- નવા રાજ્યપાલ રવિ ભાજપના પોપટ
- ઇનસાઇડ સ્ટોરી
- રાજ્યપાલ તૃણમૂલ કોંગ્રેસ તરફ ઢળેલા દેખાતા જ ભાજપે તેમને બદલી નાખ્યા
પોતાના રાજ્યમાં આવતા નવા રાજ્યપાલને ભાજપના પેરોટ (પોપટ) કહીને મમતા બેનરજીે પોતાનામાં રહેલો હારનો ડર સપાટી પર લાવી દીધો છે. મમતા બેનરજી અને કેન્દ્ર સરકાર વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી તૂંતૂં..મંૈમૈં ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારના દરેક પગલાંનો વિરોધ કરી રહેલા મમતા બેનરજી રાજ્યપાલ અચાનક બદલવાના પગલાંથી ચોંકી ગયા છે.
એક તરફ માથે વિધાનસભાની ચૂંટણીઓ છે તો બીજી તરફ ભાજપે રાજ્યપાલ બદલીને કોઇ નવી વ્યૂહ રચનાના સંકેત આપ્યા હોવાનું મનાય છે. રાજકીય સમિક્ષકો માને છે કે ભાજપને વિધાનસભામાં કટોકટ જીત મળે એવું માનવું છે. આવા કટોકટ સમયે પોતાની તરફેણ કરે તેવા રાજ્યપાલની જરૂર હતી. સી.વી આનંદ બોઝ ભાજપની પસંદગીના રાજ્યપાલ હતા પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી તે મમતાને ટેન્ટમાં જતા રહ્યા હતા. સી.વી. આનંદબોઝ સામેના જાતીય સતામણીના આક્ષેપો હતા તેથી તે મમતાના શરણે પહોંચી ગયા હતા.
નવા રાજ્યપાલ આર.એન. રવિને ભાજપના પોપટ કહીને મમતા બેનર્જીએ પહેલા દિવસથીજ તેમનો વિરોધ પ્રદર્શીત કરી દીધો છે. રાજ્યપાલ તરીકે સી.વી. આનંદબોઝને અચાનક ખસેડીને નવા રાજ્યપાલ તરીકે આર.એન.રવિને મુકીને ભાજપે તેમની ચૂંટણી વ્યૂહ રચનાને વધુ ભેદી બનાવી છે એવું મમતા બેનરજી માની રહ્યા છે.
રાજ્યપાલને ભાજપના પપેટ કહીને રાજ્યપાલના હોદ્દાનું અપમાન કર્યું છે તો બીજી તરફ મમતા બેનર્જી કહે છે કે મને વિશ્વાસમાં લીધા સિવાય રાજ્યપાલના બદલ્યા છે તે બંધારણીય માળખાના ભંગ સમાન છે.
મમતા બેનરજીએ રાજ્યસભાના ઉમેદવાર તરીકે જે ચહેરાને પસંદ કર્યા છે તે કેટલાક વર્ગને ખુશ કરવા માટેના છે અને ચૂંટણીલક્ષી પસંદગી છે એમ કહી શકાય. કહે છેકે રાજ્યસભાના ઉમેદવારોની પસંદગીમાં મમતાને સલાહ આપનાર ભાજપ તરફી રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ હતા. રાજ્યસભાના ઉમેદવારો માટેના મમતાની પસંદગીને દરેકે વખાણી હતી.
રાજ્યપાલ તૃણમૂલ કોંગ્રેસ તરફ ઢળેલા દેખાતાજ ભાજપે તેમની જગ્યાએ તમિળનાડુના ભૂતપૂર્વ રાજ્યપાલને નિમ્યા છે. પોતાના રાજ્યમાં કેન્દ્ર સરકારની નિમણૂકોને કિન્નાખોરી ગણાવતા મમતા બેનરજી રાજ્યપાલને કામગીરી સંભાળ્યા પહેલાંજ ભાજપના પોપટ કહીને વર્ણવીને પોતે કેન્દ્ર સરકારના કટ્ટર વિરોધી છે એમ દર્શાવી રહ્યા છે.
પ.બંગાળમાં નિમેલા નવા રાજ્યપાલ આર.એન. રવિ અને તમિળનાડુુમાં હતા ત્યારે તેમની અને રાજ્યના મુખ્યપ્રધાન વચ્ચે અનેક વાર જાહેરમાં ચકમક થતી જોવા મળી છે. તમિળનાડુનો વહિવટ દ્રવિડીયન મોડલ આધારિત છે એમ કહીને આર.એન. રવિ મુખ્યપ્રધાન એમ કે. સ્ટાલીનની સામે ટકરાઇ ચૂક્યા છે. પ.બંગાળમાં વિધાનસભાની ચૂંટણી દરમ્યાન મમતા અને નવા રાજ્યપાલ રવિ વચ્ચના મતભેદો મોટા પાયે જોવા મળશે.
મમતા બેનરજી એક તરફ ચૂંટણી પંચ સામે જંગ છેડી રહ્યા છે તો બીજી તરફ નવા રાજ્યપાલનું નામ લીધા વિના તેને ભાજપનો પેરેટ કહીને વિવાદ ઉભો કર્યો છે.
સી.વી. બોઝે રાજીનામં આપ્યું તેમાં પણ મમતા અંધારામાં રહ્યા હતા અને તેમની જગ્યાએ નવા રાજ્યપાલ આવ્યા તેની પણ મમતાને ખબર નહોતી પડી. મમતા ભૂતકાળમાં પણ અનેક વાર રાજ્યપાલો સાથે શિંગડા ભરાવી ચૂક્યા છે અને રાજ્યપાલના હોદ્દાને તે અવગણી ચૂક્યા છે.


