સ્વીકારી શકે તેમ જ નથી.

અફઘાનિસ્તાને તૂર્કી, કતાર અને સઉદી અરબસ્તાનના કહેવા પ્રમાણે ૨પાકિસ્તાનનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં રહેલા તહેરિક-એ-તાલિબાન-એ-પાકિસ્તાન (ટીટીપી) આતંકીઓને પાકિસ્તાનને સોંપી દે. પાકિસ્તાનની બીજી માગણી તે છે કે બંને દેશોની સરહદ સાંકડી ડુરાંડ લાઈનની બંને બાજુએ પાંચ કિ.મી.નો બફર-ઝોન રચવામાં આવે, તેમજ અફઘાનિસ્તાન જતા કે ત્યાંથી આવતા તમામ માલની પાકિસ્તાનના અધિકારીઓ દ્વારા જ પૂરી ચકાસણી કરવામાં આવે.

સ્વાભાવિક છે કે અફઘાનિસ્તાન આવી બેહૂદી માગણી સ્વીકારે જ નહીં તેથી મંત્રણા પડી ભાંગવાની પૂરી શક્યતા છે.

વાસ્તવમાં તે શાંતિ-મંત્રણાના ત્રણ દોર તો યોજાઈ ગયા છે, પરંતુ તેમાં કશું પરિણામ આવ્યું નથી.

હવે છેલ્લા સમાચાર પ્રમાણે અફઘાન શાંતિ મંત્રણામાંથી તૂર્કી ખસી ગયું છે. પાકિસ્તાન માટે આ ઘટના બહુ મોટા ફટકા સમાન છે.

તાલીબાન તો પાકિસ્તાનની માગણીઓને ગેરકાનૂની ગણાવે છે જ અને હવે તૂર્કી પણ સમર્થન નથી આપવા માંગતું ત્યારે પાકિસ્તાનની હાલત ખરેખર કફોડી બની રહી છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે  ૧૨૦ દેશોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં સામેલ દેશના ઈમિગ્રન્ટ્સ અમેરિકામાં સરકારી સહાય મેળવે છે.આ યાદીમાં ઈમિગ્રન્ટ્સના જન્મ દેશ અને સહાય મેળવતા ઈમિગ્રન્ટ પરિવારોની ટકાવારી દર્શાવે છે. આ યાદીમાં દર્શાવાયું છે કે કયા દેશના કેટલાક વસાહતીઓને અમેરિકન સરકાર તરફથી કેટલા ટકા સહાય કરવામાં આવી રહી છે.

ટ્રમ્પે જાહેર કરેલા ચાર્ટ મુજબ બાંગ્લાદેશના ૫૪.૮ ટકા વસાહતીઓને અમેરિકન સરકાર તરફથી સહાય કરવામાં આવી રહી છે. આ સિવાય પાકિસ્તાનના ૪૦.૨ ટકા, નેપાળના ૩૪.૮ ટકા અને ચીનના ૩૨.૯ ટકા લોકોને અમેરિકા સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે. ઈઝરાયેલને ૨૫ ટકા જ્યારે યુક્રેનના ૪૨ ટકા વસાહતીઓને વિવિધ સહાય મળે છે. પ્રમુખ ટ્રમ્પની યાદી મુજબ અમેરિકન સહાય મેળવતા વસાહતીઓમાં ભૂતાન ૮૧.૪ ટકા સાથે ટોચના ક્રમે છે જ્યારે બર્મ્યુડા ૨૫.૫ ટકા સાથે સૌથી નીચલા ક્રમે છે.  અમેરિકામાં રહેતા એશિયન લોકોની સરેરાશ વાર્ષિક આવક ૫૨,૪૦૦ ડોલર હતી જ્યારે ભારતીયોની આવક ૮૫,૩૦૦ હતી.