Get The App

પંજાબમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતના ધાંધીયા સામે આક્રોશ

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
પંજાબમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતના ધાંધીયા સામે આક્રોશ 1 - image

- 43 વર્ષના નેતા લકી ઓબેરોયની ધોળે દિવસે હત્યા 

- ઇનસાઇડ સ્ટોરી

- ખાલસા કોલેજમાં પ્રમુખની ચૂંટણી બાબતે વિવાદ થતાં બંને દુશ્મન બની ગયા હતા

પંજાબમાં આમ આદમી પાર્ટીના ૪૩ વર્ષના નેતા લકી ઓબેરોયની ધોળે દિવસે જલંધર ખાતે હત્યા  થઇ તે વિવાદાસ્પદ એટલા માટે છેકે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. સવારે જ્યારે લકી ઓબેરોય ગુરૂદ્વારામાંથી બહાર આવતા હતા ત્યારે હત્યારાઓ તેમની રાહ જોઇને બહાર ઉભા હતા. બે લોકો બાઇક પર હતા અને ગોળીઓ છોડીને ભાગી ગયા હતા. પોલીસે માથાભારે એવા જોગા ફોલીરવાલ સહીત બેની ધરપકડ કરી છે. હુમલાખોરો જોકે ભાગી ગયા હતા.

એક સોશ્યલ મિડીયા પોસ્ટમાં જોગરાજે (જોગા ફોલીરવાલ)  લકી ઓબેરોયની હત્યા પાછળ તેનો હાથ હોવાનું લખતાં તેની ધરપકડ કરાઇ હતી. ગયા શુક્રવારે સવારે બનેલી હત્યાની આ ઘટના દર્શાવે છેકે પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગયેલી છે. સીસીટીવી કેમેરામાં જોવા મળે છે કે ગુરૂદ્વારામાંથી બહાર નીકળીને પોતાની કાર મહેન્દ્ર થાર પાસે જઇને તેમાં બેસવાની તૈયારી કરતા હતા ત્યારે બે લોકો તેમની પાસે ચાલતા આવ્યા હતા અને ગોળીઓ છોડીને દુર ઉભેલા તેમના સાથીઓ સાથે ભાગી ગયા હતા.

લકી ઓબેરોયનું મૂળ નામ સતવિન્દર પાલસિંહ હતું અને તે  આમ આદમી પાર્ટીના જલંધર કેન્ટોનમેન્ટ વિસ્તારના ઇનચાર્જ હતા.  હત્યાની જવાબદારી સ્વિકારનાર ફોલરીવાલ વિદેશમાં રહીને ગુંડા ટોળીનું નેટવર્ક ચલાવે છે. ફોલરીવાલે તેમની પોસ્ટમાં લકી ઓેબેરોય સામે કેટલાક આક્ષેપો કર્યા છે. કહે છેકે લકી ઓબેરોય અને ફોલરીવાલ એક સમયે સારા મિત્રો  હતા પોસ્ટમાં લખ્યું છેેકે અંગત દુશ્મનાવટના કારણે હત્યા કરાઇ છે. કહે છે કે ખાલસા કોલેજમાં પ્રમુખની ચૂંટણી બાબતે વિવાદ થતાં બંને દુશ્મન બની ગયા હતા. મરનાર ઓબેરોયના ભાઇ દલબીરા સિંહે ફરિયાદ નોંધાવી છે. ગયા શુક્રવારે સવારે ઓબેરોય અને દમનદીપ સિંહ મોડેલ ટાઉન ખાતેના ગુરૂદ્વારામાં ગયા હતા. સાથે તેમનો એક મિત્ર પણ હતો.

ધોળે દિવસે જલંધરમાં યુવાન રાજકારણીની હત્યા થાય તે કાયદો અને વ્યવસ્થા બાબતે અનેક પ્રશ્નો ઊભા કરે છે. મરનાર આમ આદમી પાર્ટીનો વોર્ડ પ્રમુખ છે. ભાજપ અને કોંગ્રેસ બંને પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર પર આક્ષેપો કરી રહ્યા છે. તેમના આક્ષેપો સાચા હોય એમ લાગી રહ્યું છે. કેમકે જ્યારે ગુરૂદ્વારાની બહાર જાહેરમાં હત્યા થઇ ત્યારે ત્યાં આસપાસ કોઇ હતું નહી. બહુ પ્લાન સાથે હત્યા કરાઇ છે.

ભારતના રાજકારણમાં રાજકીય હત્યા અનેક વાર જોવા મળી છે. અહીં ખાલસા કોલેજની ચૂંટણીનો વિવાદ સપાટી પર આવ્યો છે. પ્રમુખપદની પસંદગીના મુદ્દે મરનાર ઓબેરોય અને વિદેશમાં રહીને ગુંડાગીરીનું નેટવર્ક ચલાવનાર જોગી ફોલીરવાલ સામ સામે આવી ગયા હતા. ફોલીરવાલે ઓબેરોયને મારી નાખવાની ધમકી પણ આપી હતી. જોકે તેમના કુટુંબે પોલીસ સમક્ષ કોઇ ફરિયાદ કરી નહોતી.

દરેક જાણતા હતા કે ફોલીરવાલ હત્યા જેવું કોઇ પગલું નહીં ભરે કેમકે ભૂતકાળમાં બંને મિત્રો હતા. જોકે ખાલસા કોલેજમાં પોતાનું પ્રભુત્વ ઉભું કરવા આ ગેંગસ્ટર ખૂના મકરી પર ઉતરી આવ્યો હતો.  પંજાબ સરકાર માટે હત્યાનો આ કિસ્સો પડકાર સમાન છે. પોતાના કાર્યકરને ખુલ્લી ધમકી આપનારને પંજાબની આપ સરકાર સામે બિનકાર્યક્ષમતાના આક્ષેપ થઇ રહ્યા છે.